IND vs AUS Test Series Schedule: ઓસ્ટ્રેલિચાની ક્રિકેટ ટીમ ચાર મેચની ટેસ્ટ શ્રેણીની સાથે-સાથે ત્રણ મેચની એક દિવસીય શ્રેણી માટે ભારતના પ્રવાસે આવી છે. બન્ને ટીમો વચ્ચે 42 દિવસમાં 7 મેચ રમાશે. ટેસ્ટ શ્રેણી દરમિયાન ટીમ ઇન્ડિયા ત્રીજી વખત બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (Border Gavaskar Trophy) જીતવાની આશા કરી રહી છે. ટીમ ઇન્ડિયા હાલ બીજા સ્થાને છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પોતાનું સ્થાન નક્કી કરવા પ્રયત્ન કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચ નાગપુર, ધર્મશાળા, દિલ્હી અને અમદાવાદમાં રમાશે. ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ગુરુવારે 9 ફેબ્રુઆરીથી શરુ થશે.
ભારત વિ. ઓસ્ટ્રેલિયાનો કાર્યક્રમ
| તારીખ | મેચ | સ્થળ |
| 9 ફેબ્રુઆરી | પ્રથમ ટેસ્ટ | નાગપુર |
| 17 ફેબ્રુઆરી | બીજી ટેસ્ટ | દિલ્હી |
| 1 માર્ચ | ત્રીજી ટેસ્ટ | ધર્મશાળા |
| 9 માર્ચ | ચોથી ટેસ્ટ | અમદાવાદ |
| 17 માર્ચ | પ્રથમ વન-ડે | મુંબઇ |
| 19 માર્ચ | બીજી વન-ડે | વિશાખાપટ્ટનમ |
| 22 માર્ચ | ત્રીજી વન-ડે | ચેન્નાઇ |
મેચોનું લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર થશે
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ટેસ્ટ મેચ સવારે 9.30 કલાકે શરૂ થશે. જ્યારે વન-ડે મેચ બપોરે 1.30 કલાકે શરૂ થશે. બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ શ્રેણીની લાઇવ સ્ટ્રીમિંગ Disney+ Hotstar App અને સ્ટાર સ્પોર્ટ્સ પર જોવા મળશે.
આ પણ વાંચો – આર અશ્વિન કે રવિન્દ્ર જાડેજા નહીં આ બોલરથી ડરી રહ્યું છે ઓસ્ટ્રેલિયા, ફૂટેજ જોઇને કરી રહ્યું છે તૈયારી
ઓસ્ટ્રેલિયા સામે 2 ટેસ્ટ માટે પસંદ થયેલી ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઇશાન કિશન, કેએસ ભરત, આર અશ્વિન, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.
ઓસ્ટ્રેલિયાની ટીમ
પેટ કમિન્સ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મારનસ લાબુશેન, ઉસ્માન ખ્વાજા, મેથ્યુ રૈનશો, સ્ટિવ સ્મિથ, એલેક્સ કેરી, કેમરુન ગ્રીન, એશ્ટન એગર, સ્કોટ બોલેન્ડ, પીટર હેડ્સકોમ્બ, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, મિચેલ સ્ટાર્ક, મિચેલ સ્વેપસન, નાથન લિયોન, લાન્સ મોરિસ, ટોડ મર્ફી.





