કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી 2023ની તારીખ જાહેર કરવામાં આવી છે, જેમાં 10 મે 2023ના રોજ યોજાશે અને 13 મેના રોજ પરિણામ જાહેર થશે. કર્ણાટકની ચૂંટણીમાં આ વખતે ભાજપે કટ્ટર સ્પર્ધાનો સામનો કરવો પડી શકે છે. દક્ષિણ ભારતમાં એકમાત્ર કર્ણાટક એવું રાજ્ય છે જ્યાં ભાજપની સરકાર છે, ત્યાંની પ્રજાએ 40 વર્ષના ઇતિહાસમાં ક્યારેય સત્તાધારી પક્ષને જનાદેશ આપ્યો નથી.
કર્ણાટકમાં સરકારના તેના બંને કાર્યકાળ – વર્ષ 2008 થી 2013 અને વર્ષ 2019 થી અત્યાર સુધીમાં ભાજપ એકપણ વખત સ્પષ્ટ બહુમતી મેળવી શક્યું ન હતું. પરંતુ આ વખતે એવી આશા રાખવામાં આવી રહી છે, મોદી ફેક્ટર – સત્તા વિરોધી માનસિકતાનો ઇતિહાસ ભૂંસી નાંખશે અને આ વખતની ચૂંટણીમાં 224માંથી 113 બેઠક જીતી શકે છે.
વર્ષ 2018ના ચૂંટણી પરિણામો પર એક નજર
કર્ણાટક વિધાનસભામાં 223 બેઠકો છે. વર્ષ 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 104 બેઠક, કોંગ્રેસે 80, જેડી(એસ)એ 37 અને અન્યો એ 3 બેઠકો જીતી હતી. તે વખતની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ કુલ વોટિંગના 38.14 ટકા વોટ મળ્યા હતા જે વર્ષ 2013ની તુલનાએ 1 ટકા વધારે છે. તો ભાજપને 36.35 ટકા અને જેડી(એસ)ને 18.3 ટકા મત મળ્યા હતા.

તે સમયે ચૂંટણી પરિણામ બાદ કોંગ્રેસ અને JD(S) રાજ્યમાં સરકાર બનાવવા માટે એકસાથે આવ્યા હતા, ભાજપે 17 ધારાસભ્યોને ખેંચી લીધા અને એક વર્ષ પછી ગઠબંધનથી સત્તા બનાવી હત.
વર્ષ 2019ની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત
વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે મોદી ફેક્ટરના ટેકાથી કર્ણાટક રાજ્યની 28માંથી 25 બેઠકો પર જીત મેળવી હતી. કર્ણાટક વિધાનસભામાં વિવિધ રાજકીય પક્ષોની સ્થિતિ પર નજર કરીયે તો ભાજપ પાસે 118 બેઠક, કોંગ્રેસ પાસે 89 બેઠક, જેડીએસ પાસે 32 અને અન્યો પાસે 3 બેઠક છે.
મોદી – શાહ સહિત ભાજપના ટોચના નેતાઓ કર્ણાટકની મુલાકાતે
રાજ્યના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, કર્ણાટકમાં સારું સંગઠન અને ઘણા મજબૂત નેતાઓ ધરાવતી કોંગ્રેસ 13 મેના પરિણામમાં મોટી જીત હાંસલ રાજ્યમાં ફરી સત્તા હાંસલ કરે તેવી આશા રાખે છે. કોંગ્રેસ ભાજપ સામેના ભ્રષ્ટાચારના આક્ષેપોને મોટો મુદ્દો બનાવી રહી છે.
તાજેતરમાં નરેન્દ્ર મોદીથી લઈને અમિત શાહથી લઈને જેપી નડ્ડા સુધીના ભાજપના ટોચના નેતાઓએ કર્ણાટકની મુલાકાત લીધી હતી અને તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભ્રષ્ટાચારના ‘કલંક’ને દૂર કરવા પર કેન્દ્રિત હતો. નેતાઓએ કહ્યું કે, આવી રાજનીતિનો અંત લાવવા માટે ભાજપને સ્પષ્ટ બહુમતી સાથે મત મેળવવો જરૂરી છે.
લિંગાયત સમુદાય ભાજપનો મોટો સમર્થક
કર્ણાટકમાં લિંગાયત સુમદાય – જેમની રાજ્યની કુલ જનસંખ્યામાં 17 ટકા વસ્તી છે અને ઉત્તરના જિલ્લામાં મુખ્ય વસ્તી છે. લિંગાયત સમુદાય 1990ના દાયકાથી ભાજપના મોટા સમર્થક તરીકે જોવામાં આવે છે. તો રાજ્યના દક્ષિણ વિસ્તારમાં પ્રભુત્વ ધરાવતો વોક્કાલિગાસ સમુદાયની રાજ્યમાં 15 ટકા વસ્તી છે અને તે પરંપરાગત રીતે જેડી(એસ)ને સમર્થન આપે છે. રાજ્યની કુલ જનસંખ્યામાં 33 ટકા પછાત છે, જેમાં 15 ટકા દલિ છે. ધાર્મિક રીતે જોઇએ તો અલ્પસંખ્યકોની વસ્તી 12 ટકા છે અને તેમને કોંગ્રેસની વોટ બ્લોક માનવામાં આવે છે, જોકે તેમની વચ્ચે પણ ઘણા મતભેદ પ્રવર્તે છે.
ભાજપની પાસે વર્ચસ્વ ધરાવતા લિંગાયતો ઉપરાંત જ્ઞાતિઓને આકર્ષવાની તક છે. જો કે સમુદાયના દિગ્ગજ નેતા બીએસ યેદિયુરપ્પાનું કદ ઘટાડવામાં આવ્યા બાદ લિંગાયત સમુદાય આ વખતે કોને મત આપવો તે અંગે મૂંઝવણમાં છે.
વર્ષ 2013માં જ્યારે હાલની જેમ તેમની ઉપેક્ષા કરવામાં આવી હતી ત્યારે બીએસ યેદિયુરપ્પાએ પોતાનો અલગ પક્ષ બનાવ્યો હતો. તે સમયે તેમણે 9.79 ટકાથી વધુ વોટ મેળવ્યા અને કોંગ્રેસની જીતને વધાવી હતી. તે વર્ષે જ બોમ્બે-કર્ણાટક પ્રદેશમાં, જે લિંગાયત સમુદાયનો ગઢ ગણાય છે ત્યાં કોંગ્રેસે 50 માંથી 33 બેઠકો જીતી હતી અને તેના પાંચ વર્ષ બાદ ભાજપે 31 બેઠકો મેળવી હતી.

જોકે 2018માં લિંગાયત સમુદાય માટે અલગ ધર્મનો દરજ્જો આપવાની ભલામણ કરીને લિંગાયત મતને પ્રભાવિત કરવાનો કોંગ્રેસનો છેલ્લો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
હાલની જાતિ આધારિત સમીકરણ ઉપરાંત, કોંગ્રેસ સત્તાવિરોધી લહેર અને આંતરિક વિવાદના લીધે જેડી(એસ)ના પતનને કારણે ભાજપના મતોમાં ઘટાડો થવાની ગણતરી કરી રહી છે.
પાછલા એક વર્ષમાં સંઘ પરિવારના વિવિધ પેટા જૂથોએ પણ વિભાજનકારી મુદ્દાઓ મારફતે હિદુત્વના મુદ્દાને ઉત્તેજન આપ્યું છે, જોકે અત્યાર સુધી તેમાં મર્યાદિત સફળતા મળી છે.
ભાજપના ચૂંટણી પૂર્વે જ્ઞાતિ ફેરબદલમાં અનુસૂચિત જાતિના ક્વોટાને 15થી વધારીને 17 ટકા,અનુસૂચિત જનજાતિનો ક્વોટા 3થી વધારીને 7 ટકા કરવાનો, તેમજ લિંગાયત ક્વોટા 5 થી વધારીને 7 ટકા કરવાનો અને વોક્કાલિગાનો ક્વોટા 4 થી વધારીને 6 ટકા, જ્યારે મુસ્લિમો માટે 4 ટકા ક્વોટા દૂર કરવાના વચનો સામેલ છે.