Rajasthan Politics: વસુંધરા રાજે કે કોઇ અન્ય, રાજસ્થાન ચૂંટણીમાં કોણ કરશે બીજેપીનું નેતૃત્વ?

Vasundhara Raje : સૂત્રોએ કહ્યું કે ભાજપા નેતૃત્વ પાસે રાજસ્થાન માટે એક નિશ્ચિત યોજના છે અને પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પછી આ સંબંધમાં સ્પષ્ટ તસવીર સામે આવશે, બીજેપી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 16-17 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાશે

Updated : July 06, 2023 17:00 IST
Rajasthan Politics: વસુંધરા રાજે કે કોઇ અન્ય, રાજસ્થાન ચૂંટણીમાં કોણ કરશે બીજેપીનું નેતૃત્વ?
પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે રાજ્યના ભાજપના નેતાઓમાં સૌથી કદાવર છે (File Photo)

લિઝ મૈથ્યુ : રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલા સૌથી મોટો સવાલ એ છે કે બીજેપીનું નેતૃત્વ કોણ કરશે. ભાજપના સૌથી પ્રમુખ નેતા વસુંધરા રાજેની (Vasundhara Raje)ભૂમિકા આગામી ચૂંટણીમાં હજુ પણ સ્પષ્ટ નથી. આવામાં આ ભાજપના ચૂંટણી અભિયાન પર અસર કરી શકે છે. પાર્ટી હાઇકમાન્ડ પાસે આશા કરી શકાય છે કે તે જલ્દી ચૂંટણી માટે રાજ્યનું નેતૃત્વ કરનાર ચહેરાની જાહેરાત કરે.

ઘણા મોટા બીજેપી નેતાઓના નામે છે સામેલ

પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે રાજ્યના ભાજપના નેતાઓમાં સૌથી કદાવર છે. બીજી તરફ મુખ્યમંત્રી પદના ઉમેદવારોના રુપમાં ઘણા નામો ચાલી રહ્યા છે. જેમાં રાજ્યના ભાજપ અધ્યક્ષ સતીશ પૂનિયા, કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા સામેલ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવનું નામ પણ આ યાદીમાં છે.

રાજસ્થાનના લોકો વચ્ચે ઘણા લોકપ્રિય છે વસુંધરા રાજે

વસુંધરા રાજેના નજીકના ભાજપના અંદરના સૂત્રોનો દાવો છે કે રાજ્યના કોઇ અન્ય નેતા લોકો વચ્ચે તેમની લોકપ્રિયતા અને સ્વીકાર્યતાનો મુકાબલો કરી શક્યા નથી. જોકે કેન્દ્રીય ભાજપના સૂત્રોએ કહ્યું કે પાર્ટી નેતૃત્વ દ્વારા ડિસેમ્બરમાં યોજાનાર ચૂંટણી પહેલા રાજેને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કરવાની સંભાવના નથી. એક સૂત્રએ કહ્યું કે જો શીર્ષ નેતૃત્વ આ માટે તૈયાર હોત તો અત્યાર સુધી તેમને સશક્ત બનાવવા માટે કેટલાક પગલા ઉઠાવ્યા હોત.

આ પણ વાંચો – રામ મંદિર અને કોંગ્રેસ : એક રાજકીય વિવાદ અને યોજનાબદ્ધ ચાલ!

જાન્યુઆરી 2023માં બીજેપી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક યોજાશે

સૂત્રોએ કહ્યું કે ભાજપા નેતૃત્વ પાસે રાજસ્થાન માટે એક નિશ્ચિત યોજના છે અને પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક પછી આ સંબંધમાં સ્પષ્ટ તસવીર સામે આવશે. બીજેપી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક 16-17 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં યોજાશે. ભાજપના વરિષ્ઠ નેતાઓને આશા છે કે નેતૃત્વ રાજ્ય એકમને પ્રભાવિત કરનારી પહેલીને જલ્દી ઉકેલશે.

ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વને રાજસ્થાનમાં પાર્ટીની સંભાવનાઓમાં વસુંધરા રાજેના મહત્વની ખબર છે. જેથી અલગ-અલગ રીતે મનાવવાનો અક ફોર્મ્યુલા હશે. વસુંધરા રાજેના કેટલાક વફાદારોએ આરોપ લગાવ્યો કે તેમને અત્યાર સુધી ચૂંટણી ગતિવિધિઓથી રાજ્ય ભાજપ દ્વારા બહાર રાખવામાં આવ્યા હતા. રાજે જૂથ એ પણ દાવો કરે છે કે તેમના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સહિત શીર્ષ નેતૃત્વ સાથે સારા સંબંધો નથી એ વાત પાર્ટીના હરિફો દ્વારા બનાવવામાં આવેલી કહાની છે.

વસુંધરા રાજેનું અસહયોગી વલણ

દિલ્હીમાં બીજેપીના એક સૂત્રએ કહ્યું કે જ્યારે રાજ્યના નેતા વસુંધરા રાજેને સાઇડલાઇન કરી રહ્યા હતા તો કેન્દ્રીય નેતાઓએ તેમને સાથે લેવા અને અપમાનિત નહીં કરવા માટે કહ્યું હતું. રાજસ્થાન ભાજપના એક નેતાએ કહ્યું કે રાજ્ય એકમના ઘણા પ્રયત્નો છતા રાજે અસહયોગી રહ્યા છે અને કોર કમિટીની બેઠકો સહિત ઘણા કાર્યક્રમો અને બેઠકોથી દૂર રહ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ