Ind Vs Aus: ઇન્દોર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો નવ વિકેટથી ઓસ્ટ્રિલયા સામે પરાજય, કેપ્ટન રોહિત શર્માનું નિવેદન

ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાને નવ વિકેટે હરાવ્યું છે. આ પછી ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પ્રતિક્રિયા આપી છે.

Written by mansi bhuva
March 03, 2023 14:22 IST
Ind Vs Aus: ઇન્દોર ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો નવ વિકેટથી ઓસ્ટ્રિલયા સામે પરાજય, કેપ્ટન રોહિત શર્માનું નિવેદન
રોહિત શર્મા ફાઇલ તસવીર

ઇંદોરમાં રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારત ઓસ્ટ્રેલિયા સામે શરમજનક હાર બાદ ક્રિકેટર રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું છે. ટેસ્ટ મેચ બાદ પત્રકાર પરિષદ યોજાઇ હતી. જેમાં ટીમ ઇન્ડિયાને ત્રીજી ટેસ્ટ મેચ સંબંધિત સવાલ કરવામાં આવ્યા હતાં.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ પોતાના નિવેદનમાં કહ્યું કે,પાકિસ્તાન સિવાય દરેક જગ્યાએ ટેસ્ટ મેચનું પરિણામ 5 દિવસ પહેલા આવી ગયું છે. પાકિસ્તાનમાં 5 દિવસ રમ્યા બાદ પણ પરિણામ અણનમ આવ્યું હતું. અમે ટેસ્ટ મેચોને પાકિસ્તાનની જેમ બોરિંગ બનાવવા માંગતા નથી, અમે ટેસ્ટ મેચને રસપ્રદ બનાવવા માંગીએ છીએ.

વધુમાં રોહિત શર્માએ કહ્યું હતું કે, જ્યારે તમે ટેસ્ટ મેચ હારો છો તો ખામિઓ કાઢવામાં આવે છે. અમે પહેલી પારીમાં વધુ રન બનાવ્યા ન હતા.જ્યારે ઓસ્ટ્રેલિયા પાસે 90(88) ની લીડ હતી. આવા સ્થિતિમાં અમારે બલ્લેબાજીમાં વધુ સારું પ્રદર્શન કરવાનું હતું, પરંતુ અમે તે કરી શક્યા નહીં.

આ ઉપરાંત શર્માએ પોતાના નિવેદનમાં કહ્યું કે, કોઇ પણ સીરિઝ ખેલતા પહેલાં અમે રણનીતિ તૈયાર કરીએ છીએ કે ક્યા પ્રકારની પિચ રમવા માંગીએ છીએ. એ અમારો પરસ્પર નિર્ણય હતો કે, અમે એ પ્રકારની વિકેટો પર આ મેચ રમવા માંગતા હતા. તેથી મને લાગે છે કે, બેટ્સમેનો પર દબાણ બનાવી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયાએ ચાર ટેસ્ટ મેચની શ્રેણીની ત્રીજી મેચમાં ટીમ ઇન્ડિયાને નવ વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાએ શ્રેણીમાં વાપસી કરી લીધી છે.

આ પણ વાંચો: ભારત વિ. ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ : ટીમ ઇન્ડિયા 163 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 76 રનનો પડકાર

ભારતે પ્રથમ દાવમાં 109 રન બનાવ્યા

ભારતે પ્રથમ દાવમાં 109 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 197 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવના આધારે 88 રનની લીડ મળી હતી. આ પછી ભારતીય ટીમ બીજા દાવમાં 163 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેને 75 રનની લીડ બનાવી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયાને ટેસ્ટ જીતવા માટે 76 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જવાબમાં કાંગારૂ ટીમે 18.5 ઓવરમાં એક વિકેટે 78 રન બનાવીને મેચ જીતી લીધી હતી. હવે બંને દેશો વચ્ચે ચોથી ટેસ્ટ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ