Delhi Liquor Policy Scam: દિલ્હી શરાબ નીતિ કૌભાંડ અને મની લોન્ડ્રીંગ મામલામાં સીબીઆઈ અને ઇડીએ કોર્ટ સામે નવા ખુલાસા કર્યા છે. ઇડીએ બુધવારે રાઉજ એવેન્યૂ કોર્ટને જણાવ્યું કે દિલ્હી સરકારની શરાબ નીતિમાં ઘણા પ્રકારની ગરબડો મળી છે. ઇડીએ દાવો કર્યો છે કે સાબિતીની મિટાવવા માટે દિલ્હીના વેપારી અમિત અરોડા (Amit Arora)અને મનિષ સિસોદિયાએ 11 મોબાઇલનો ઉપયોગ કર્યો હતો અને પછી બદલી દીધા હતા. આ બધા ફોન કથિત રીતે શરાબ કૌભાંડના ગાળામાં ઉપયોગમાં લીધા હતા. તેની કિંમત લગભગ એક કરોડ 38 લાખ રૂપિયા હતી. જે અન્ય લોકોએ પોતાના ફોન બદલ્યા તેમાં ઘણા શરાબના વેપારી અને ઘણા વરિષ્ઠ અધિકારી પણ સામેલ છે.
અમિત અરોડાએ મોબાઇલ ફોન બદલવાથી ઇન્કાર કર્યો
ગુરુગ્રામ સ્થિત બડી રિટેલ પ્રાઇવેટ લિમિટેડના નિર્દેશક અમિત અરોડાની મંગળવારે ઇડીએ ધરપકડ કરી હતી. તે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના નજીક માનવામાં આવે છે. જોકે અમિત અરોડાએ ફોન બદલવાથી સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. તેનું કહેવું છે કે તેને 22 વખત ઇડી તપાસ માટે બોલાવી ચૂકી છે. ઘણી વખત ફક્ત ફોન કરીને બોલાવ્યા છે અને તે દરેક વખતે હાજર રહ્યા છે. તેના મતે સીબીઆઈ તેના ઘરે દરોડા પણ કરી ચૂકી છે.
આ પણ વાંચો – પંજાબના સીએમ ભગવંત માનના ઘરની બહાર ટ્રેડ યૂનિયનોનું પ્રદર્શન, પોલીસે કર્યો લાઠીચાર્જ
CBIના આરોપ પત્રમાં તેને વિત્તીય હેરાફેરીમાં સામેલ બતાવ્યો
સીબીઆઈએ હાલમાં દાખલ કરેલા આરોપ પત્રમાં દાવો કર્યો છે કે અમિત અરોડા અને અન્ય બે આરોપી દિનેશ અરોડા અને અર્જૂન પાંડે દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાના નજીકના સહયોગી છે. તે આરોપી લોક સેવકો માટે શરાબ લાઇસેન્સ વાળા પાસેથી મેળવવામાં આવેલા ધનના અવૈધ વિત્તીય પ્રબંધન અને હેરાફેરી કરવામાં સક્રિય રુપથી સામેલ હતા.
કોર્ટમાં ઇડીએ કહ્યું કે અરોડાએ લાંચ દ્વારા લગભગ 2.5 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. તે પંજાબના પટિયાલામાં મેન્યુફેક્ચરર અને રિટેલર છે. જ્યારે તેને પહેલાથી જ દિલ્હીમાં લાઇસેન્સ મળેલું છે. આવામાં તેનું કામ નિયમ વિરુદ્ધ છે. ઇડીએ તેની 14 દિવસની કસ્ટડી માંગી હતી પણ કોર્ટે સાત દિવસ માટે મંજૂરી આપી છે.