Gujarat Titans vs Mumbai Indians Qualifier 2 Match : શુભમન ગિલના 129 રન બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2023માં ક્વોલિફાયર-2 ના મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 62 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 3 વિકેટે 233 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ 18.2 ઓવરમાં 171 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે સતત બીજી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ મુંબઈ ઇન્ડિયન્સના અભિયાનનો અંત આવ્યો છે. ગુજરાત હવે રવિવારને 28 મે ના રોજ ચેન્નઇ સુપર કિંગ્સ સામે ફાઇનલ મુકાબલો રમશે.
બન્ને ટીમો આ પ્રકારે છે
મુંબઈ ઇન્ડિયન્સ : રોહિત શર્મા (કેપ્ટન), ઇશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમરુન ગ્રીન, તિલક વર્મા, ટીમ ડેવિડ, પીયુષ ચાવલા, ક્રિસ જોર્ડન, આકાશ મધવાલ, જેસોન બેહરેનડોર્ફ, કુમાર કાર્તિકેય.
ગુજરાત ટાઇટન્સ : ઋદ્ધિમાન સાહા, શુભમન ગિલ, સાઇ સુદર્શન, વિજય શંકર, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા, રાશિદ ખાન, મોહમ્મદ શમી, મોહિત શર્મા, નૂર અહમદ.