લોકસભા ચૂંટણી 2024 : નીતિશ કુમારની અપીલ વચ્ચે, કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોને આપ્યો સ્પષ્ટ સંદેશ

Lok Sabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 માં નીતિશ કુમાર (Nitish Kumar) દ્વારા ત્રિજા મોર્ચા (third front) ના આહવાહન વચ્ચે કોંગ્રેસે (Congress) પ્રાદેશિક પક્ષો (regional parties) ને કહ્યું, ત્રીજા મોર્ચાથી બીજેપી (BJP) -એનડીએ (NDA) ને ફાયદો થશે.

Written by Kiran Mehta
Updated : February 25, 2023 22:08 IST
લોકસભા ચૂંટણી 2024 : નીતિશ કુમારની અપીલ વચ્ચે, કોંગ્રેસે પ્રાદેશિક પક્ષોને આપ્યો સ્પષ્ટ સંદેશ
બિનસાંપ્રદાયિક અને સમાજવાદી દળોની એકતા કોંગ્રેસ પાર્ટીના ભવિષ્યની ઓળખ હશે (ફોટો - સોશિયલ મીડિયા)

Congress Party: કોંગ્રેસ પાર્ટીએ છત્તીસગઢના નયા રાયપુરમાં ચાલી રહેલા સંમેલનના બીજા દિવસે પ્રાદેશિક પક્ષોને સ્પષ્ટ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો, અને કહ્યું કે, ધર્મનિરપેક્ષ પક્ષોએ ભારતીય જનતા પાર્ટીનો સામનો કરવા માટે એક થવાની જરૂર છે. કોંગ્રેસે પણ નિખાલસતાથી કહ્યું હતું કે, ત્રીજા મોરચાના ઉપયોગથી ફક્ત ભાજપ અને એનડીએને જ ફાયદો થશે.

કોંગ્રેસે એવા સમયે આ સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે જ્યારે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કોંગ્રેસને જોડાણ અંગે નિર્ણય લેવાની અપીલ કરી છે અને કેટલાક પ્રાદેશિક પક્ષોને કોંગ્રેસ સિવાયના અન્ય પક્ષો સાથે ત્રીજો મોરચો બનાવવાનો અહેવાલો સામે આવી રહ્યા છે.

કોંગ્રેસે તેની દરખાસ્તમાં જણાવ્યું હતું કે, “બિનસાંપ્રદાયિક અને સમાજવાદી દળોની એકતા કોંગ્રેસ પાર્ટીના ભવિષ્યની ઓળખ હશે. કોંગ્રેસે સમાન વિચારધારાને ઓળખવા, તેમને એકત્રીત કરવા, સંપૂર્ણ શક્તિ લગાવી દેવી જોઈએ.”

ત્રીજા મોર્ચાથી ભાજપ-એનડીએને ફાયદો થશે

તેમણે કહ્યું, “આપણે બિનસાંપ્રદાયિક પ્રાદેશિક દળોને સાથે રાખવા જોઈએ, જે આપણી વિચારધારા સાથે સંમત હોય. સમાન વિચારધારાના આધારે એનડીએ સામે લડવા માટે સંયુક્ત વિરોધની જરૂર છે. ભાજપ અને એનડીએ કોઈપણ ત્રીજા મોર્ચાથી માત્ર લાભ થશે.”

કોંગ્રેસ બિનસાંપ્રદાયિક પાર્ટીઓને સાથે રાખશે

કોંગ્રેસ પાર્ટીના રાજકીય મામલાના વડા વીરપ્પા મોઇલીએ એક રાજકીય સંબંધી પ્રસ્તાવ મુક્યો, જેને મહાધિવેશનમાં પારિત કરવામાં આવ્યો. મોઇલીએ કહ્યું, “અમે 2024 માં કોંગ્રેસના નેતૃત્વ હેઠળ સરકાર બનાવવાની રૂપરેખા આપી છે. અમે બધી બિનસાંપ્રદાયિક પાર્ટીઓને સાથે રાખવાનો પ્રયત્ન કરીશું.”

કોંગ્રેસે પ્રસ્તાવમાં કર્યા વાયદા

કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે, પદનો દુરૂપયોગ કરનારા રાજ્યપાલોને જવાબદાર માનવા જોઈએ. પાર્ટીએ એમ પણ કહ્યું હતું કે, “તે જમ્મુ -કાશ્મીરને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અપાવવાનો અને બંધારણની છઠ્ઠી સૂચિ હેઠળ લદ્દાખને લાવવાનો પ્રયાસ કરશે.” કોંગ્રેસે એમ પણ કહ્યું હતું કે, તે આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવા માટે પ્રતિબદ્ધ છે. પાર્ટીએ કહ્યું કે, જ્યારે તેઓ સરકારમાં આવશે ત્યારે નાગરિકોને સ્વાસ્થ્યનો અધિકાર આપશે. કોંગ્રેસે કહ્યું કે, તે ‘હેટ ક્રાઈમ’ (નફરત ગુના) સામે કાયદો બનાવવા પર જોર આપશે.

આ પણ વાંચોકેન્દ્ર સરકાર અને RSSનો દરેક એજન્સીઓ પર કબ્જો, દોસ્તો માટે દેશ ચલાવી રહ્યા છે પીએમ મોદી, કોંગ્રેસ મહાધિવેશનમાં બોલ્યા સોનિયા ગાંધી

પ્રસ્તાવમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, સરકાર ન્યાયતંત્ર પર હુમલો કરી રહી છે અને કાયદા પ્રધાન પોતે આ હુમલાની આગેવાની કરી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે, ‘નાગરિકો પર સરકારનું નિરીક્ષણ’ અટકાવવા માટે નક્કર ડેટા સલામતી કાયદો ઘડવાની જરૂર છે. આ પ્રસ્તાવમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, કોંગ્રેસ તેની વિચારધારા વિશે સંપૂર્ણપણે સ્પષ્ટ હોવી જોઈએ. રાજકારણના મામલે પ્રસ્તાવમાં, કોંગ્રેસે કહ્યું કે, જ્યારે તેમની સરકાર આવે ત્યારે વૃદ્ધ નાગરિકો માટે ‘જીવન ગૌરવ યોજના’ લાવવામાં આવશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ