જે સ્ટેન્ડ રાહુલ ગાંધી સામે છે, તેના 10 ટકા પણ સરહદ પાર દેખાડો તો ચીનની હિંમત થશે નહીં, બીજેપીના આરોપ પર કોંગ્રેસ પ્રવક્તાનો જવાબ

9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં યાંગત્સેમાં ભારત અને ચીની સેનાના જવાનો વચ્ચે ઝડપ થઇ હતી. આ સમાચારને લઇને આખા દેશમાં હંગામો મચેલો છે

Written by Ashish Goyal
December 17, 2022 21:46 IST
જે સ્ટેન્ડ રાહુલ ગાંધી સામે છે, તેના 10 ટકા પણ સરહદ પાર દેખાડો તો ચીનની હિંમત થશે નહીં, બીજેપીના આરોપ પર કોંગ્રેસ પ્રવક્તાનો જવાબ
રાહુલ ગાંધી (તસવીર - @RahulGandhi)

અરુણાચલ પ્રદેશના તવાંગમાં ભારતીય અને ચીની સૈનિકોની ઝડપ પર પોતાના નિવેદનને લઇને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બીજેપીના નિશાને આવ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા અભય દૂબેએ કહ્યું કે જે સ્ટેન્ડ બીજેપી રાહુલ ગાંધી સામે લઇ રહી છે, જો તેના 10 ટકા પણ સરહદ પર બતાવે તો ચીનની હિંમત થશે નહીં.

ડિબેટમાં કોંગ્રેસ નેતાએ શું કહ્યું

એક ટીવી ડિબેટ દરમિયાન અભય દૂબેએ કહ્યું કે જેટલો તીવ્ર અને તીખો સ્ટેન્ડ આખી ભારતીય જનતા પાર્ટી, ગૃહ મંત્રી, રક્ષા મંત્રી, ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસ સામે લઇ રહ્યા છે, જો તેના 10 ટકા પણ ચીન સામે બતાવે તો તે આ બાજુ આવવાનું બંધ કરી દેશે.

તેમણે કહ્યું કે જે લાલ આંખ વાળા છે, તેમને જો સચ્ચાઇનો અરીસો બતાવે તો તેમનો ચહેરો પીળો અને જીભ કાળી થઇ જાય છે. તે પ્રતિપક્ષી નેતાઓને અપશબ્દો કહેવા લાગે છે.

રાહુલ ગાંધીએ શું કહ્યું હતું

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારે કેન્દ્ર પર આરોપ લગાવ્યો હતો કે ચીન ભારતની સીમા પર યુદ્ધની તૈયારી કરી રહ્યું છે અને ભારત સરકાર ઊંઘી રહી છે. તે ખતરાને નજરઅંદાજ કરવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે એ પણ આરોપ લગાવ્યો કે ચીને 2000 વર્ગ કિલોમીટર ભારતીય ક્ષેત્ર પર કબજો કરી લીધો છે, 20 ભારતીય સૈનિકો શહીદ થયા છે અને અરુણાચલ પ્રદેશમાં આપણા જવાનોની પીટાઇ કરી રહ્યું છે.

આ પણ વાંચો – ભારત જોડો યાત્રા : ચીનના મુદ્દા પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર કર્યો પ્રહાર, કહ્યું – તવાંગના મુદ્દે સરકાર ઊંઘી રહી છે

રાહુલ ગાંધીના આ નિવેદન પછી બીજેપીના ઘણા નેતાઓના નિશાને આવ્યા છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાહુલ ગાંધી પર ચીનના નામે ડર ફેલાવવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે હેરાની વ્યક્ત કરતા કહ્યું કે વિપક્ષી નેતાનો સશસ્ત્ર બળો પરથી વિશ્વાસ ઉઠી ગયો છે.

9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં યાંગત્સેમાં ભારત અને ચીની સેનાના જવાનો વચ્ચે ઝડપ થઇ હતી. આ સમાચારને લઇને આખા દેશમાં હંગામો મચેલો છે. સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ