scorecardresearch

ભારત જોડો યાત્રા : ચીનના મુદ્દા પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર કર્યો પ્રહાર, કહ્યું – તવાંગના મુદ્દે સરકાર ઊંઘી રહી છે

Bharat Jodo Yatra : રાહુલ ગાંધીએ કહ્યું – હું સતત એ વાતને દોહરાવું છું કે ચીન ઘુસણખોરી કરી રહ્યું છે પણ સરકાર આ મુદ્દા પર કશું પણ કહેવા તૈયાર નથી

ભારત જોડો યાત્રાનો (Bharat Jodo Yatra) આજે 100મો દિવસ છે. હાલ યાત્રા રાજસ્થાનમાં છે (Photo- Video grab / @Bharatjodoyatra )
ભારત જોડો યાત્રાનો (Bharat Jodo Yatra) આજે 100મો દિવસ છે. હાલ યાત્રા રાજસ્થાનમાં છે (Photo- Video grab / @Bharatjodoyatra )

Rahul Gandhi on Tawang : ભારત જોડો યાત્રાનો (Bharat Jodo Yatra) આજે 100મો દિવસ છે. હાલ યાત્રા રાજસ્થાનમાં છે. રાહુલ ગાંધીએ આ દરમિયાન મીડિયાને ઘેરામાં લેતા કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યો હતો. રાહુલ ગાંધીએ કહ્યું કે આજે મીડિયા બધા સવાલ પૂછશે સચિન પાયલોટ, અશોક ગેહલોત અને જેટલા પણ સવાલ છે. પણ કોઇ મીડિયા એ સવાલ નહીં પૂછે કે ચીન આપણી જમીન પર સેકડો કિલોમીટર ઘુસીને બેઠું છે. દેશની સરકારે તવાંગ મુદ્દા પર ચુપ્પી સાધેલી છે.

ચીન ઘુસણખોરી કરી રહ્યું છે સરકાર ઊંઘી રહી છે – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે હું સતત એ વાતને દોહરાવું છું કે ચીન ઘુસણખોરી કરી રહ્યું છે પણ સરકાર આ મુદ્દા પર કશું પણ કહેવા તૈયાર નથી. સરહદ પર ઝડપ થઇ રહી છે, સૈનિક શહીદ થઇ રહ્યા છે પણ હિન્દુસ્તાનની સરકાર ચીનના મુદ્દા પરત ઊંઘી રહી છે અને તે વાત સાંભળવા માંગતી નથી. અરુણાચલ અને લદ્દાખની પેલી પાર પુરી તૈયારી છે અને આપણી સરકાર આ વાતને છુપાવે છે. તેને સ્વીકાર કરી શકતી નથી. સરકાર તવાંગ મુદ્દાને નજરઅંદાજ કરી રહી છે.

નેતા અને જનતા વચ્ચે ખતમ થાય દૂરી – રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ એક વિચારધારા છે જેને ખતમ કરી શકાય નહીં. અમે કોઇનાથી ડરતા નથી. પોતાની વિચારધારાને ફરીથી દેશની બનાવવાના ઉદ્દેશ્યથી અમે યાત્રા શરુ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે બીજેપી આ દેશમાં નફરત અને અરાજકતા ફેલાવવાનું કામ કરી રહી છે. આજકાલ મને લાગે છે કે નેતાઓ અને જનતા વચ્ચે દૂરી ઘણી વધી ગઇ છે. મેં વિચાર કર્યો હતો કે આ દૂરીને ખતમ કરવી જોઈએ. આ ફિઝિકલી દૂરી નથી, આ દર્દની દૂરી છે જેને પાસે પહોંચીને જ સમજી શકાય છે. યાત્રાનો ઉદ્દેશ્ય પણ આ હતો.

આ પણ વાંચો – ભારત માટે 2023ના વર્ષને ઘણું ખતરનાક માને છે આરબીઆઈના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન, જાણો કેમ

કોંગ્રેસ પોતાના રસ્તા પર પરત ફરી રહી છે – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કરે મીડિયામાં સામાન્ય નાગરિક વિશે કશું પણ લખાતું નથી પણ વિરાટ કોહલી, ઐશ્વર્યા રાય અને સેલિબ્રિટીઓને લઇને જ સમાચાર બતાવે છે. લોકો પાસે જઇને તેમની સમસ્યાઓ સાંભળવા પર એક અલગ અનુભવ મળે છે. હું એ નથી કહેતો કે કોંગ્રેસ પાર્ટીએ ભૂલ નથી કરી, કોંગ્રેસ પાર્ટીએ પણ ભૂલ કરી હતી. જોકે હવે તે પોતાના રસ્તે પરત ફરી રહી છે. જે દિવસે કોંગ્રેસ પોતાના રસ્તે પરત ફરી તે દિવસે તેને કોઇ રોકી શકશે નહીં.

દેશના લોકોમાં ઘણો પ્રેમ છે – રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ કહ્યું કે હું લગભગ 2800 કિલોમીટરની યાત્રા કરી ચુક્યો છું અને આ દરમિયાન એક વાત જોવા મળી કે લોકોમાં ઘણો પ્રેમ છે. બીજેપી અને આરએસએસ દેશમાં નફરતનો માહોલ ફેલાવી રહી છે. મેં પોતાની યાત્રા દરમિયાન અનુભવ કર્યો કે નીચેના લોકોમાં ઘણો પ્રેમ અને ભાઇચારો છે. જેને નફરતમાં બદલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મીડિયા પણ તેમાં તેમનો સાથ આપી રહ્યું છે.

Web Title: Rahul gandhi said china threat cant be ignored they are preparing for war

Best of Express