EWS quota: મંડલથી આગળ વધીને લાભાર્થી પોલિટિક્સ પર બીજેપીનો ભાર, જાણો પીએમ નરેન્દ્ર મોદી કેવી રીતે વધારી રહ્યા છે રાજનીતિ કદમ

EWS quota : બીજેપી મંડલ આયોગના સમયથી જ સવર્ણોને અનામત આપવાના પક્ષમાં છે. આ બીજેપી માટે કોઇ નવી વાત નથી

Written by Ashish Goyal
November 08, 2022 16:56 IST
EWS quota: મંડલથી આગળ વધીને લાભાર્થી પોલિટિક્સ પર બીજેપીનો ભાર, જાણો પીએમ નરેન્દ્ર મોદી કેવી રીતે વધારી રહ્યા છે રાજનીતિ કદમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ (ફાઇલ ફોટો)

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી ભાજપા સરકાર અને પાર્ટી બન્નેએ છેલ્લા આઠ વર્ષોમાં કલ્યાણકારી યોજનાઓ અને લાભાર્થીઓની આજુબાજુ પોતાની રાજનીતિને એક પ્રમુખ મુદ્દો બનાવ્યો છે. 103માં સંશોધન પર સુપ્રીમ કોર્ટની મોહર અને ઉચ્ચ જાતિયોમાં સૌથી ગરીબ લોકો માટે 10 ટકા અનામતની મંજૂરી, બન્ને આ મુદ્દાને વધારે મજબૂત કરે છે.

મોદી સરકારે 103માં સંશોધનના માધ્યમથી ગરીબો વચ્ચે કલ્યાયવાદને આગળ વધારી અને મંડલના દાયરાથી હટીને ગરીબોને અનામત આપ્યું છે. મોદી સરકાર પર આરોપ લાગે છે કે પબ્લિક અફેયર્સમાં અલ્પસંખ્યકોની ખોટ છે જ્યારે સરકારનો તર્ક છે કે તેની બધી યોજનાઓ બધા માટે છે. કોઇ વિશેષ જાતિ-ધર્મ માટે નથી.

આ વર્ષે 1 એપ્રિલ સુધી 9 કરોડ ગ્રાહકો વાળી ઉજ્જવલા યોજના હોય કે 26 ઓક્ટોબર સુધી 47.28 કરોડ ખાતાધારકોવાળી પીએમ ધન યોજના, મહામારીના સમયે 80 કરોડથી વધારે લોકોને પ્રતિ મહિના 5 કિગ્રા મફત રાશન વાળી યોજના હોય કે પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી અને ગ્રામીણ બન્ને) અંતર્ગત સ્વીકૃત 3.35 કરોડ ઘર, બીજેપીની નજરમાં આ યોજનાઓ જાતિ અને ધર્મની વિપરિત તેના જરૂરિયાતમંદો માટે છે.

આ પણ વાંચો – EWS અનામતને સુપ્રીમની મોહર, સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયના 10 મહત્વના મુદ્દા

જોકે આ નવું નથી. મંડલ આયોગના સમયથી બીજેપી સવર્ણોને અનામતનો પક્ષ રાખે છે. જૂન 1993માં બેંગલોરમાં પોતાની રાષ્ટ્રીય પરિષદમાં પાર્ટીએ એસસી, એસટી અને ઓબીસી માટે અનામતનું સમર્થન કરવા માટે એક પ્રસ્તાવ પારિત કર્યો અને માંગણી કરી કે સવર્ણોમાં આવતા ગરીબોને પણ 10 ટકા અનામત આપવી જોઈએ.

ઓક્ટોબર 2017માં દિલ્હી હાઇ કોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયધીશ ન્યાયમૂર્તિ જી રોહિણીની અધ્યક્ષતામાં ઓબીસીના ઉપ વર્ગીકરણ માટે એક આયોગનું ગઠન કરવામાં આવ્યું હતું. તેની સાથે રાષ્ટ્રીય ઓબીસે આયોગને સંવૈધાનિક દરજ્જો આપવામાં આવ્યો હતો. રોહિણી આયોગે જાણ્યું કે બધી નોકરીઓ અને શૈક્ષણિક સીટોમાં 97% ઓબીસીના રુપમાં વર્ગીકૃત બધી ઉપજાતિયોમાં ફક્ત 25% ઓબીસી પાસે છે. જ્યારે 983 ઓબીસી સમુદાયોમાં કુલ 37% નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાનોમાં શૂન્ય પ્રતિનિધિત્વ છે.

છેલ્લી યૂપી ચૂંટણીમાં સૌથી પછાત સમુદાયોનું પ્રતિનિધિત્વ કરનાર નાના દળોના નેતાઓને વિધાનસભા ચૂંટણીમાં પ્રાથમિકતા આપવામાં આવી હતી. જેથી નવા જરૂરિયાતમંદોને કલ્યાણકારી લાભ આપવા પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવી રહ્યું છે.

(સ્ટોરી – Shyamlal Yadav)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ