ભારત જોડો યાત્રા : રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટના સમર્થકો વચ્ચે પોસ્ટર વિવાદ

ભારત જોડો યાત્રા : રાજસ્થાનમાં ઝાલાવાડમાં પાયલટ સમર્થકો દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સ્વાગત કરતા ઘણા પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરોમાં રાહુલ સાથે પાયલટની મોટી તસવીર લગાવી છે અને સીએમ ગેહલોતની નાની તસવીર લગાવી છે

Written by Ashish Goyal
Updated : July 06, 2023 16:58 IST
ભારત જોડો યાત્રા : રાજસ્થાનમાં અશોક ગેહલોત અને સચિન પાયલટના સમર્થકો વચ્ચે પોસ્ટર વિવાદ
રાજસ્થાનમાં ભારત જોડોની એન્ટ્રી પહેલા અશોક ગેહલોત (Ashok Gehlot) અને સચિન પાયલટના (Sachin Pilot) સમર્થકો વચ્ચે પોસ્ટર વિવાદ શરૂ થઇ ગયો છે (તસવીર - વીડિયોગ્રેબ, ટ્વિટર)

Bharat Jodo Yatra: રાજસ્થાનમાં ભારત જોડોની એન્ટ્રી પહેલા અશોક ગેહલોત (Ashok Gehlot) અને સચિન પાયલટના (Sachin Pilot) સમર્થકો વચ્ચે પોસ્ટર વિવાદ શરૂ થઇ ગયો છે. રાજસ્થાનમાં ઝાલાવાડમાં પાયલટ સમર્થકો દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સ્વાગત કરતા ઘણા પોસ્ટર લગાવ્યા છે. આ પોસ્ટરોમાં રાહુલ સાથે પાયલટની મોટી તસવીર લગાવી છે અને સીએમ ગેહલોતની નાની તસવીર લગાવી છે. તેને લઇને ગેહલોત સમર્થક ભડક્યા છે અને તેમણે સચિન પાયલટના પોસ્ટરો હટાવવાનો પ્રયત્ન કર્યો હતો. બીજી તરફ થોડાક દિવસો પહેલા 29 નવેમ્બરે પાર્ટીના રાષ્ટ્રીય મહાસિચવ કેસી વેણુગોપાલે બન્ને નેતાઓના હાથ ઉંચા કરતા કહ્યું હતું કે કોંગ્રેસ એકજુટ છે.

વધી રહ્યો છે વિવાદ

એક તરફ કોંગ્રેસ મોટા મંચથી એ દેખાડવાનો પ્રયત્ન કરી રહી છે કે અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે બધુ બરાબર છે પણ આ બન્નેના સમર્થકો વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી. પાયલટ સમર્થકો પહેલા જ પોતાના નેતાની લગાવેલી તસવીરવાળા પોસ્ટર પર પીસીસી સર્મથકો દ્વારા લગાવેલા પોસ્ટરોનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. ભારત જોડો યાત્રા પહેલા બન્ને જૂથના સમર્થકો યાત્રાના રસ્તા પર પોસ્ટર લગાવવા લાગ્યા. આ મામલો ત્યારે વધારે બગડ્યો જ્યારે પીસીસી સમર્થક બેનર અને હોર્ડિંગ લગાવવા માટે ઝાલાવાડ પહોંચ્યા હતા.

આ પણ વાંચો – તેલંગાણાની પેટાચૂંટણીમાં કોંગ્રેસની ડિપોઝીટ શા માટે જપ્ત થઇ? ભારત જોડો યાત્રામાં સામેલ બે નેતાએ પૂછેલા પ્રશ્નોથી રાહુલ ગાંધી પરેશાન

જ્યારે તેમણે મંજૂરી વગર પાયલટ સમર્થકો દ્વારા બુક કરેલા સ્થાન પર પોસ્ટ લગાવવાના શરૂ કર્યા હતા. જે પછી પાયલટ જૂથના સમર્થકો સ્થળ પર પહોંચ્યા અને મોંઘો ભાવ આપીને સાઇટ બુક કરવાની વાત કહીને વિરોધ કરવા લાગ્યા હતા.

પોલીસે શાંત કરાવ્યો વિવાદ

વિવાદ વધતા પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બન્ને જૂથના સમર્થકોને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. બન્ને જૂથ વચ્ચે વિવાદ વધે નહીં તે માટે પોલીસનો પણ બંદોબસ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રા આજે સાંજે (4 ડિસેમ્બર)રાજસ્થાનના ઝાલાવાડ જિલ્લાના ઝાલરાપાટન વિધાનસભા ક્ષેત્રના ચઉંગી ગામથી પ્રવેશ કરશે. 5 ડિસેમ્બરે આ યાત્રા સવારે 6 વાગ્યાથી આગળ ધપશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ