scorecardresearch

નીતિન ગડકરી પહોંચ્યા ટીવી ખરીદવા, દુકાનદારને ખબર પડી કે મંત્રી છે, તો બનાવી દીધુ બહાનું, જાણો રસપ્રદ કિસ્સો

nitin gadkari Express Adda : ધ ઈન્ડિયન એક્સપ્રેસ (the indian express) ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોએન્કા (anant goenka) અને એક્સપ્રેસ અડ્ડામાં નેશનલ ઓપિનિયન એડિટર વંદિતા મિશ્રા (Vandita Mishra) સાથેની વાતચીતમાં નીતિન ગડકરીએ જણાવ્યો એક રસપ્રદ કિસ્સો

નીતિન ગડકરી પહોંચ્યા ટીવી ખરીદવા, દુકાનદારને ખબર પડી કે મંત્રી છે, તો બનાવી દીધુ બહાનું, જાણો રસપ્રદ કિસ્સો
ધ ઈન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડામાં એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોયન્કા અને નેશનલ ઓપિનિયન એડિટર વંદિતા મિશ્રા સાથે નીતિન ગડકરી

કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ તાજેતરમાં જ તેમના ટીવી ખરીદવાનો અનુભવ શેર કર્યો હતો. ધ ઈન્ડિયન એક્સપ્રેસના કાર્યક્રમ એક્સપ્રેસ અડ્ડામાં એક્સપ્રેસ ગ્રુપના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત ગોયન્કા અને નેશનલ ઓપિનિયન એડિટર વંદિતા મિશ્રા સાથેની વાત ચીતમાં તેમણે જણાવ્યું કે, કેવી રીતે દુકાનદારે તેમને ટીવી ન વેચ્યું કારણ કે તેઓ મંત્રી હતા.

જ્યારે નીતિન ગડકરી ટીવી ખરીદવા ગયા હતા

1995ની વાત છે. મહારાષ્ટ્રમાં મનોહર જોશીની સરકાર હતી. નીતિન ગડકરી રાજ્ય સરકારમાં PWD મંત્રી હતા. એ દિવસોમાં તેમને ટીવી ખરીદવું હતું. એક્સપ્રેસ અડ્ડા પર આ ટુચકો શેર કરતાં ગડકરી કહે છે, “હું મલબાર હિલમાં એક ટીવી શોપમાં ગયો હતો. મેં દુકાનદારને કહ્યું કે, મારે ઈન્સ્ટોલેશન ટીવી ખરીદવું છે. મને ટીવી ગમે છે. ત્યારે તેમને ખબર પડી કે હું મંત્રી છું.

મંત્રી હોવાને કારણે ટીવી ન મળ્યું!

નીતિન ગડકરી કહે છે કે, તરત જ તેમને ખબર પડી કે હું મંત્રી છું. તેમણે કહ્યું કે, તમે થોડીવાર રાહ જુઓ, નવો પીસ આવે એટલે હું તમને ટીવી મોકલી આપીશ. હું જતો રહ્યો. પરંતુ તેણે મને ટીવી મોકલ્યું નહીં. ગડકરી કહે છે, “કદાચ દુકાનદારને શંકા હતી કે જો હું ટીવી હપ્તે લઈશ તો મને ખબર નથી કે હું પૈસા આપીશ કે નહીં. મંત્રી પાસેથી હપ્તા વસૂલવામાં મુશ્કેલી પડી શકે છે. આ રીતે નીતિન ગડકરી મંત્રી હોવા છતાં તે સમયે ટીવીથી વંચિત રહ્યા હતા.

આ વાર્તા શા માટે કહેવામાં આવી?

વાસ્તવમાં, કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ ટુચકો વર્ણવ્યો કારણ કે તેનાથી તેમને PPP (જાહેર-ખાનગી ભાગીદારી) મોડેલ પર આધારિત પ્રથમ રોડ પ્રોજેક્ટ (પુણે-ભીવંડી બાયપાસ) શરૂ કરવાની પ્રેરણા મળી હતી.

આ પણ વાંચોનીતિન ગડકરી ઈન્ટરવ્યૂ: ‘ટોયલેટનું પાણી વેચીને વર્ષે 300 કરોડની કમાણી છે’, હવે પરાલીમાંથી બાયો-વિટામિન્સ બનાવાશે’

ગડકરી કહે છે કે, તેમને ટી.વી. ન મળ્યું, પરંતુ અનુભવે એ વિચારવા મજબૂર કર્યો કે, જો લોકો હપ્તે ટીવી કે કાર ખરીદી શકે છે તો રસ્તા અને ટનલ કેમ ન બનાવી શકાય. અમે આ કોન્સેપ્ટ પર કામ કર્યું અને પ્રોજેક્ટને કેન્દ્ર સરકારે મંજૂરી આપી. તે બિલ્ડ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (BOT) પરનો પ્રથમ રોડ પ્રોજેક્ટ હતો અને PPP લોકપ્રિય બની હતી.

Web Title: Nitin gadkari interview express adda the indian express anant goenka vandita mishra

Best of Express