ત્રિપુરા વિધાનસભા ચૂંટણી : ત્રિપુરાની લડાઇમાં ‘રાજા’ બની શકે છે કિંગમેકર, બીજેપી અને કોંગ્રેસ માટે કેવી રીતે પડકાર બની રહ્યા છે પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્મા

Tripura Assembly Elections 2023 : જો ત્રિપુરામાં કોઇ પાર્ટીને બહુમત નહીં મળે તો દેબબર્મા કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે, ત્રિપુરાની 60 વિધાનસભા સીટો માટે ચૂંટણી 16 ફેબ્રુઆરીએ થશે

Written by Ashish Goyal
Updated : February 22, 2023 17:57 IST
ત્રિપુરા વિધાનસભા ચૂંટણી : ત્રિપુરાની લડાઇમાં ‘રાજા’ બની શકે છે કિંગમેકર, બીજેપી અને કોંગ્રેસ માટે કેવી રીતે પડકાર બની રહ્યા છે પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્મા
ત્રિપુરાના પૂર્વવર્તી માણિક્ય રાજવંશના વંશજ પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્મા (તસવીર - pradyotmanikya ઇન્સ્ટાગ્રામ)

Tripura Assembly Elections 2023: ત્રિપુરાની વિધાનસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ ટક્કર વધી રહી છે. છેલ્લા કેટલાક સમયથી રાજનીતિક સમીકરણ ઝડપથી બદલાયા છે. ટિપરા મોથા (TIPRA Motha Party)જે ફક્ત બે વર્ષ પહેલા પાર્ટી બની હતી, આજે તે બીજેપી, કોંગ્રેસ અને સીપીઆઈ (એમ)જેવા રાષ્ટ્રીય દળો માટે સીધો પડકાર બની ગઇ છે. ત્રિપુરાના પૂર્વવર્તી માણિક્ય રાજવંશના વંશજના રૂપમાં પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્મા (Pradyot Kishore Manikya Debbarma)પોતાની વ્યક્તિગત અપીલ પર આદિવાસીઓના મોટા નેતાના રુપમાં ઉભર્યા છે. જો ત્રિપુરામાં કોઇ પાર્ટીને બહુમત નહીં મળે તો દેબબર્મા કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે.

ઝડપથી વધી રહ્યો છે ટિપરા મોથાનો જનાધાર

બુબગરાના રાજા પ્રદ્યોત કિશોર માણિક્ય દેબબર્મા બુધવારે ત્રિપુરાના ગોમતી જિલ્લામાં અનુસૂચિત જનજાતિયો માટે અનામત એક વિધાનસભા ક્ષેત્ર અમ્પીનગરના એક મેદાનમાં જનસભા કરી રહ્યા હતા. આ દરમિયાન તે માઇક પર શશશ…જ બોલે છે અને હજારોની ભીડમાં સન્નાટો છવાઇ જાય છે. દેબબર્માની દરેક રેલીમાં ચુપ રહેવાની સોચી સમજેલી રણનીતિ અંતર્ગત જોવામાં આવી રહી છે. આદિવાસી સમુદાય ત્રિપુરાની વસ્તીમાં લગભગ 30 ટકા છે. રાજ્યની કુલ 60 સીટોમાંથી 20 સીટો આદિવાસીયો માટે અનામત છે.

કેવી રીતે બદલ્યા સમીકરણ

ત્રિપુરામાં 2 વર્ષ પહેલા સુધી આઠથી વધારે આદિવાસી દળ હતા. પ્રદ્યોતના પ્રવેશે આ લડાઇને બે સુધી સિમિત કરી દીધા છે. મોથા અને ઇંડીજેનસ પીપુલ્સ ફ્રન્ટ ઓફ ત્રિપુરા (આઈપીએફટી) ઘણા પક્ષપલટા છતા ટકેલો છે. 2018ની વિધાનસભા ચૂંટણી પછી 60 સીટો વાળા સદનમાં ભાજપના 33 સભ્યો છે. જેમાં આઇપીએફટીના 4, સીપીઆઈ (એમ)ના 13 અને કોંગ્રેસનો 1 સભ્ય સામેલ છે. બાકી સીટો ખાલી છે.

આ પણ વાંચો – રાજ્યસભામાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું- તમે જેટલો કિચડ ઉછાડશો, અમે તેમાં કમળ ખીલવીશું

કોણ છે પ્રદ્યોત માણિક્ય દેબબર્મા

ટિપરા મોથા પાર્ટીના અધ્યક્ષ પ્રદ્યોત માણિક્ય દેબબર્મા શાહી પરિવારમાંથી આવે છે. તૈ ઓપચારિક રીતે રાજા છે. તેમના પિતા કિરીટ બિક્રમ કિશોર દેબબર્મા અને માતા બિભુ કુમારી દેવી છે. 4 જુલાઇ 1978ના રોજ પ્રદ્યોત માણિક્ય દેબબર્માનો જન્મ દિલ્હીમાં થયો હતો અને હાલ તે અગરતલામાં રહે છે. તેમનું બાળપણ શિલોંગ, મેઘાલય અને ત્રિપુરાના મહેલોમાં વિત્યું છે. પ્રદ્યોતે શિલોંગમાં અભ્યાસ કર્યો છે.

કોંગ્રેસને મળી શકે છે પડકાર

પ્રદ્યોત બે વર્ષ પહેલા કોંગ્રેસથી અલગ થયા હતા. ત્યારે તે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ હતા પણ 2019માં નાગરિકતા સંશોધન અધિનિયમ (સીએએ) પર મતભેદોને લઇને પ્રદ્યોતે મોથા પાર્ટીની સ્થાપના કરી હતી. પાર્ટીએ ગ્રેટર તિપ્રાલેન્ડની માંગણીને લઇને 2021ના આદિવાસી પરિષદ ચૂંટણીમાં જીત મેળવી છે. મોથા પાર્ટી હવે 42 વિધાનસભા સીટો પર ચૂંટણી લડી રહી છે. પ્રદ્યોતના ગ્રેટર તિપ્રાલેન્ડને છેલ્લા બે વર્ષમાં ત્રિપુરા, મિઝોરમ, અસમ અને બાંગ્લાદેશના કેટલાક ભાગમાં રહેતા આદિવાસીઓ માટે એક પ્રસ્તાવિત રાજ્યના રૂપમાં રજુ કર્યું છે. ત્રિપુરાની 60 વિધાનસભા સીટો માટે ચૂંટણી 16 ફેબ્રુઆરીએ થશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ