નાકથી મુકાતી નોઝલ વેક્સીનને મંજૂરી, શું કોવિશિલ્ડ કે કોવેક્સીન લેનાર વ્યક્તિ આ રસી લઇ શકશે? 7 પોઇન્ટમાં જાણો સંપૂર્ણ માહિતી

intranasal Covid vaccine: ભારતમાં હવે ઇન્જેક્શનનું દર્દ સહન કરવાના બદલે નાકથી નોઝલ કોવિડ વેક્સીન (nasal Covid 19 vaccine) મૂકવામાં આવશે. ભારત બાયોટેક (Bharat Biotech) કંપનીએ બનાવેલી ઇન્ટ્રાનાસલ કોવિડ-19 વેક્સીનનું (intranasal Covid vaccine)નામ 'BBV154' છે, જેની માટે Co-Win પ્લેટફોર્મ પરથી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. જાણો કોને, ક્યારથી અને કેવી રીતે આ નોઝલ વેકસીન (nasal vaccine) મૂકવામાં આવશે

Written by Ajay Saroya
December 23, 2022 16:30 IST
નાકથી મુકાતી નોઝલ વેક્સીનને મંજૂરી, શું કોવિશિલ્ડ કે કોવેક્સીન લેનાર વ્યક્તિ આ રસી લઇ શકશે? 7 પોઇન્ટમાં જાણો સંપૂર્ણ માહિતી

કોરોના વાયરસ મહામારી ફરી વાર દુનિયાભરમાં મોતનો તાંડવ કરશે તેવી દહેશત વ્યક્ત કરવામાં આવી રહી છે. આ જીવલેણ મહામારી સામે હાલ સુરક્ષિત રહેવા કોવિડ વેક્સીન જ એક માત્ર ઉપાય છે. અત્યાર સુધીમાં ભારત કોરોના રસી ઇન્જેક્શનથી મૂકવામાં આવતી હતી જે ઘણી પીડાદાયક છે. જો કે હવે લોકો ઇન્જેક્શનનું દર્દ સહન કર્યા વગર કોરોના રસી મૂકાવી શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોવિડ નોઝલ વેક્સીનને મંજૂરી આપી છે. જાણો કોને, ક્યારેથી અને કેવી રીતે આ નોઝલ વેકસીન મૂકવામાં આવશે.

ભારત બાયોટેકની 'ઇન્ટ્રાનાસલ કોવિડ' વેક્સીનને મંજૂરી મળી

કોવિડ-19 સામે આપવામાં આવતી રસીના ડોઝ મેળવવા માટે ઈન્જેક્શન ઉપરાંત અન્ય વિકલ્પને પણ મંજૂરી આપવામાં આવી છે. હવે ટૂંક સમયમાં જ લોકો કોવિડ-19નો પ્રિકોશનનો ડોઝ અથવા બૂસ્ટર ડોઝ સીધા નાક દ્વારા લઈ શકશે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ભારત બાયોટેકની ‘ઇન્ટ્રાનાસલ કોવિડ’ વેક્સીનને ‘બૂસ્ટર’ ડોઝ તરીકે આપવાની મંજૂરી આપી છે.

કોણ નોઝલ વેક્સીન લઇ શકશે

પ્રાપ્ત માહિતી મુજબ, નોઝલ વેક્સીન રસીમાં કોઈ ઈન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવશે નહીં. ભારત બાયોટેકની આ રસી નાક દ્વારા આપવામાં આવશે. નોઝલ વેક્સીન ખાનગી રસીકરણ કેન્દ્રો પર ઉપલબ્ધ હશે અને શુક્રવારે સાંજે વેક્સીનેશન રજિસ્ટ્રેશન પ્લેટફોર્મ Co-Win પર પણ રિલીઝ કરવામાં આવશે. ભારત બાયોટેકની ઇન્ટ્રાનાસલ કોવિડ-19 વેક્સીન ટૂંક સમયમાં રાષ્ટ્રીય કોવિડ રસીકરણ કાર્યક્રમમાં સામેલ થવાની સંભાવના છે. આ ‘BBV154’ વેક્સીનના ‘બૂસ્ટર ડોઝ’ને (કોવિડ-19નો બોસ્ટર ડોઝ) 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે નવેમ્બરમાં ડ્રગ કંટ્રોલર ઑફ ઈન્ડિયા (DCGI) દ્વારા મંજૂર કરવામાં આવી હતી.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી આજે તેમની સાથે બેઠક કરશે

ચીન અને કેટલાક અન્ય દેશોમાં કોરોના સંક્રમણના ઝડપથી વધી રહેલા કેસ વચ્ચે નોઝલ વેક્સીનને મંજૂર આપવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા આજે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે કોવિડ-19 સંબંધિત પરિસ્થિતિ અંગે બેઠક કરશે. નોંધનિય છે કે, ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના સંક્રમણ અંગે બેદરકારી ન દાખવવા બદલ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે મહામારી હજી નાબૂદ થઇ નથી. તેમણે લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવાની પણ અપીલ કરી છે. આ દરમિયાન આરોગ્ય મંત્રાલયે 24 ડિસેમ્બરથી એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જરોનું કોરોના ટેસ્ટિંગ કરવા શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ ચીનમાં બ્લડ અને દવાની અછત, રોજના 5000 મોતનો અંદાજ, 10 પોઈન્ટમાં જાણો ચીનની સ્થિતિ

7 પોઇન્ટમાં જાણો નોઝલ વેક્સીન વિશે

(1) આ કોવિડ વેક્સીનનું પુરું નામ શું છે? -  

નાકથી આપવામાં આવનાર આ કોવિડ વેક્સીનનું નામ BBV154 છે.

(2) નોઝલ વેક્સીનને કોણે મંજૂરી આપી? 

આ નોઝલ કોવિડ વેક્સીનને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) એ આપી છે.

(3) નોઝલ વેક્સીન ક્યાં મળશે? 

આ નોઝલ વેક્સીન શુક્રવારની સાંજે કોરોના વેક્સીન માટેના રજિસ્ટ્રેશન પ્લેટફોર્મ Co-WIN પર ઉપલબ્ધ થશે અને તે મૂકવવા માટે ત્યાંથી જ બુકિંગ કરાવવું પડશે.

(4) નોઝલ વેક્સીન કોણ લઇ શકશે? 

18 વર્ષ કે તેથી મોટી ઉંમરની કોઇ પણ વ્યક્તિ નોઝલ કોવિડ વેક્સીન ‘બૂસ્ટર ડોઝ’ના સ્વરૂપમાં લઇ શકે છે.

(5) નોઝલ વેક્સીન કોણે બનાવી છે? 

આ નોઝલ કોવિડ વેક્સીન ભારતની ફાર્મા કંપની ભારત બાયોટેકે બનાવી છે. આ નોઝલ વેક્સીનના નાકમાં બે ટીપાં નાંખવામાં આવશે. આ વેક્સીનનો ઇમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ કરવાની મંજૂરી અપાઇ છે.

(6) શું કોવિશિલ્ડકે કોવેક્સીન લેનાર લોકો આ વેક્સીન લઇ શકશે? 

અગાઉ જેમણે કોવિશિલ્ડ કે કોવેક્સીનની રસી લીધી છે તેવા લોકો આ નોઝલ કોવિડ વેક્સીનને ‘બૂસ્ટર ડોઝ’ તરીકે લઇ શકે છે.

આ પણ વાંચોઃ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ પેસેન્જરોનું કોવિડ ટેસ્ટિંગ થશે, કર્ણાટકમાં ઘરની અંદર પર ‘માસ્ક’ ફરજિયાત

)7) નોઝલ વેક્સીન કેટલી અસરકારક છે?

ભારત બાયોટેક કંપનીએ દાવો કરયો છે કે આ નોઝલ વેક્સીન ઘણી અસરકારક છે. કારણ કે નાકથી મૂકવામાં આવનાર આ નોઝલ કોવિડ વેક્સીન રોગ પ્રતિકારક શક્તિને મજબૂત કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ