Coldest Place in India : ભારતના આ શહેરમાં -25 ડિગ્રી તાપમાન, દિલ્હી પણ ટોપ 10માં સામેલ

Weather Report : IMDના મતે આવનાર 48 કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં ન્યૂનતમ તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર થશે નહીં. જોકે આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયલ ઘટાડાની સંભાવના છે

Written by Ashish Goyal
January 02, 2023 21:13 IST
Coldest Place in India : ભારતના આ શહેરમાં -25 ડિગ્રી તાપમાન, દિલ્હી પણ ટોપ 10માં સામેલ
આજે (સોમવાર) લદ્દાખના પદમ વિસ્તારમાં તાપમાન -25.1 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે (Image- Kargil Police)

Minimum Temperature : ઉત્તર ભારતમાં હાલના સમયે કાતિલ ઠંડી પડી રહી છે. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં બરફવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં શીતલહેરે લોકોની પરેશાની વધારી છે. IMD દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે દેશની રાજધાની નવી દિલ્હીમાં ન્યૂનતમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે.

IMD દ્વારા આપવામાં આવેલા એક લિસ્ટ પ્રમાણે આજે (સોમવાર) લદ્દાખના પદમ વિસ્તારમાં તાપમાન -25.1 ડિગ્રી સેલ્સિયસ રહ્યું છે. દેશમાં બીજુ સૌથી ઠંડુ સ્થળ જમ્મુ કાશ્મીરનું ગુલમર્ગ રહ્યું છે. આજે ગુલમર્ગનું તાપનાન -10 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. આ લિસ્ટ પ્રમાણે હિમાચલના કેલાંગમાં પારો -8.8 ડિગ્રી સેલ્સિયસ રહ્યો. ઉતરાખંડના રાનીચવાડીમાં તાપમાન -2.1 ડિગ્રી રહ્યું છે.

રાજસ્થાનના ચુરુમાં 1.6 ડિગ્રી

મોસમ વિભાગ દ્વારા જાહેર કરાયેલા લિસ્ટ પ્રમાણે સોમવારે 2 જાન્યુઆરીએ બઠિંડામાં ન્યૂનતમ તાપમાન (Minimum Temperature) 0.4, હરિયાણાના સિરસામાં 3.4 ડિગ્રી, દિલ્હીના આયાનગરમાં 5 ડિગ્રી સેલ્સિયસ રહ્યું. આ સિવાય ઉત્તર પ્રદેશના કાનપુરમાં ન્યૂનતમ તાપમાન 5.4, પશ્ચિમ યૂપીના મુજફ્ફરનગરમાં 7 ડિગ્રી, જ્યારે રાજસ્થાનના ચુરુમાં 1.6 ડિગ્રી અને સીકરમાં 3 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહ્યું છે.

આ પણ વાંચો – વર્ષ 2023માં યોજનાર વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ સામેના 7 મુખ્ય પડકારો

કેવું રહેશે આગામી 24 કલાકનું તાપમાન?

IMDના મતે પંજાબ, હરિયાણા, યૂપી અને બિહારના ઘણા વિસ્તારમાં આગામી પાંચ દિવસ સુધી ધુમ્મસનો અંદાજ છે. આગામી 24 કલાકમાં હિમાચલ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને ઝારખંડના ઘણા વિસ્તારમાં વધારે ધુમ્મસનો અંદાજ છે.

કેટલું રહેશે Minimum Temperature?

IMDના મતે આવનાર 48 કલાકમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં ન્યૂનતમ તાપમાનમાં કોઇ ખાસ ફેરફાર થશે નહીં. જોકે આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયલ ઘટાડાની સંભાવના છે. મોસમ વિભાગના મતે ઉત્તરી રાજસ્થાનના વિભિન્ન વિસ્તારમાં 3 થી 6 જાન્યુઆરી વચ્ચે જોરદાર શીતલહેરની (Cold Wave) સંભાવના છે. પંજાબના પણ ઘણા વિસ્તારમાં 3 અને 4 જાન્યુઆરીએ શીતલહેરનો અંદાજ છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ