સવિતા કંસવાલે માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ મકાલુ પર 16 દિવસોમાં ફરકાવ્યો હતો તિરંગો, હિમસ્ખલનમાં થયું મોત

Avalanche in Uttarkashi Uttarakhand: સવિતા કંસવાલે મે 2022માં ફક્ત 16 દિવસની અંદર માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ મકાલુ પર્વત પર વિજય મેળવીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો

Written by Ashish Goyal
October 05, 2022 18:09 IST
સવિતા કંસવાલે માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ મકાલુ પર 16 દિવસોમાં ફરકાવ્યો હતો તિરંગો, હિમસ્ખલનમાં થયું મોત
પર્વતારોહી સવિતા કંસવાલનું મોત (Photo Source- ANI)

Avalanche in Uttarkashi Uttarakhand: ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત દ્રોપદી ડાંડા-2 પર્વત શિખર પર હિમસ્ખલનમાં ફસાયેલા આઠ અન્ય પર્વતારોહીયોને બુધવારે ભારત-તિબેટ સીમા પોલીસમાં લાવવામાં આવ્યા છે. આ બધા લોકોને એરલિફ્ટ કરવામાં આવ્યા છે. ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા કુલ 14 લોકોને અત્યાર સુધી બહાર કાઢવામાં આવ્યા છે. બીજી તરફ 26 વર્ષની સવિતા કંસવાલે (Savita Kanswal)હિમસ્ખલનમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

પર્વતારોહી સવિતા કંસવાલનું મોત

આ દુર્ઘટનામાં ઉત્તરકાશીના લોંથરુ ગામની રહેવાસી પર્વતારોહી સવિતા કંસવાલનું મોત થયું છે. સવિતા કંસવાલે મે 2022માં ફક્ત 16 દિવસની અંદર માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ મકાલુ પર્વત પર વિજય મેળવીને નવો રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

તે ફક્ત 16 દિવસમાં માઉન્ટ એવરેસ્ટ અને માઉન્ટ મકાલુ પર્વત પર ચડનારી પ્રથમ ભારતીય મહિલા બની હતી અને એક રાષ્ટ્રીય રેકોર્ડ બનાવ્યો હતો.

આ પણ વાંચો – અરુણાચલ પ્રદેશમાં સેનાનું ચીતા હેલિકોપ્ટર ક્રેશ, દુર્ઘટનામાં એક પાયલટનું મોત

ઘણા ઓછા સમયમાં પોતાનું નામ બનાવ્યું હતું

સંસ્થામાં એક પ્રશિક્ષક, સવિતા કંસવાલે 12 મે ના રોજ માઉન્ટ એવરેસ્ટ (8848 મીટર)પર ચઢાઇ કરી હતી. આ પછી તેણે 28 મે ના રોજ દુનિયાની પાંચમી સૌથી ઉંચી ચોટી માઉન્ટ મકાલુ (8485 મીટર)પર ચઢાઇ કરી હતી. સવિતાએ ઘણા ઓછા સમયમાં પર્વતારોહણના ક્ષેત્રમાં પોતાનું નામ બનાવ્યું હતું. સવિતાએ નેહરુ પર્વતારોહણ સંસ્થાથી એડવાન્સ અને સર્ચ એન્ડ રેસ્ક્યૂ કોર્સ સાથે પર્વતારોહણ પ્રશિક્ષકનો કોર્સ કર્યો હતો. તે સંસ્થાની એક કુશળ પ્રશિક્ષક હતી.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ