પ્રયાગરાજમાં બીજેપી નેતાના પુત્ર પર બોમ્બથી હુમલો, CCTVમાં કેદ થઇ ઘટના, જુઓ વીડિયો

Uttar Pradesh: બીજેપી નેતાનો 20 વર્ષીય પુત્ર વિધાન સિંહ પોતાની કારમાં બેઠો હતો. તે સમયે બે બાઇકસવાર આવીને તેેની કાર પર બોમ્બ ફેંક્યો હતો

Written by Ashish Goyal
April 07, 2023 18:10 IST
પ્રયાગરાજમાં બીજેપી નેતાના પુત્ર પર બોમ્બથી હુમલો, CCTVમાં કેદ થઇ ઘટના, જુઓ વીડિયો
પ્રયાગરાજમાં બીજેપી નેતાના પુત્ર પર બોમ્બથી હુમલો (તસવીર - સોશિયલ મીડિયા)

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં બીજેપી નેતા પર બોમ્બથી હુમલો થયો છે. પ્રયાગરાજ પોલીસે શુક્રવારે મીડિયાને જણાવ્યું કે અજાણ્યા બાઇક સવાર લોકોએ સ્થાનીક ભાજપા નેતા વિજય લક્ષ્મી ચંદેલના પુત્ર પર શહેરની એક કોલોનીમાં કાર પર દેશી બોમ્બ ફેંક્યો હતો.

પોલીસના મતે વિજય લક્ષ્મી ચંદેલનો 20 વર્ષીય પુત્ર વિધાન સિંહ પોતાની કારમાં બેઠો હતો. તે સમયે કેટલાક લોકોએ તેના પર બોમ્બ ફેંક્યો હતો. ઝુંસીના થાણા પ્રભારી વૈભવ સિંહે જણાવ્યું કે વિધાન સિંહ હુમલામાં બાલ-બાલ બચી ગયો છે. જ્યારે હુમલાખોર સ્થળ પરથી ફરાર થઇ ગયા છે. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. સીસીટીવી વીડિયોમાં જોવા મળે છે કે સફેદ રંગની સફારી કાર રસ્તા પર ઉભી છે. સામેથી બે બાઇકસવાર આવે છે અને બે બોમ્બ ગાડીના કાચ પર ફેંકે છે. જેથી જોરદાર ધમાકો થાય છે અને ધુમાડો ઉડે છે. આ પછી હુમલાખોર ભાગી જાય છે. તેમણે મો પર રુમાલ બાંધેલો હતો. આ કારમાં વિધાન સિંહ બેઠો હતો.

આ પણ વાંચો – અમૃતપાલ સિંહ ભારત પરત ફરતા પહેલા જ્યોર્જિયા ગયો હતો, ભિંડરાવાલે જેવો દેખાવવા માટે કરાવી હતી સર્જરી

પોલીસે કહ્યું કે શિવમ યાદવ અને તેના કેટલાક સહયોગીઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. એફઆઈઆરમાં રહેલા લોકોના ઘરો પર છાપેમારી કરવામાં આવી રહી છે.

વિધાન સિંહે પોલીસને જણાવ્યું કે તેનો કોન્સ્ટેબલના પુત્ર સાથે વિવાદ થયો હતો. આ પછી કોન્સ્ટેબલ અને તેનો પુત્ર ભાજપા નેતાના ઘરે ગયા હતા અને માફી માંગી હતી.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ