scorecardresearch

ગુડબાય 2022 : ભારતમાં 2022માં ગુગલ પર આ 10 લોકોને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા, જાણો કોણ-કોણ છે સામેલ

Google Search 2022 : ગુગલે 2022ના વર્ષમાં ભારતમાં સૌથી વધારે સર્ચ થનાર ટોપ-10 વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કર્યું, તમને જણાવી રહ્યા છીએ કે આ વર્ષે ગુગલ સર્ચમાં આ લોકોને સૌથી વધારે સર્ચ કેમ કરવામાં આવ્યા

ગુડબાય 2022 : ભારતમાં 2022માં ગુગલ પર આ 10 લોકોને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા, જાણો કોણ-કોણ છે સામેલ
સુસ્મિતા સેન સાથે લલિત મોદી. બીજેપીની પૂર્વ નેતા નૂપુર શર્મા

Google’s Year In Search 2022: 2022નું વર્ષ પુરુ થવાને થોડા દિવસોની વાર છે અને નવા વર્ષનો પ્રારંભ થવાની તૈયારી છે. આ દરમિયાન ગુગલે 2022ના વર્ષમાં ભારતમાં સૌથી વધારે સર્ચ (Google Search 2022)થનાર વ્યક્તિઓનું લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં બીજેપીની પૂર્વ નેતા નૂપુર શર્મા, અમેરિકન અભિનેત્રી એમ્બર હર્ડ, ભારતના રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂ, ટિકટોકર અંજલિ અરોરા, બોલિવૂડ અભિનેત્રી સુષ્મિતા સેન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે સામેલ છે. તમને જણાવી રહ્યા છીએ કે આ વર્ષે ગુગલ સર્ચમાં આ લોકોને સૌથી વધારે સર્ચ કેમ કરવામાં આવ્યા છે.

નૂપુર શર્મા

નૂપુર શર્મા એક ભારતીય રાજનેતા છે અને જૂન 2022 સુધી ભારતીય જનતા પાર્ટીની નેશનલ પ્રવક્તા હતી. જૂન 2022માં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ પર એક ન્યૂઝ ચેનલ પર ડિબેટ શો દરમિયાન હજરત મહંમદ પયગંબર સાહેબ પર કરવામાં આવેલી ટિપ્પણીઓને લઇને પાર્ટીએ તેને સસ્પેન્ડ કરી હતી. દેશ અને વિદેશમાં પણ ઘણો વિવાદ થયો હતો. આ વિવાદના કારણે તે ગુગલ સર્ચમાં ટ્રેન્ડમાં નંબર 1 રહી છે.

રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂ

દ્રોપર્દી મુર્મૂ ભારતના રાષ્ટ્રપતિ છે. તે દેશના પ્રથમ પ્રથમ આદિવાસી રાષ્ટ્રપતિ બન્યા છે. તે પ્રતિભા પાટિલ પછી બીજા મહિલા રાષ્ટ્રપતિ છે. આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ બનતા તેમના વિશે બધા લોકો જાણવા ઉત્સુક હતા. જેના કારણે Google Trends 2022 સૌથી વધારે સર્ચ થનાર વ્યક્તિઓમાં રાષ્ટ્રપતિ દ્રોપર્દી મુર્મૂ સામેલ છે.

ઋષિ સુનક

લિઝ ટ્રસના રાજીનામા પછી 2022માં ભારતીય મૂળના ઋષિ સુનક ઇંગ્લેન્ડના પ્રથમ હિન્દુ પ્રધાનમંત્રી બન્યા હતા. સુનક ભારતીય મૂળના છે પણ તેમનો જન્મ બ્રિટનમાં થયો છે. ઇંગ્લેન્ડમાં ભારતીય મૂળના ઋષિ સુનક પીએમ બનતા ભારતમાં ટ્રેન્ડમાં રહ્યા હતા. ગુગલ પર તેમના વિશે સર્ચ કરવામાં આવ્યું હતું.

લલિત મોદી

આઈપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદી કોઇના કોઇ કારણોસર ચર્ચામાં રહે છે. આ વર્ષમાં બોલિવૂડની ફેમસ અભિનેત્રી સુષ્મિતા સેન સાથે રિલેશનશિપને લઇને ચર્ચામાં રહ્યા હતા. લલિત મોદીએ એક ટ્વિટ કરીને સુષ્મિતા સેન સાથે સગાઇની જાહેરાત કરી હતી.તેમણે બન્નેની સાથે તસવીરો પણ શેર કરી હતી. જેના કારણે આ વર્ષે તે ગુગલ સર્ચમાં સૌથી વધારે સર્ચ કરનારમાં ચોથા સ્થાને આવ્યા છે.

સુષ્મિતા સેન

સુષ્મિતા સેન બોલિવૂડની ફેમસ અભિનેત્રીઓમાંથી એક છે. આ વખતે સુષ્મિતા સેન આઈપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદી સાથે રિલેશનશિપના કારણે ચર્ચામાં રહી હતી. લલિત મોદીએ એક ટ્વિટ કરીને સુષ્મિતા સેન સાથે સગાઇની જાહેરાત કરી હતી. જેના કારણે આ વખતે ટ્રેન્ડમાં રહી છે. સુષ્મિતા પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપના કારણે પણ ચર્ચામાં રહી હતી.

આ પણ વાંચો – નીતિન ગડકરી પહોંચ્યા ટીવી ખરીદવા, દુકાનદારને ખબર પડી કે મંત્રી છે, તો બનાવી દીધુ બહાનું, જાણો રસપ્રદ કિસ્સો

અંજલિ અરોડા

ટિકટોકર અંજલિ અરોડા પોતાના ઇન્સ્ટાગ્રામ પર ડાન્સિંગ રિલ્સ બનાવીને પોસ્ટ કરે છે. અંજલિના સોશિયલ મીડિયા હેન્ડલ પર 10 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. અંજલિ ફેમસ ગીત કચ્ચા બદામ પર પોતાના લિપ સિંક વીડિયો પછી સોશિયલ મીડિયામાં હિટ થઇ ગઇ હતી. અંજલિનું નામ એક એમએમએસ લીકમાં પણ આવ્યું છે. તેણે રિચાલિટી શોમાં ભાગ લીધો હતો. જેના કારણે તે આ વર્ષે ટ્રેન્ડમાં રહી છે.

અબ્દુ રોઝિક

અબ્દુ રોઝિક એક તાજિક ગાયક, બ્લોગર અને બોક્સર છે. બિગ બોસ 16માં આવ્યા પછી તેને ઘણી પ્રસિદ્ધિ મળી હતી. મૂળ તજાકિસ્તાનના અબ્દુને દુનિયામાં સૌથી નાનો ગાયક માનવામાં આવે છે. તે ગ્રોથ હાર્મોનથી ગ્રસ્ત છે. જેના કારણે 19 વર્ષની ઉંમરનો હોવા છતા તેનામાં એક બાળક જેવા ગુણ છે. તેના ઇન્સ્ટાગ્રામમાં 6.3 મિલિયન ફોલોઅર્સ છે. આ વખતે તે ગુગલ સર્ચમાં રહ્યો છે.

એકનાથ શિંદે

શિવસેનામાંથી બળવો કરીને મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ લાવી દેનાર એકનાથ શિંદે આ વખતે ઘણા ચર્ચામાં રહ્યા છે. શિવેસેનામાંથી અલગ પાર્ટી બનાવીને મહારાષ્ટ્રમાં ભાજપા સાથે સરકાર બનાવી છે. એકનાથ શિંદે હાલ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી છે. તે આ વર્ષે ઘણા ચર્ચિત ચહેરા રહ્યા છે.

પ્રવિણ તાંબે

અનુભવી લેગ સ્પીનર પ્રવિણ તાંબેએ 41 વર્ષની ઉંમરમાં આઈપીએલમાં ડેબ્યૂ કરીને નવો ઇતિહાસ બનાવ્યો હતો. આ વર્ષે બાયોપિક ‘કૌન પ્રવીણ તાંબે?’ડિઝ્ની પ્લઝ હોટસ્ટાર પર રિલીઝ થઇ હતી. જેમાં શ્રેયસ તલપડેએ અભિનય કર્યો હતો. આ ફિલ્મના કારણે પ્રવિણ તાંબે ગુગલ સર્ચમાં નવમાં નંબરે આવ્યા છે

એમ્બર હર્ડ

અમેરિકન અભિનેત્રી એમ્બર હર્ડ 2022માં ગુગલમાં સૌથી વધારે સર્ચ થનાર સેલિબ્રિટીમાં સામેલ છે. એમ્બર હર્ડ પોતાના એક્સ પતિ ફિલ્મ પાઇરેટ ઓફ કેરેબિયન સિરીઝના અભિનેતા જોની ડેપ સામે હાઇ પ્રોફાઇલ માનહાનિના કેસના કારણે ચર્ચામાં રહી હતી. અભિનેતા જોની ડેપ અને એમ્બર હર્ડ 2022ની શરૂઆતથી જ પોતાના કેસના કારણે ટ્રેન્ડમાં રહ્યા છે. ભારતમાં એમ્બર આ વર્ષે ગુગલ સર્ચમાં ટ્રેન્ડ કરતી રહી હતી.

Web Title: Top 10 googles most searched people in india