લિઝ મૈથ્યુઃ ભારતીય જનતા પાર્ટી 2024 પહેલા જ લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગી ચૂકી છે. પરંતુ 14 જાન્યુઆરી સુધી કેલેન્ડર અનુસાર અશુભ માલવામાં આવે છે. કમુરતાના સમયગાળા દરમિયાન ભાજપ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય નહીં લે અને કોઈ મોટું આયોજન પણ નહીં કરે. જોકે, ભાજપ પોતાની બેઠકો અને રણનીતિની તૈયારીઓને (Strategy Of BJP For 2024) સરકાર અને સંગઠન બંને સ્તર ઉપર વધારી દીધી છે. મંત્રીમંડળમાં ફેરબદલને લઇને અનુમાનો લગાવવામાં આવી રહ્યા છે. જે સંભવત 2024ની લોકસભા ચૂંટણી પહેલા છેલ્લો ફેરફાર હશે.
આ મોટા કારણે થઈ શકે છે મંત્રીમંડળમાં ફેરફાર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ત્રણ કારણોથી ફેરફાર થવાની સંભાવના છે. જેમાં એક મંત્રિપરિષદ અને સંગઠનમાં જાતિ સંયોજનને સંતુલિત કરવું. બીજું આગામી વિધાનસભા અને પછી 2024ની લોકસભાની ચૂંટણીને સરળ બનાવવું અને ત્રીજું પ્રદર્શન ન કરી શકનાર મંત્રીઓને હટાવીને શિંદે શિવસેના જૂથના નેતાઓને સામેલ કરવાનું છે.
ભાજપ નવ રાજ્યોની તમામ સંસદીય બેઠકો પર સક્રિય
ભાજપ નવ રાજ્યોની તમામ સંસદીય બેઠકો પર સક્રિય છે જ્યાં 2024ની લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી થવાની છે. જ્યારે ભાજપે શરૂઆતમાં દેશભરમાં 140 સંસદીય બેઠકોની ઓળખ કરી હતી જ્યાં તે 2019 માં હારી ગઈ હતી. હવે ભાજપ આ બેઠકો પર વધુ સારી કામગીરી કરવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપે ગયા મહિને જિલ્લા પ્રમુખો સાથે નજીકથી કામ કરવા અને પક્ષને જમીની સ્તરે લઈ જવાના પ્રયાસો કરવા માટે બે બેઠકોનું આયોજન કર્યું છે.
આ પણ વાંચોઃ- આજનો ઇતિહાસ : 3 જાન્યુઆરી ભારતની પ્રથમ મહિલા શિક્ષિકા સાવિત્રીબાઇ ફૂલેની જન્મજયંતિ
અમિત શાહ 11 રાજ્યોની મુલાકાત લેશે
આ સંગઠનાત્મક પ્રયાસના ભાગરૂપે ગૃહમંત્રી અમિત શાહ આ મહિને 11 રાજ્યોની મુલાકાત લેશે. તેઓ 5 જાન્યુઆરીએ ત્રિપુરા, 6 જાન્યુઆરીએ મણિપુર અને નાગાલેન્ડ, 7 જાન્યુઆરીએ છત્તીસગઢ અને ઝારખંડ અને 8 જાન્યુઆરીએ આંધ્રપ્રદેશની મુલાકાત લે તેવી શક્યતા છે. અમિત શાહ 16 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશમાં હશે. આ સિવાય તેઓ પશ્ચિમ બંગાળ, કર્ણાટક, હરિયાણા અને પંજાબની પણ મુલાકાત લેશે.
આ પણ વાંચોઃ- Elections in 2023 : વર્ષ 2023માં યોજનાર વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપ સામેના 7 મુખ્ય પડકારો
સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના તમામ મંત્રીઓની કામગીરીની સમીક્ષા સાથે આગામી ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. પાર્ટીના સૂત્રોએ ટોચ પર ફેરફારોને નકારી કાઢ્યા છે, ખાસ કરીને કર્ણાટકમાં જ્યાં મે પહેલા ચૂંટણી થવાની છે. એક વરિષ્ઠ નેતાએ કહ્યું કે સીએમ બસવરાજ બોમાઈ પાર્ટીનું નેતૃત્વ કરશે, જ્યારે નારાજ બીએસ યેદિયુરપ્પા માર્ગદર્શકની ભૂમિકા ભજવશે. જોકે સંસ્થામાં ફેરફાર થઈ શકે છે.





