પીએમ નરેન્દ્ર મોદીએ કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી

Vande Bharat Express Train : સ્વદેશી બનાવટની સેમી-હાઈ-સ્પીડ ટ્રેનમાં અત્યાધુનિક સુવિધાઓ છે. જે મુસાફરોને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે

Written by Ashish Goyal
Updated : April 25, 2023 18:42 IST
પીએમ નરેન્દ્ર મોદીએ કેરળની પ્રથમ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી
પીએમ નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી (તસવીર - પીએમ નરેન્દ્ર મોદી ટ્વિટર)

Kerala first Vande Bharat Train : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કેરળની પ્રથમ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી હતી. જે રાજ્યની રાજધાની તિરુવનંતપુરમ અને રાજ્યના ઉત્તરીય શહેર કાસરગોડ વચ્ચે દોડશે. તિરુવનંતપુરમ સેન્ટ્રલ સ્ટેશન પર પીએમ મોદીએ વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી બતાવી. આ પ્રસંગે કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન, કોંગ્રેસના સાંસદ શશિ થરૂર હાજર રહ્યા હતા.

આ ટ્રેન 11 જિલ્લાઓને આવરી લેશે. જેમાં તિરુવનંતપુરમ, કોલ્લમ, કોટ્ટયમ, પથાનમથિટ્ટા, મલપ્પુરમ, કોઝિકોડ, કન્નુર, કાસરગોડ, એર્નાકુલમ, થ્રિસુર અને પલક્કડ સામેલ છે. સ્વદેશી બનાવટની સેમી-હાઈ-સ્પીડ ટ્રેનમાં અત્યાધુનિક સુવિધાઓ છે. જે મુસાફરોને ઝડપી અને વધુ અનુકૂળ મુસાફરીનો અનુભવ પ્રદાન કરશે.

આ પણ વાંચો – BRS’કોંગ્રેસ સાથે ગઠબંધન માટે તૈયાર’, ‘પરંતુ ‘રાહુલ ગાંધી વિપક્ષના ચહેરા તરીકે ન હોવા જોઈએ’

કેરળની બે દિવસીય મુલાકાતે આવેલા પીએમ મોદી મંગળવારે સવારે તિરુવનંતપુરમ પહોંચ્યા હતા. સેન્ટ્રલ રેલવે સ્ટેશન પર ફ્લેગ ઓફ ફંક્શન પહેલા તેમણે ટ્રેનના એક કોચમાં શાળાના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી. વિદ્યાર્થીઓ આમંત્રિત મુસાફરોનો ભાગ હતા.

પીએમ મોદીએ કોચી વોટર મેટ્રો દેશને સમર્પિત કરી હતી. જે દેશમાં આ પ્રકારની પ્રથમ ગણવામાં આવે છે. તેમણે તિરુવનંતપુરમમાં 1,500 કરોડ રૂપિયાનું ડિજિટલ સાયન્સ પાર્કનું શિલારોપણ અને અન્ય કેટલાક પ્રોજેક્ટ્સ પણ લોન્ચ કર્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ