મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યો કોંગ્રેસને ફરીથી ટ્રેક પર લાવવાનો રોડમેપ, ગુજરાતમાં હાર પર કહ્યું- અમે ઉદાસ નથી

મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું - કોંગ્રેસ બીજેપીને હરાવવા માટે પ્રતિબદ્ધ છે અને તે આ કામમાં બીજા દળો પાસે મદદ લેવામાં કે તેમની મદદ કરવાથી અચકાશું નહીં

Written by Ashish Goyal
Updated : December 09, 2022 22:57 IST
મલ્લિકાર્જૂન ખડગેએ જણાવ્યો કોંગ્રેસને ફરીથી ટ્રેક પર લાવવાનો રોડમેપ, ગુજરાતમાં હાર પર કહ્યું- અમે ઉદાસ નથી
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે (તસવીર - એક્સપ્રેસ આર્કાઇવ - રેણુકા પુરી)

Congress President Mallikarjun Kharge: કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેના મતે કોંગ્રેસની દમદાર વાપસી માટે અમે એક રોડમેપ બનાવી રહ્યા છીએ. 2024ની લોકસભા ચૂંટણીને લઇને કહ્યું કે તે હજુ દૂર છે. આટલી જલ્દી નિર્ણય પર ના પહોંચો. કોંગ્રેસ જીવિત હતી અને હંમેશા જીવિત રહેશે. કોંગ્રેસ દેશ માટે બધું જ કરી શકે છે અને કરતી રહેશે.

કોંગ્રેસ માટે ગાંધી પરિવાર એક જરૂરતની જેમ – ખડગે

આજતક ચેનલ પર એક કાર્યક્રમ દરમિયાન મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે કોંગ્રેસ માટે ગાંધી પરિવાર એક જરૂરતની જેમ છે. તે અમારા માર્ગદર્શક છે. પાર્ટી માટે તેમના કરતા વધારે સારું કોણ વિચારી શકે છે. અમે બધા તેમની વાતને સાંભળીએ છીએ અને આવું કરવું પણ જોઈએ. કોંગ્રેસ નબળી નથી તેણે ફક્ત એક સાચી દિશામાં કામ કરવાની જરૂર છે. અમે આવું કરી રહ્યા છીએ. પાર્ટીને ટ્રેક પર લાવવા માટે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ : ફક્ત 37,974 વોટ વધારે મેળવીને કોંગ્રેસે ભાજપ પાસેથી છીનવી લીધી સત્તા

સમાન વિચારધારા દળ સાથે ગઠબંધન કરવા હંમેશા તૈયાર

ખડગેએ કહ્યું કે કોંગ્રેસ બીજેપીને હરાવવા માટે પ્રતિબદ્ધ છે અને તે આ કામમાં બીજા દળો પાસે મદદ લેવામાં કે તેમની મદદ કરવાથી અચકાશું નહીં. ચૂંટણીમાં સમાન વિચારધારાવાળા દળોથી ગઠબંધન કરવા માટે હંમેશા તૈયાર છીએ. તેમણે એ પણ કહ્યું કે આજે જરૂરી છે કે અમે એવા લોકોને આગળ વધારીએ જે પાર્ટી માટે સારા સાબિત થઇ શકે છે. અમે આના પર કામ કરી રહ્યા છીએ.

ગુજરાતમાં કોંગ્રસને ફક્ત 17 સીટો મળી

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપે 156 બેઠકો પર જીત મેળવીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. જ્યારે કોંગ્રેસને ફક્ત 17 બેઠકો મળી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ