scorecardresearch

ભારત વિ. ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ : ટીમ ઇન્ડિયા 163 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 76 રનનો પડકાર

India vs Australia 3rd Test : ચેતેશ્વર પૂજારાના 59 રન, નાથન લાયને 64 રન આપી 8 વિકેટ ઝડપી

ભારત વિ. ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ : ટીમ ઇન્ડિયા 163 રનમાં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 76 રનનો પડકાર
India vs Australia, 3rd Test – ભારત વિ. ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ

નાથન લાયનની શાનદાર બોલિંગની (8 વિકેટ)મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામે બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં પકડ મજબૂત બનાવી લીધી છે. બીજા દિવસે ભારત બીજી ઇનિંગ્સમાં 163 રનમાં ઓલઆઉટ થઇ ગયું છે. જેથી ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 76 રનનો પડકાર મળ્યો છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ દાવમાં 88 રનની લીડ મળી હતી. નાથન લાયને 64 રન આપી 8 વિકેટ ઝડપી હતી.

પૂજારા સિવાય અન્ય બેટ્સમેનો ફ્લોપ

બીજા દાવમાં પણ ટીમ ઇન્ડિયાએ ખરાબ શરૂઆત કરી હતી. શુભમન ગિલ 5, રોહિત શર્મા 12 રને આઉટ થતા ભારતે બન્ને ઓપનર્સ 32 રનમાં ગુમાવી દીધા હતા. વિરાટ કોહલી (13) અને રવિન્દ્ર જાડેજા (7) પણ સસ્તામાં આઉટ થતા ભારતે 78 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. પૂજારા અને શ્રૈયસ ઐયર 35 રનની ભાગીદારી કરી બાજી સંભાળવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે ઐયરને 26 રને સ્ટાર્કે આઉટ કરી આ જોડી તોડી હતી. કેએસ ભરત ખાસ કમાલ ન કરી શકતા 3 રને આઉટ થયો હતો. અશ્વિને 16 રને લાયનનો ઓવરમાં એલબી આઉટ થયો હતો. ચેતેશ્વર પૂજારાએ એક છેડો જાળવી રાખતા અડધી સદી ફટકારી છે. જોકે તે 59 રન બનાવી લાયનનો શિકાર બન્યો હતો.

ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 197 રનમાં ઓલઆઉટ, 88 રનની લીડ

ઓસ્ટ્રેલિયાએ બીજા દિવસની શરૂઆત 4 વિકેટે 156 રનથી કરી હતી. પીટર હેડ્સકોમ્બ 19 અને કેમરૂન ગ્રીન 21 રને આઉટ થયા હતા. આ પછી ઉમેશ યાદવ અને અશ્વિનના તરખાટ સામે ઓસ્ટ્રેલિયા 197 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. પ્રથમ દાવમાં 88 રનની લીડ મેળવી હતી. બીજા દિવસે 41 રનમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ, જ્યારે ઉમેશ યાદવ અને અશ્વિને 3-3 વિકેટ ઝડપી હતી.

આ પણ વાંચો – જસપ્રીત બુમરાહની સર્જરી થશે, 5 મહિના ક્રિકેટથી રહેશે દૂર? પ્રાર્થના કરો કે વર્લ્ડ કપમાં રમી શકે

પ્રથમ દાવમાં ભારત 109 રનમાં ઓલઆઉટ

ભારતીય ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ફક્ત 109 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધારે 22 રન બનાવ્યા હતા. આ સિવાય શુભમન ગિલે 21, કેએસ ભરતે 17, ઉમેશ યાદવે 17 અને રોહિત શર્મા-અક્ષર પટેલે 12-12 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી મેથ્યુ કુહનેમને સૌથી વધારે 5 વિકેટો ઝડપી હતી. નાથન લાયનને 3 અને મુર્ફીને 1 વિકેટ મળી હતી.

Web Title: India vs australia live score updates 3rd test day

Best of Express