લોકસભા ચૂંટણી 2024 : મમતા બેનર્જીએ વિપક્ષી દળોને કરી અપીલ, કહ્યું – લડાઇ સામાન્ય નાગરિકો અને ભાજપ વચ્ચે

lok sabha elections 2024 : મમતા બેનર્જીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, પારસી બધા ધર્મોના લોકોએ ભારતીય લોકતંત્રને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે એકજુટ થવું જોઈએ

Written by Ashish Goyal
March 29, 2023 23:59 IST
લોકસભા ચૂંટણી 2024 : મમતા બેનર્જીએ વિપક્ષી દળોને કરી અપીલ, કહ્યું – લડાઇ સામાન્ય નાગરિકો અને ભાજપ વચ્ચે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી (Express Photo by Partha Paul)

લોકસભા ચૂંટણી 2024માં હજુ વાર છે પણ તમામ વિપક્ષી દળોએ પોતાની તૈયારીઓ અત્યારથી જ શરુ કરી દીધી છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની આ ચૂંટણીમાં દિલ્હીની ખુરશી પર નજર છે. ચૂંટણી રહેલા તેમણે વિપક્ષી દળોને મોટી અપીલ કરી છે. મમતા બેનર્જીએ બુધવારે બધા દળોને 2024ની લોકસભા ચૂંટણીમાં એકજુટ બનીને બીજેપી સામે લડવાનો આગ્રહ કર્યો છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દેશવાસીઓને અપીલ કરતા કહ્યું કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઇસાઇ, પારસી બધા ધર્મોના લોકોએ ભારતીય લોકતંત્રને બચાવવા માટે ભારતીય જનતા પાર્ટીને હરાવવા માટે એકજુટ થવું જોઈએ.

તેમણે કહ્યું કે 2024ની સંસદીય ચૂંટણીમાં દેશના નાગરિકો અને ભાજપા વચ્ચેની લડાઇ રહેશે. રાજ્ય પ્રત્યે કેન્દ્ર સરકારના ભેદભાવપૂર્ણ વલણના વિરોધમાં કોલકાતામાં બે દિવસીય ધરણા શરુ કરનાર તૃણમુલ કોંગ્રેસ પ્રમુખે બીજેપીને દુશાસન ગણાવતા કહ્યું કે તેમણે એલઆઈસી અને એસબીઆઈને વેચીને દેશને બર્બાદ કરી દીધો છે. તેમણે કહ્યું કે ભારતમાં દરેક રાજનીતિક દળને ભાજપા સરકારને હટાવવા માટે એકજુટ થવું જોઈએ. દુશાસન ભાજપને હટાવો અને દેશના સામાન્ય માણસ અને ભારતીય લોકતંત્રને બચાવો.

આ પણ વાંચો – કર્ણાટક વિધાનસભા ચૂંટણી : ભાજપ ફરી સરકાર બનાવશે? જાતિ સમીકરણ કેવા છે?

મમતાના ભત્રીજાએ પીએમ પર કર્યો પ્રહાર

ટીએમસીના વરિષ્ઠ નેતા અને મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક મુખર્જીએ બુધવારે પીએમ નરેન્દ્ર મોદી પર પ્રહાર કર્યો હતો. તેમણે કહ્યું કે જો રાહુલ ગાંધીએ એક સમુદાય વિશે તેમની ટિપ્પણી માટે લોકસભાની સદસ્યતા રદ કરી શકાય તો મહિલાઓની ભાવનાઓને આહત કરવા માટે આ પ્રકારની કાર્યવાહી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે કેમ કરવામાં આવતી નથી.

તેમણે કહ્યું કે મમતા બેનર્જી સામે કટાક્ષ કરીને પ્રધાનમંત્રીએ મહિલાઓની ભાવનાઓને આહત કરી છે. ટીએમસીના મહાસચિવે એક રેલીને સંબોધિત દરમિયાન આ વાત કહી હતી. તેમણે માંગણી કરી છે કે એક જનજાતીય સમુદાયની એક મહિલા મંત્રીનું અપમાન કરવાના મામલામાં વિધાનસભાની સદસ્યતાથી શુભેંન્દુ અધિકારીને અયોગ્ય જાહેર કરવામાં આવે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ