Ayodhya Ram Mandir : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit shah) એ ત્રિપુરા યાત્રા દરમિયાન અયોધ્યામાં બની રહેલા રામ મંદિરને લઈને મોટી જાહેરાત કરી હતી કે, 1 જાન્યુઆરી, 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિર તૈયાર થઈ જશે.
પોતાના સંબોધનમાં કોંગ્રેસ (Congress) પર નિશાન સાધતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, જ્યારથી દેશ આઝાદ થયો છે, ત્યારથી કોંગ્રેસીઓ તેને કાર્ટ કચેરીમાં ફસાવી રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મોદી (PM Modi) જી આવ્યા એક દિવસ સવારે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવ્યો અને મોદીજીએ રામ મંદિરનું ભૂમિપૂજન પૂરું કર્યું અને એ જ દિવસે મંદિરનું નિર્માણ શરૂ કર્યું હતું.
અમિત શાહે કોંગ્રેસ પર શબ્દપ્રહાર કરતા કહ્યું કે, દાયકાઓથી કોંગ્રેસનો રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પ્રત્યે કોઇ સ્પષ્ટ વલણ રહ્યું નથી. તેમજ હિંદુ-મુસ્લિમ સમુદાયના લોકોને ખુશ રાખવામાં પક્ષ ડગમગી ગયો છે, જેને કારણે કોઇ પણ સમુદાયના લોકો કોંગ્રેસને સમર્થન કરવા તૈયાર નથી.
વર્ષ 1980 પહેલાના દાયકાઓથી રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ અદાલતોમાં ચાલતો હતો. ત્યારે RSS અને વિશ્વ હિંદુ પરિષદે સ્વીકાર્યું હતું કે, આ મામલો લોકોની આસ્થા સાથે જોડાયેલા છે. જેને પગલે વર્ષ 1986માં RSS પ્રતિનિધિઓની સભામાં સરકાર સમક્ષ રામ જન્મભૂમિ સ્થળ અને તેની આસપાસની ભૂમિને રામ જન્મભૂમિ ટ્રસ્ટને સોંપવાનો આગ્રહ રાખ્યો હતો. જે અંગે વર્ષ 2022માં ટ્રસ્ટનું નિવેદન સામે આવ્યું કે, ગુજરાતમાં સોમનાથ મંદિરની જેમ પ્રાચીન પરંતુ જર્જરિત રામજન્મભૂમિ મંદિરને પણ તેની જૂની ભવ્યતામાં પુનઃસ્થાપિત કરવાની જરૂર છે.”
ખરેખર તો ભાજપે પણ માની લીધું હતું કે, આ વિવાદ કોર્ટના દાયરાની બહાર છે. એવા સંજોગોમાં વર્ષ 1980માં પાલમપુર પ્રસ્તાવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, આ પ્રશ્નનનું બંને સમૂદાયના લોકો સાથે વિમર્શ કરી નિરાકરણ લાવવું જોઇએ, જો આ સંભવ નથી તો સક્ષમ કાયદા હેઠળ કોઇ પણ કેસ કે દલીલ આ સમસ્યાનો ઉકેલ નથી.
VHP ટીમમાં અશોક સિંઘલે યુપી કોંગ્રેસના ભૂતપૂર્વ નેતા અને મંત્રી દાઉ દયાલ ખન્ના અને ભૂતપૂર્વ આઈપીએસ અધિકારી શ્રીશ ચંદ્ર દીક્ષિતનો સમાવેશ કર્યો હતો. VHPએ રાજીવ ગાંઘી સરકારના અધિકાઓ સાથે ઘણી બેઠક કરી આ મુદ્દાને હલ કરવાના ઘણા પ્રયત્નો હાથ ધર્યા હતા. પરંતુ કોઇ ઉકેલ ના આવ્યો. VHP બાબરી મસ્જિદની તાળાબંધી ખોલવાની પોતાની માંગ પર અડગ રહી હતી.
લાલકૃષ્ણ અડવાણીની આગેવાની હેઠળ ભાજપે “સ્યુડો-સેક્યુલારિઝમ” ના આરોપો સાથે ખુલ્લેઆમ રામ મંદિર આંદોલનમાં જોડાઈને દબાણ વધાર્યું હતું. બાબરી મસ્જિદના તાળા ખોલ્યા પછી સંઘે “જનજાગરણ” ના કાર્યક્રમો દ્વારા મંદિર માટે તેના અભિયાનને વેગ આપ્યો હતો. બારાબંકી અને અલ્હાબાદ (હવે પ્રયાગરાજ) સહિત અનેક સ્થળોએ કોમી રમખાણો થયા હતા.
વર્ષ 1987માં પ્રોવિન્શિયલ આર્મ્ડ કોન્સ્ટેબલરી (PAC) ના કર્મચારીઓએ મેરઠ નજીક હાશિમપુરામાં મુસ્લિમોની હત્યા કરી નાંખી હતી. વીર બહાદુર સિંહ સરકાર પર રામજન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદ પર હિંદુ તરફી લાઇનને મંજૂરી આપવાનો કોંગ્રેસીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો – જે આરોપોને સિંહે નકારી કાઢ્યા હતા.
જૂન1986માં તેમની સરકારે અયોધ્યામાં VHPની રામ જન્મભૂમિ મુક્તિ યજ્ઞ સમિતિના ત્રણ રથ જપ્ત કરી લીધા હતા, પરંતુ 22 નવેમ્બરના રોજ, VHPને ખુશ કરવા માટે તેમને પોલીસ એસ્કોર્ટ હેઠળ લખનઉ મોકલી દીધા હતા. અગાઉ 19 ડિસેમ્બર 1985ના રોજ સિંહે અયોધ્યામાં ત્રણ દિવસીય રામાયણ મેળામાં હાજરી આપી હતી, જે સંતો અને મહંતોનો વાર્ષિક મેળાવડો હતો. જે તેમના પુરોગામી શ્રીપતિ મિશ્રાએ 1982માં શરૂ કર્યો હતો.
કોંગ્રેસ તે સમયે બહુવિધ કટોકટી સામે ઝઝૂમી રહી હતી, જેમાં યુપીમાં તેના સૌથી ઊંચા નેતાઓમાંના એક અને 1980-82 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વીપી સિંહના બળવોનો સમાવેશ થાય છે. જૂન 1988માં,અલ્હાબાદથી લોકસભાની પેટાચૂંટણીમાં વી.પી. સિંહ જીત્યા પછી, રાજીવે વીર બહાદુરને કેન્દ્રીય મંત્રી તરીકે દિલ્હી બોલાવ્યા અને એનડી તિવારીએ ચોથી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
કોગ્રેસને ત્યારે હિજરતનો સામનો કરવો પડી રહ્યો હતો, ઘણા નેતાઓ વી.પી.સિંહ અથવા ભાજપમાં જોડાઇ રહ્યા હતા. વર્ષ 1989માં સંઘે દિલ્હી અને લખનઉ બંને સ્થાને પોતાનું શાસન ગુમાવી દીધું હતું. વડાપ્રધાન વીપી સિંહની સરકારે મુલાયમ સિંહ યાદવની આગેવાની હેઠળની રાજ્ય સરકાર અને VHP સાથે શ્રેણીબદ્ધ ચર્ચાઓ કરી હતી. ભાજપે વી.પી.સિંહ અને મુલાયમ સિંહની સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધા પછી, કોંગ્રેસે દિલ્હીમાં ચંદ્ર શેખરની સરકારને સમર્થન આપ્યું અને યુપીમાં મુલાયમની સરકારને બચાવી હતી. પરંતુ યુપીમાં કોંગ્રેસના દિવસો સમાપ્ત થઈ રહ્યા હતા. મુલાયમે મંદિર પર કડક વલણ અપનાવ્યું અને કોંગ્રેસની લઘુમતી વોટ બેંક પર કબજો કરી લીધો હતો.
બીજેપીના સોશિયલ એન્જિનિયરિંગ પ્રોજેક્ટે કમંડલની રાજનીતિને મંડલ સાથે જોડી દીધી હતી અને 1991ની વિધાનસભા ચૂંટણીમાં, પક્ષએ હિંદુ મતોના એકત્રિકરણ પર 425 વિધાનસભા બેઠકોમાંથી 221 બેઠકો જીતી.
વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ મંદિરના મુદ્દાને ઉકેલવાના પ્રયાસો સફળ થયા નથી. 6 ડિસેમ્બર, 1992ના રોજ બાબરી મસ્જિદનો ધ્વંસ અને ચાર રાજ્યોમાં ભાજપની સરકારોને બરતરફ કરવાથી કોંગ્રેસને કોઈ ફાયદો ન થયો. યુપીમાં ભાજપ અને સપા અને બસપા જેવા પક્ષો વચ્ચે રાજકીય ધ્રુવીકરણ થયું હતું