Rahul Gandhi Talks With Former RBI Governor Raghuram Rajan: રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર રઘુરામ રાજને કહ્યું કે દેશ માટે આગામી 2023નું વર્ષ ઘણું ખતરનાક રહેવાનું છે. તેમના મતે આર્થિક રીતે આગામી વર્ષ વર્તમાન વર્ષ કરતા વધારે મુશ્કેલ રહેવાનું છે. કારણ કે દુનિયામાં વિકાસ ધીમો થઇ રહ્યો છે. લોકો વ્યાજ દરો વધારતા જઈ રહ્યા છે. તેવાથી વિકાસમાં ઘટાડો થયો છે. ભારત પણ ચપેટમાં આવવાનું છે. ભારતીય વ્યાજદરો વધ્યા છે પણ નિર્યાત ઘણી ધીમી રહી છે. ભારતની મોંઘવારીની સમસ્યા, કમોડિટીની મોંઘવારીની સમસ્યા વધારે છે. જેથી મને લાગે છે કે જો આપણે આગામી વર્ષે 5% વિકાસ કરીશું તો આપણે નસીબવાળા રહીશું. બુધવારે ભારતીય રિઝર્વ બેંકના પૂર્વ ગર્વનર રઘુરામ રાજન રાહુલ ગાંધી સાથે ભારત જોડો યાત્રામાં સામેલ થયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી સાથે વાતચીત ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.
રાજને કહ્યું- આપણે વિકાસનું સાચું આકલન કરવું પડશે
રઘુરામ રાજને કહ્યું કે વિકાસ સંખ્યાની સાથે સમસ્યા એ છે કે તમારે સમજવું પડશે કે તમે તેમાં શું આંકી રહ્યા છો. જો પાછલા વર્ષે એક ભયાનક તિમાહી હતી અને તમે તેના સંબંધમાં માપ કરી રહ્યા છો તો તમે ઘણા સારા દેખાઇ રહ્યા છો. આદર્શ રુપમાં તમે જે કરો છો તે મહામારીથી પરે છે. જો આપણે 2019ની સરખામણીમાં 2022 જોઇએ તો આ લગભગ 2 ટકા પ્રતિ વર્ષ છે. આ આપણા માટે ઘણું ઓછું છે.
આ પણ વાંચો – ભારતમાં 2022માં ગુગલ પર આ 10 લોકોને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા, જાણો કોણ-કોણ છે સામેલ
નિમ્ન મધ્યમ વર્ગને સખત ચોટ પહોંચી છે
રઘુરામ રાજનનું કહેવું છે મહામારી મોટી સમસ્યા હતી. ભારતનો વિકાસ દર તે પહેલા ધીમો પડી રહ્યો હતો. આપણે 9 ટકાથી 5 ટકા પર આવી ગયા હતા. આપણે વાસ્તવમાં એવા સુધાર કર્યા નથી જે વિકાસ કરે. મહામારીથી નિમ્ન મધ્યમ વર્ગની નોકરી ચાલી ગઇ છે. વધતી બેરોજગારી અને વ્યાજ દરોમાં વધારાએ તેમની સખત ચોટ પહોંચાડી છે.
ભારત જોડો યાત્રા દરમિયાન જ્યારે રાહુલ ગાંધીએ વાતચીતમાં તેમને પૂછ્યું કે કેટલાક પૂંજીપતિઓના હાથમાં જ પૈસા છે. તો તેમણે કહ્યું કે અમે પૂંજીવાદની વિરુદ્ધ નથી. જોકે આપણે પ્રતિયોગિતા કે સ્પર્ધાથી લડવું પડે છે. આપણે મોનોપોલી ના થાય તે જોવું પડે.