Delhi Capitals vs Kolkata Knight Riders Highlights, IPL 2024, આઈપીએલ 2024 દિલ્હી વિ કોલકાતા સ્કોર : સુનીલ નારાયણ (85)અને રઘુવંશીની અડધી સદી (54) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કોલકાતા નાઇટ રાઇડર્સે આઈપીએલ 2024માં દિલ્હી કેપિટલ્સ સામે 106 રને વિજય મેળવ્યો છે. કેકેઆરે 20 ઓવરમાં 7 વિકેટે 272 રન બનાવ્યા હતા. જવાબમાં દિલ્હીની ટીમ 17.2 ઓવરમાં 166 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. કેકેઆરે સતત ત્રીજો વિજય મેળવ્યો છે. જ્યારે દિલ્હીનો ત્રીજો પરાજય થયો છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
કોલકાતા નાઇટ રાઇડર્સ : ફિલિપ સોલ્ટ, સુનીલ નારાયણ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.
દિલ્હી કેપિટલ્સ : પૃથ્વી શો, ડેવિડ વોર્નર, મિશેલ માર્શ, ઋષભ પંત (કેપ્ટન), ટ્રિસ્ટન સ્ટબ્સ, અક્ષર પટેલ, સુમિત કુમાર, રસિક દાર સલામ, એનરિચ નોર્તજે, ઈશાંત શર્મા, ખલીલ અહેમદ.





