જયરામ રમેશનો જ્યોતિરાદિત્ય પર મોટો હુમલો, કહ્યું- સિંધિયાને મંત્રી પદ અને બંગલો જોતો હતો જેથી કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા

ભારત જોડો યાત્રા : જયરામ રમેશે કહ્યું કે પીએમ મોદીની નિયત અને નીતિયોના કારણે ભારતના તૂટવાની સંભાવના બની ગઇ છે

Written by Ashish Goyal
December 01, 2022 21:37 IST
જયરામ રમેશનો જ્યોતિરાદિત્ય પર મોટો હુમલો, કહ્યું- સિંધિયાને મંત્રી પદ અને બંગલો જોતો હતો જેથી કોંગ્રેસ છોડીને ચાલ્યા ગયા
કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ (File)

Bharat Jodo Yatra: ભારત જોડો યાત્રા દરમિયાન મધ્ય પ્રદેશમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે (Jairam Ramesh) કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia)પર મોટો પ્રહાર કર્યો છે. તેમણે કહ્યું કે જ્યોતિરાદિત્ય સિંધિયા કેબિનેટ મંત્રી બનવા માંગતા હતા અને સફદરજંગ સ્થિત 27 નંબરના બંગલામાં રહેવા માંગતા હતા. જેથી તે કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા. આ જે બે કારણ છે, બાકી બધા બહાના છે. સિંધિયાના કોંગ્રેસ છોડવાના કારણે આજે કોંગ્રેસ મધ્ય પ્રદેશની સત્તામાંથી બહાર છે.

જયરામ રમેશે કહ્યું કે પીએમ મોદીની નિયત અને નીતિયોના કારણે ભારતના તૂટવાની સંભાવના બની ગઇ છે. જેમાં આર્થિક વિષમતાઓ, સામાજિક ધ્રુવીકરણ અને રાજનીતિક તાનાશાહીના કારણે ભારતના તૂટવાની સંભાવના વધી છે. તેને રોકવા માટે ભારત જોડો યાત્રા કાઢવી જરૂરી છે.

મધ્ય પ્રદેશમાં યાત્રાને દબાવવાનો પ્રયત્ન થયો – જયરામ રમેશ

કોંગ્રેસ નેતાએ કહ્યું કે ભારત જોડો યાત્રામાં અત્યાર સુધી એવા પણ લોકો સામેલ થયા છે જેમનું કોંગ્રેસ સાથે કોઇ લેવા દેવા નથી. કોંગ્રેસની આ યાત્રામાં બધી જાતિ ધર્મના લોકો સામેલ થયા છે. તેમણે આરોપ લગાવ્યો કે મધ્ય પ્રદેશમાં યાત્રાને દબાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઇન્દોરમાં યાત્રાના બેનર હટાવવામાં આવ્યા. પોલીસ અધિકારીઓ સાથે રકઝક થઇ હતી. તેમ છતા યાત્રા સફળ રહી છે.

આ પણ વાંચો – મનિષ સિસોદિયા અને અમિત અરોડાએ બદલ્યા હતા 11 ફોન, સાબિતીને નષ્ટ કરતા રહ્યા- કોર્ટમાં ઇડીનો દાવો

4 ડિસેમ્બરે રાજસ્થાનમાં પ્રવેશ કરશે ભારત જોડો યાત્રા

જયરામ રમેશે કહ્યું કે 4 ડિસેમ્બરે ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં પ્રવેશ કરશે. 19 ડિસેમ્બરે અલવરમાં મોટી સભા થશે. 24 ડિસેમ્બરે યાત્રા દિલ્હી પહોંચશે. જ્યાં ચાર-પાંચ દિવસનો વિશ્રામ રહેશે. યાત્રામાં ચાલી રહેલા કન્ટેનરોની મરામત્ત કરાશે. તે પછી ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ થઇને શ્રીનગર પહોંચશે. પ્રયત્ન છે કે રાહુલ ગાંધી 26 જાન્યુઆરીએ શ્રીનગરમાં તિરંગો લહેરાવે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ