scorecardresearch

કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 તારીખ: 10 મેના રોજ વિધાનસભાની ચૂંટણી યોજાશે, પરિણામ 13 મે આવશે

Karnataka Assembly Election 2023 Schedule: કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023ની તારીખ જાહેર થઈ ગઈ છે. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો. કર્ણાટકમાં 9.17 લાખ નવા મતદારો ઉમેરાયા છે.

Karnataka Assembly Election 2023 Schedule
કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 તારીખ જાહેર

Karnataka Assembly Election 2023 Schedule: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી 10 મેના રોજ યોજાશે અને મત ગણતરી 13 મેના રોજ થશે. ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. કર્ણાટક વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. તે પહેલા ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભાનો કાર્યકાળ 24 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે શું કહ્યું?

નવા મતદારોને જોડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કર્ણાટકમાં 9.17 લાખ નવા મતદારો ઉમેરાયા છે. અમારો ઉદ્દેશ્ય રાજ્યમાં 5.22 કરોડ મતદારો પાસે નિષ્પક્ષ ચૂંટણી કરાવવાનો છે. તેમણે કહયું કે, જેઓ 1 એપ્રિલે 18 વર્ષના થશે તેઓ પણ મતદાન કરી શકશે, તો 80 વર્ષથી વધુ ઉંમરના લોકો ઘરે બેસીને મતદાન કરી શકશે.

તેમણે જણાવ્યું કે, કર્ણાટકમાં રાજ્યની 224 વિધાનસભા મતવિસ્તારોમાં 5,21,73,579 નોંધાયેલા મતદારો છે. તો રાજ્યભરમાં 58,282 મતદાન મથકો ઉભા કરવામાં આવશે.

2018માં શું પરિણામ આવ્યું હતુ?

ઉલ્લેખનીય છે કે, 2018ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌથી વધારે 104 બેઠક જીતી હતી, કોંગ્રેસને 80 અને જેડીએસને 38 સીટો મળી હતી. જ્યારે, KPJP, BSP અને IND એ 1-1 બેઠકો જીતી હતી. ભાજપે સૌથી વધુ બેઠકો જીતી હતી, પરંતુ તેની પાસે બહુમતી નહોતી અને કોંગ્રેસ અને JDSએ ગઠબંધનમાં સરકાર બનાવી હતી. 2019 માં, કોંગ્રેસ અને JD(S) ના 15 ધારાસભ્યોએ રાજીનામું આપ્યું, ત્યારબાદ પેટાચૂંટણીઓ યોજાઈ અને ભાજપે તેની સંખ્યામાં 12 બેઠકો વધારી અને 116 ની બહુમતી સાથે રાજ્યમાં સરકાર બનાવી. હાલના સમયે મુખ્યમંત્રી બસવરાજ બોમાઈના નેતૃત્વમાં કર્ણાટકમાં ભાજપની સરકાર છે.

Web Title: Karnataka assembly elections 2023 date may 10 voting 13 may results

Best of Express