PM Narendra Modi in Rajya Sabha: નેહરુ, ઇન્દિરાનું નામ લઇને પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવાર પર કર્યો પ્રહાર, કહ્યું- 90 વખત પાડી ચૂંટાયેલી સરકારો

PM Narendra Modi Speech : પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું - મે એક રિપોર્ટમાં વાંચ્યું કે 600 સરકારી યોજનાઓ ગાંધી-નેહરુ પરિવારના નામ પર હતી. મને ખબર પડતી નથી કે તેમની પેઢીના લોકો નેહરુને પોતાની સરનેમ કેમ નથી રાખતા, ડર અને શરમની શું વાત છે?

Written by Ashish Goyal
February 09, 2023 18:48 IST
PM Narendra Modi in Rajya Sabha: નેહરુ, ઇન્દિરાનું નામ લઇને પીએમ નરેન્દ્ર મોદીએ ગાંધી પરિવાર પર કર્યો પ્રહાર, કહ્યું- 90 વખત પાડી ચૂંટાયેલી સરકારો
રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદી (YouTube/Sansad TV)

PM Narendra Modi Speech in Rajya Sabha: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવની ચર્ચાનો જવાબ આપતા કોંગ્રેસ પાર્ટી પર નામને લઇને કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોને સરકારની યોજનાઓના નામ અને નામોમાં સંસ્કૃત શબ્દોથી પરેશાન હતી. મે એક રિપોર્ટમાં વાંચ્યું કે 600 સરકારી યોજનાઓ ગાંધી-નેહરુ પરિવારના નામ પર હતી. મને ખબર પડતી નથી કે તેમની પેઢીના લોકો નેહરુને પોતાની સરનેમ કેમ નથી રાખતા, ડર અને શરમની શું વાત છે?

ઇન્દિરા ગાંધીએ 50 વખત આર્ટિકલ 356નો દુર ઉપયોગ કર્યો

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે કઇ પાર્ટી અને સત્તામાં બેઠેલો લોકોએ આર્ટિકલ 356નો દુરઉપયોગ કર્યો? 90 વખત ચૂંટાયેલી સરકાર પાડવામાં આવી, કોણ હતા તે લોકો? એક પ્રધાનમંત્રીએ આર્ટિકલ 356નો 50 વખત ઉપયોગ કર્યો અને તે નામ છે ઇન્દિરા ગાંધી. કેરળમાં કમ્યુનિસ્ટ સરકાર ચૂંટાઇ હતી જેને પંડિત નેહરુએ પસંદ કરી ન હતી અને તેને પાડી દીધી હતી.

આ પણ વાંચો – રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- તમે જેટલો કિચડ ઉછાડશો, અમે તેમાં કમળ ખીલવીશું

પીએમ મોદીએ કહ્યું – કોંગ્રેસે દેશના છ દાયકા બર્બાદ કરી નાખ્યા

પ્રધાનમંત્રીએ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમણે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે કોંગ્રેસે 60 વર્ષમાં દેશમાં મજબૂત પાયો રાખ્યો અને મોદી તેનો શ્રેય લઇ રહ્યા છે. મોદીએ કહ્યું કે જ્યારે 2014માં તે દેશના પ્રધાનમંત્રી બન્યા તો તેમને નજર પડી કે 60 વર્ષમાં કોંગ્રેસના પરિવારે ખાડા જ ખાડા કરી દીધા છે. બની શકે કે તેમનો ઇરાદો નેક હોય પણ તેમણે ખાડા જ ખાડા કરી દીધા છે. જ્યારે તે ખાડા ખોદી રહ્યા હતા તો છ-છ દાયકા બર્બાદ કરી દીધા હતા. તે સમયે દુનિયાના નાના-નાના દેશ પણ સફળતાના શિખરો આંબી રહ્યા હતા, આગળ વધી રહ્યા હતા.

સમયસીમા સાથે અમે 18,000 ગામડામાં વીજળી પહોંચાડી – પીએમ

પ્રધાનમંત્રીએ કહ્યું કે કોઇપણ જ્યારે સરકારમાં આવે છે તો તે દેશ માટે કશુંક વાયદો કરીને આવે છે ફક્ત ભાવનાઓ વ્યક્ત કરવાથી વાત બનતી નથી. વિકાસની ગતિ શું છે, વિકાસનો પાયો, દિશા, પ્રયત્ન અને પરિણામ શું છે આ ઘણો મતલબ રાખે છે. અમારી પ્રાથમિકતા આપણા દેશના નાગરિક હતા જેથી અમે 25 કરોડથી વધારે પરિવાર સુધી ગેસ કનેક્શન પહોંચાડ્યા. તેમાં અમારે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ધન ખર્ચ કરવો પડ્યો. 18,000થી વધારે ગામડા એવા હતા જ્યાં લાઇટ પહોંચી ન હતી. સમયસીમા સાથે અમે 18,000 ગામડામાં વીજળી પહોંચાડી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ