નીતિન ગડકરી મુખ્યમંત્રીની કારમાં બેઠા, જાણો ગાડીમાં શું જોઈ ડ્રાઇવર પર ગુસ્સે થઈ ગયા

Nitin Gadkari Interview : નીતિન ગડકરીએ રોડ સેફ્ટી (Road Safety) ને લઈ એક રસપ્રદ કિસ્સો સંભળાવ્યો જેમાં તેમણે મુખ્યમંત્રીની કારમાં ડ્રાઈવરે કરેલા સીટ બેલ્ટના જુગાડની કરી હતી વાત

Written by Kiran Mehta
Updated : December 20, 2022 18:33 IST
નીતિન ગડકરી મુખ્યમંત્રીની કારમાં બેઠા, જાણો ગાડીમાં શું જોઈ ડ્રાઇવર પર ગુસ્સે થઈ ગયા
કેન્દ્રીય ગૃહમંત્રી નીતિન ગડકરી (ફોટો - પ્રેમનાથ પાંડે)

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી ઘણી રસપ્રદ વાતો શેર કરતા રહે છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન રોડ સેફ્ટી અંગે ચર્ચા કરતી વખતે તેમણે જણાવ્યું કે, તેઓ પોતાની કારમાં 4 અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠા હતા. ત્યાં એક વસ્તુ જોઈને તેઓ ચોંકી ગયા હતા. સીટ બેલ્ટ સંબંધિત પ્રશ્નના જવાબમાં ગડકરીએ કહ્યું કે, હું એક વર્ષમાં 4 અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગયો, નામ નહીં લઉં. મારી આદત છે કે, હું કારની આગળની સીટ પર જ બેસુ છુ અને બેસતાની સાથે જ સીટ બેલ્ટ બાંધી લઉં છું, નહીં તો મને અવાજ સંભળાય છે.

નીતિન ગડકરી શું વાત પર ગુસ્સે થયા

‘એજન્ડા આજતક’માં નીતિન ગડકરીએ કહ્યું કે, ‘હું જ્યારે મુખ્યમંત્રીની કારમાં બેઠો અને સીટ બેલ્ટ બાંધવાનું કર્યું ત્યારે મેં જોયું કે તેના પર પહેલેથી જ એક ક્લિપ હતી. મેં તરત જ ડ્રાઇવરને ઠપકો આપ્યો અને પૂછ્યું કે સીટ બેલ્ટ ક્યાં છે, તેણે કહ્યું સાહેબ, તે પાછળ લટકાવવામાં આવ્યો છે. મેં કહ્યું હાલ જ કાઢી લો. જો હું સીટ બેલ્ટ નહીં પહેરું તો કાર નહીં ચાલે. સામાન્ય માણસની વાત છોડો, આ તો મુખ્યમંત્રીની ગાડીની વાત છે.

ગડકરીએ કહ્યું કે, આવી ક્લિપ (સીટ બેલ્ટ ક્લિપ) બજારમાં મળવા લાગી છે, જેને તમે સીટ બેલ્ટની જગ્યાએ લગાવી શકો છો, જેથી અવાજ ન આવે. ઘણા લોકો આ કરવા લાગ્યા છે. આ ઘટના બાદ મેં આદેશ આપ્યો છે કે, આવી ક્લિપ્સ બનાવવી અને વેચવી એ ગુનો ગણાશે.

4 મિત્રો સાથે સ્કૂટર પર સવારી કરતો હતો

નીતિન ગડકરીએ તેમના વિદ્યાર્થી જીવનનો એક કિસ્સો જણાવ્યો હતો કે, તેઓ એક વિદ્યાર્થી નેતા હતા. એ સમયે વિજય સુપર સ્કૂટર આવ્યું હતુ. અમે 4 મિત્રો સ્કૂટર પર બેસતા હતા અને પાછળ બેઠેલો હોય તેને નંબર પ્લેટ હાથ વડે ઢાંકવાનું કહેવામાં આવ્યું હતું જેથી પોલીસ તેને જોઈ ન શકે. મને અત્યારે અફસોસ છે કે, મેં મારી યુવાનીમાં નિયમો તોડ્યા હતા.

‘હું જે કહું તે કરું છું’

નીતિન ગડકરીએ ભૂતકાળમાં ઈન્ડિયન એક્સપ્રેસ કાર્યક્રમ અડ્ડામાં પણ ભાગ લીધો હતો. ત્યારબાદ તેમણે તેમના મંત્રાલયની કામગીરીથી માંડીને સ્ટબલ, પ્રદૂષણ અને ટ્રાફિક જેવા મુદ્દાઓ પર વિગતવાર વાત કરી. ગડકરીએ કહ્યું હતું કે, હું જે કહું છું તે કરું છું, નહીં તો હું કહું નહીં. આગામી બે-ત્રણ મહિનામાં દિલ્હીથી દહેરાદૂન અને હરિદ્વારની મુસાફરી માત્ર બે કલાકમાં થઈ શકશે. સ્ટ્રોમાંથી બાયો વિટામીન બનાવવાનું મશીન પણ લોન્ચ કરવામાં આવનાર છે.

આ પણ વાંચોનીતિન ગડકરી પહોંચ્યા ટીવી ખરીદવા, દુકાનદારને ખબર પડી કે મંત્રી છે, તો બનાવી દીધુ બહાનું, જાણો રસપ્રદ કિસ્સો

અડ્ડામાં, નીતિન ગડકરીએ પણ તેમના આહાર અને જીવનશૈલી વિશે વિગતવાર ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે, કેવી રીતે તેમનું વજન 135 કિલો હતું, જે ઘટીને 89 કિલો થઈ ગયું છે. દરરોજ યોગ અને કસરત કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ