ભારત વિ. શ્રીલંકા: વિરાટ કોહલીએ રજા માંગી પસંદગીકારોનું કામ કર્યું આસાન, વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનને મળી શકે છે એન્ટ્રી

INDIA vs SRI LANKA : રોહિત શર્મા હજુ ઇજામાંથી પુરી રીતે બહાર આવી શક્યો નથી. જેથી તેને પણ આ શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. કેએલ રાહુલની રજા પહેલા જ સ્વીકારી લેવામાં આવી છે

Written by Ashish Goyal
December 27, 2022 19:18 IST
ભારત વિ. શ્રીલંકા: વિરાટ કોહલીએ રજા માંગી પસંદગીકારોનું કામ કર્યું આસાન, વર્લ્ડ કપ જીતાડનાર કેપ્ટનને મળી શકે છે એન્ટ્રી
શ્રીલંકા સામેની શ્રેણીમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવી શકે છે (તસવીર - ટ્વિટર)

INDIA vs SRI LANKA: ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી 3 વન-ડે અને 3 ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની હજુ જાહેરાત થઇ નથી. એવામાં સમાચાર આવી રહ્યા છે કે વિરાટ કોહલીએ આ શ્રેણી માટે રજાની માંગણી કરી છે. જો વિરાટ કોહલીને રજા આપવામાં આવશે તો પસંદગીકારોનું કામ વધારે આસાન થઇ જશે. એક એવા પણ સમાચાર છે કે અંડર-19 વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન યશ ઢૂલને (Yash Dhull) આ શ્રેણીમાં તક મળી શકે છે.

વિરાટ કોહલીને મળી શકે છે રજા

ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે વિરાટ કોહલીએ આ શ્રેણી માટે રજા માંગી છે. જો વિરાટ કોહલીને આરામ આપવામાં આવશે તો પસંદગીકારોનું કામ આસાન બની જશે. રોહિત શર્મા હજુ ઇજામાંથી પુરી રીતે બહાર આવી શક્યો નથી. જેથી તેને પણ આ શ્રેણીમાં આરામ આપવામાં આવી શકે છે. કેએલ રાહુલની રજા પહેલા જ સ્વીકારી લેવામાં આવી છે. આ વખતે પસંદગીકાર કેટલાક નવા ખેલાડીઓને તક આપવાનું મન બનાવી રહ્યા છે. આવામાં હાર્દિક પંડ્યાને ફરી એક વખત કેપ્ટન બનાવવામાં આવશે.

આ પણ વાંચો – ભારતીય ક્રિકેટર્સ માટે વ્યસ્ત રહેશે 2023નું વર્ષ, જાણો આખા વર્ષનો કાર્યક્રમ

યશ ઢુલને મળી શકે છે તક

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે યશ ઢુલનો આ શ્રેણીમાં સમાવેશ કરી શકાય છે. રવિન્દ્ર જાડેજાની ઇજા પર પસંદગીકાર ચર્ચા કરશે. વન-ડે શ્રેણી માટે રોહિત શર્મા અને વિરાટ કોહલીની વાપસી થઇ જશે. આ વર્ષે ભારતમાં વન-ડે વર્લ્ડ કપ રમાવાનો છે. આવામાં ભારતીય ટીમના પ્રમુખ ખેલાડીનો વન-ડેમાં સમાવેશ કરાશે. આ શ્રેણીમાં બુમરાહની વાપસી થઇ શકે છે.

શ્રીલંકા સામેની શ્રેણી માટે ચેતન શર્માની અધ્યક્ષતાવાળી પસંદગી સમિતિ જ ટીમની પસંદગી કરશે. આ દરમિયાન પસંદગીકર્તા બધા ખેલાડીઓની ઇજા વિશે પણ ચર્ચા કરશે. રવિન્દ્ર જાડેજા, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ, દીપક ચાહર, મોહમ્મદ શમીની ઇજાની સ્થિતિ શું છે સ્થિતિ તેને પણ ધ્યાનમાં રાખશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ