ગુજરાતમાં વર્ષ 2012માં વિધાનસભાની 182 બેઠકો માટેની ચૂંટણી બે તબક્કામાં યોજાઈ હતી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે 13 ડિસેમ્બર અને 17 ડિસેમ્બર 2012ના રોજ, એમ તબક્કામાં મતદાન થયુ હતુ. આ ચૂંટણીના પરિણામો 20 ડિસેમ્બર, 2012૨ના રોજ કરવામાં આવ્યા હતા.
વર્ષ 2002થી ગુજરાતમાં મુખ્યમંત્રી રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ચોથી વખત રાજ્યના CM તરીકે ચૂંટાઇ આવ્યા હતા. તે વખતે વિપક્ષ રાજકીય પક્ષ કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ હતા. જો કે ત્યારબાદ વર્ષ 2014માં થયેલા લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને જીત હાંસલ કરી હતી. મે 2014માં વડાપ્રધાન બનતા આનંદીબેન પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા.
1666 ઉમેદવારોએ ચૂંટણી લડી
વર્ષ 2012ની વિધાનસભા ચૂંટણીમાં 182 બેઠકો પર કુલ 1666 ઉમેદવારોએ ચૂંટણી લડી હતી. જેમાં સૌથી વધારે ભાજપે 182 ઉમેદવારોને ટિકિટઆપી હતી. તો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પાર્ટીએ 176 બેઠકો, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) એ 12 બેઠકો, બહુજન સમાજ પાર્ટીએ 163 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા.
કેશુબાપાએ ત્રીજો મોરચો બનાવ્યો - ‘ગુજરાત પરિવર્તન પાર્ટી’
વર્ષ 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં મોટા જુસ્સા સાથે ‘ગુજરાત પરિવર્તન પાર્ટી’ના નામે એક સ્થાનિક રાજકીય પક્ષ સ્વરૂપે ત્રીજો મોરચો અસ્તિત્વમાં આવ્યો હતો. ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના 4 ઓગસ્ટ, 2012ના રોજ કરવામાં આવી હતી. આ ત્રીજા મોરચાના સ્થાપક ગુજરાતના સ્વર્ગીય પૂર્વ મુખ્યમંત્રી કેશભાઇ પટેલ હતા. તેમણે ત્રીજા મોરચાની સ્થાપના કરીને નરેન્દ્ર મોદીને ખુલ્લા પડકાર કાર્યો હતો. આ ત્રીજા મોરચાની સ્થાપના કરવા માટે તેમણે ભાજપમાંથી પણ રાજીનામું આપી દીધુ હતુ. કેશુભાઇ પટેલે સુરેશભાઇ મહેતા, કાશીરામ રાણા, ગોરધનભાઇ ઝડફિયા, આરએસએસના ભાસ્કરરાવ દામલે, નલિન ભટ્ટ જેવા એક સમયના કેશુભાઇના સાથીદારોની ઉપસ્થિતિમાં ખૂબ જ આત્મવિશ્વાસ સાથે નવી પાર્ટીની જાહેરાત કરી હતી.
જો કે કમનસીબે આ ત્રીજો મોરચો ગુજરાતના રાજકારણમાં કોઇ પરિવર્તન લાવવામાં સફળ થયુ નહીં અને 24 ફેબ્રુઆરી,2014ના રોજ ગુજરાત પરિવર્તન પાર્ટીનું ભાજપમાં વિલિનીકરણ થયુ હતુ.
ત્રીજા મોરચાએ 167 બેઠકો પર ચૂંટણી લડી અને 2 પર વિજય થયા
વર્ષ 2012માં ત્રીજા મોરચો ગણાતા ગુજરાત પરિવર્તન પાર્ટીએ 167 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા હતા જો કે તેમાંથી માંથી માત્ર બે જ બેઠકો પર જીત હાંસલ કરી હતી.
ચૂંટણીમાં 72 ટકા મતદાન
વર્ષ 2012ની ચૂંટણીમાં 72.02 ટકા મતદાન થયુ હતુ. રાજ્યમાં કુલ 38099110 મતદારોમાંથી 14550769 પુરુષ અને 12613257 સ્ત્રી મતદારોએ વોટિંગ કર્યુ હતુ. કુલ વોટિંગમાંથી 22718 મત કોઇ કારણોસર રિજેક્ટ કરવામાં આવ્યા હતા.
કોને કેટલી બેઠકો મળી?
વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપે 182 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા તેમાંથી 115 બેઠકો પર જીત હાંસલ કરી હતી. જે વર્ષ 2007ની ચૂંટણીમાં જીતેલી 117 બેઠકની તુલનાએ બે બેઠક ઓછી હતી. તો કોંગ્રેસે 176 બેઠકો પર ઉમેદવારોને ટિકિટ આપી હતી જેમાંથી 61 બેઠકો પર વિજય થયો હતો. જ્યારે વર્ષ 2007માં માત્ર 59 બેઠકો જીતી હતી. તો નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીએ ઉભા રાખેલા 12માંથી 2 બે ઉમેદવારો ચૂંટણી જીત્યા હતા. તે ચૂંટણીમાં 668 અપક્ષ ઉમેદવારોમાંથી માત્ર 1 જ ઉમેદવારે ચૂંટણી જીતી હતી.
આ પણ વાંચોઃ ગુજરાતમાં પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં કોની સરકાર બની હતી
વર્ષ 2012ની ચૂંટણીમાં કોને કેટલી બેઠક મળી
રાજકીય પક્ષ | ઉમેદવાર | જીત |
---|---|---|
ભાજપ | 182 | 115 |
કોંગ્રેસ | 176 | 61 |
NCP | 12 | 2 |
ગુજરાત પરિવર્તન પાર્ટી | 167 | 2 |
જનતા દળ | 65 | 1 |
અપક્ષ | 668 | 1 |
ગુજરાત વિધાનસભા ચૂંટણી પરિણામ : 1962 | 1967 | 1972 | 1975 | 1980 | 1985 | 1990 | 1995 | 1998 | 2002 | 2007 | 2012 | 2017 | મહારાષ્ટ્રથી અલગ થયા બાદ ગુજરાત વિધાનસભા અસ્તિત્વમાં આવી હતી. વિગતે પરિણામ જાણવા વર્ષ ઉપર ક્લિક કરો.