scorecardresearch

EWS Reservation: EWS અનામતને સુપ્રીમની મોહર, સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયના 10 મહત્વના મુદ્દા

EWS Reservation: દેશમાં આર્થિક આધાર પર અનામત ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટ (Supreme Court) ની પાંચ સભ્યોની બેન્ચે મોદી સરકાર (Modi Goverment) નો નિર્ણય માન્ય રાખ્યો. જોકે, મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિત EWS ક્વોટા સાથે ચાલુ રાખવાના નિર્ણય સાથે અસંમત હતા.

EWS Reservation: EWS અનામતને સુપ્રીમની મોહર, સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણયના 10 મહત્વના મુદ્દા
દેશમાં આર્થિક આધાર પર અનામત યથાવત

સુપ્રીમ કોર્ટે (Supreme Court) આર્થિક આધાર પર અનામત (EWS)ને લઈને મોટો નિર્ણય કર્યો છે. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે સમગ્ર મામલે સુનાવણી કરતા 3-2 ચુકાદો આપતાં અનામતને યથાવત રાખ્યું છે. એટલે કે SCએ EWS આરક્ષણને માન્ય ગણ્યું છે. જેને પગલે કેન્દ્ર સરકારને (Modi Goverment)મોટી રાહત મળી છે. ત્યારે સુપ્રીમના EWS નિર્ણય પરના 10 મહત્વના મુદ્દા જે તમારે જાણવા જરૂરી છે તે નીચે દર્શાવવામાં આવ્યા છે.

1.ભારતના મુખ્ય ન્યાયાધીશ યુયુ લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચે આ નિર્ણય પર મોહર લગાવી છે. જોકે, CJI અને ન્યાયમૂર્તિ રવિન્દ્ર ભટ્ટ EWS ક્વોટા સાથે ચાલુ રાખવાના નિર્ણય પર સમંત ન હતા. જ્યારે બાકીના ત્રણ ન્યાયાધીશો – જસ્ટિસ બેલા ત્રિવેદી, જસ્ટિસ દિનેશ મહેશ્વરી અને જસ્ટિસ જેબી પારડીવાલાએ EWSને સમર્થન આપ્યું હતું.

2. ઉલ્લેખનીય છે કે, મોદી સરકારે બંધારણમાં 103માં સુધારા અંતર્ગત વર્ષ 2019માં સંસદમાં EWS આરક્ષણને લઇ કાયદો પસાર કર્યો હતો. જેનો પાર્ટીઓના સાંસદોએ વિરોધ કર્યો હતો.

3. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની ખંડપીઠે આપેલા નિર્ણય પર જસ્ટિસ પાદરીવાલએ પ્રતિક્રિયા આપી છે કે, EWS ક્વોટા સાચો છે અને હું જસ્ટિસ મહેશ્વરી અને જસ્ટિસ ત્રિવેદીના ચુકાદા સાથે સંમત છું. પરંતુ EWS ક્વોટા અનિશ્ચિત સમય માટે ન વધારવો જોઈએ અને જે લોકો આગળ વધી ગયા છે તેમને પીછેહઠ કરી લેવી જોઇએ.

4. ભારતના બંધારણ હેઠળ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં 50% અનામત પ્રાપ્ત છે. જ્યારે 2019માં કેન્દ્ર સરકારે આર્થિક આધાર પર 10 ટકા આપ્યુમ હતુ.

5. ઉલ્લેખનીય છે કે, EWS ક્વોટાને પડકાર આપતી 40 અરજી કોર્ટમાં દાખલ કરાઇ છે. જેમાં એવી દલીલ કરવામાં આવી છે કે EWS ક્વોટા બંધારણીય દૃષ્ટિકોણ પર હુમલો છે.

આ પણ વાંચો: EWS Reservation: દેશમાં આર્થિક આધાર પર અનામત ચાલુ રહેશે, સુપ્રીમ કોર્ટે મોદી સરકારના નિર્ણય માન્ય રાખ્યો

6.નોંધપાત્ર છે કે, યૂપીએ સરકારે માર્ચ 2005માં મેજર જનરલ રિટાયર્ડ એસ.આર. સિન્હા કમિશનની રચના કરી હતી. આ સમિતિએ વર્ષ 2010માં તપાસ રિપોર્ટ સુપરત કર્યો હતો. જેના આધારે EWS રિઝર્વેશન આપવામાં આવ્યું છે.

7. જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટએ EWS અનામતને લઇ નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યુ હતુ કે, બંધારણ સામાજિક ન્યાય સાથે છેડછાડની પરવાનગી આપતું નથી. આ સાથે તેણે કહ્યું હતુ કે, આ અનામત બંધારણના મૂળભૂત માળખા બરાબર નથી. આ ઉપરાંત તેણે કહ્યું હતુ કે, આ આરક્ષણની મર્યાદા ઓળંગવી એ મૂળભૂત માળખાનું ઉલ્લંઘન છે.

8. જ્યારે તમિલનાડુ સરકાર તરફેણથી હાજર વરિષ્ઠ વકીલ શેખર નફાડેએ સુનાવણી દરમિયાન EWS કોટાનો વિરોઘ કર્યો હતો. જે અંતર્ગત તેણે કહ્યું હતુ કે, આર્થિક માપદંડ વર્ગીકરણનો આધાર ક્યારેય ન હોઇ શકે. આ સાથે તેમણે કહ્યું હતું કે ઈન્દિરા સાહની (મંડલ)ના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે પુન:વિચાર કરવો પડશે.

આ પણ વાંચો: PAAS સંગઠન સમેટાઈ ગયું! પાટીદાર આંદોલનના જાણીતા ચહેરાઓ રાજકારણમાં જોડાઈ ગયા

9.તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે અસંમતતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે SCનો ચુકાદો “સામાજિક ન્યાય માટે સદીઓથી ચાલી આવતો સંધર્ષનો એક ઝટકો છે.

10. બીજી તરફ, ભાજપે EWS અનામત પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને આવકાર્યો છે. ભાજપના મહાસચિવ બીએલ સંતોષે કહ્યું કે, બિન અનામત વર્ગો માટે સુપ્રીમ કોર્ટનો નિર્ણય પીએમ મોદીના ગરીબ કલ્યાણની દિશામાં મોટું અને મહત્વનું પગલું છે.

Web Title: Ews reservation continue supreme court upheld modi government decision