Delhi MCD Election 2022 Result: દિલ્હી કોર્પોરેશન ચૂંટણીમાં આપની જીત, જુઓ ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠક મળી

Delhi MCD Election 2022 Result : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણી 2022 પરિણામ લગભગ સ્પષ્ટ થઈ ગયું છે. ભાજપ (BJP) આપ (AAP) વચ્ચે જબરદસ્ત ટક્કર જોવા મળી હતી, પરંતુ હવે કોર્પોરેશન પર આપનો કબજો જોવા મળી રહ્યો છે. આપ 134, ભાજપ 104, કોંગ્રેસ 09 અને અન્યની 3 બેઠક પર જીત થઈ છે.

Written by Kiran Mehta
Updated : December 07, 2022 16:32 IST
Delhi MCD Election 2022 Result: દિલ્હી કોર્પોરેશન ચૂંટણીમાં આપની જીત, જુઓ ભાજપ-કોંગ્રેસને કેટલી બેઠક મળી

Delhi MCD Election 2022 Result : AAPએ દિલ્હી MCD ચૂંટણીમાં બહુમતીનો આંકડો પાર કર્યો છે. આમ આદમી પાર્ટીએ 250માંથી 134 સીટો જીતી છે. જ્યારે ભાજપને 104 બેઠકો મળી છે. કોંગ્રેસે 9 બેઠકો જીતી છે, જ્યારે અપક્ષ ઉમેદવારોએ 3 બેઠકો પર જીત મેળવી છે. દિલ્હી MCD ચૂંટણીમાં પાર્ટીની જીત પર, દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે જીત માટે દિલ્હીના લોકોને અભિનંદન આપ્યા અને પરિવર્તન લાવવા બદલ તેમનો આભાર માન્યો.

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે દિલ્હીને ઠીક કરવા માટે લોકોના આશીર્વાદ માંગ્યા. બુધવારે (7 ડિસેમ્બર) સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ હતી. મતગણતરી માટે 42 કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચના અત્યાર સુધીના આંકડાઓ અનુસાર આમ આદમી પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી છે. દિલ્હીની 250 સીટોવાળી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બહુમતીનો આંકડો 126 હતો.

ભગવંત માને ગુજરાત ચૂંટણીમાં જીતની આશા વ્યક્ત કરી હતી

દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હી MCD ચૂંટણીમાં જીત બાદ કહ્યું કે, દિલ્હીની જનતાએ 15 વર્ષની ભ્રષ્ટ ભાજપ સરકારને બદલવા અને કેજરીવાલના નેતૃત્વમાં AAP સરકાર બનાવવા માટે બહુમતી આપી છે. આ અમારા માટે મોટી જવાબદારી છે. આ સાથે જ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, જ્યારે આજના એક્ઝિટ પોલ ખોટા સાબિત થઈ શકે છે તો કાલના એક્ઝિટ પોલને ખોટા સાબિત ન કરી શકાય? આવતીકાલે ગુજરાતમાં ચમત્કાર જોવા મળશે.

પાર્ટીજીત
બીજેપી104
આપ134
કોંગ્રેસ09
અન્ય03

દિલ્હી MCD ચૂંટણીમાં AAPના ટ્રાન્સજેન્ડર ઉમેદવારની જીત

AAP ઉમેદવાર બોબી સુલતાનપુરી-A વોર્ડમાંથી જીત્યા છે. પ્રથમ વખત MCDમાં ટ્રાન્સજેન્ડર સમુદાયનો સભ્ય હશે. તેમણે ભારતીય જનતા પાર્ટીના એકતા જાટવને હરાવ્યા હતા. સુલતાનપુરી-એ વોર્ડ એ સુલતાનપુર માજરા વિધાનસભામાં હાજર ત્રણ મુખ્ય વોર્ડ નંબર- 42 પૈકીનો એક છે. આમ આદમી પાર્ટીએ પૂર્વ કાઉન્સિલર સંજયની ટિકિટ કાપીને બોબીને મેદાનમાં ઉતાર્યા હતા. 38 વર્ષીય બોબીને આમ આદમી પાર્ટીએ સુલતાનપુરી માજરા વિધાનસભા બેઠક પરથી સુલતાનપુરી-એ વોર્ડ-43માંથી ટિકિટ આપી હતી.

MCD ચૂંટણી પરિણામ: ભાજપને યોગ્ય જવાબ – રાઘવ ચઢ્ઢા

AAP નેતા રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે, ભાજપને દિલ્હીના લોકો તરફથી યોગ્ય જવાબ મળ્યો છે. જે વિકાસ માટે કામ કરશે તેને જનતાએ મત આપ્યો છે. ભાજપે અરવિંદ કેજરીવાલ પર જે કાદવ ઉછાળવાનો પ્રયાસ કર્યો તે આજે દિલ્હીએ સાફ કરી દીધું છે. અમે દિલ્હીને વિશ્વના સૌથી સુંદર શહેરમાં ફેરવીશું.

MCD ચૂંટણી જીત્યા બાદ AAP ઉમેદવાર બોબી કિન્નરે કહ્યું, “મારી જીત લોકોને સમર્પિત છે. મારી જીત માટે સખત મહેનત કરનારા તમામનો આભાર. જનતાના પ્રેમ અને સમર્થન બદલ આભાર.”

આ પણ વાંચોગુજરાત વિધાનસભા ચૂંટણી: 2012માં કેશુભાઇ પટેલે ત્રીજો મોરચો બનાવી મોદીને પડકાર્યો, ભાજપની બેઠકો ઘટી

ભાજપ અને AAPએ જીતનો દાવો કર્યો હતો

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને દિલ્હી MCD ચૂંટણી પરિણામો પર કહ્યું, “અમે MCDમાં જંગી જીત નોંધાવવા જઈ રહ્યા છીએ. અરવિંદ કેજરીવાલે દિલ્હીમાંથી કોંગ્રેસની 15 વર્ષની સત્તાને ઉખાડી નાખી હતી. હવે 15 વર્ષ જૂની MCD પણ ઉખડી ગઈ છે. લોકોને નફરતની રાજનીતિ પસંદ નથી, તેઓ શિક્ષણ, વીજળી, સ્વચ્છતા માટે મત આપે છે. હવે દિલ્હી સાફ થશે.

Read More
Live Updates

દિલ્હીમાં ફરી એકવાર ઝાડુનો જશ્ન

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ