Mumbai Indians (મુંબઈ ઈન્ડિયન્સ) : સુકાની રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશન જેવા સ્ટાર પ્લેયર સાથે જોડાયેલી બેટિંગ લાઇન અપ, જોફ્રા આર્ચર અને જ્યે રિચર્ડસન જેવા ડેથ બોલરોના મજબૂત પેસર સાથે મુંબઈ ઇન્ડિયન્સને આગામી IPLમાં એક મજબૂત ટીમ બનાવે છે. જોકે 2022ની સિઝનમાં પાંચ વખતની IPL ચેમ્પિયનનો નિરાશાજનક દેખાવ રહ્યો હતો. તેમણે 14 મેચમાંથી માત્ર ચારમાં જીત મેળવી હતી. જેથી સૌથી નીચેના ક્રમે રહ્યા હતા. આ વર્ષે ટીમ બાઉન્સ બેક કરવા અને સુકાની રોહિત શર્માની આગેવાની હેઠળ છઠ્ઠી વખત રેકોર્ડબ્રેક ટ્રોફી જીતવા પર ધ્યાન આપશે. ટુર્નામેન્ટની 16મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સને કોલકાતા નાઈટ રાઈડર્સ, રાજસ્થાન રોયલ્સ, દિલ્હી કેપિટલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ સાથે ગ્રુપ-એ માં રાખવામાં આવ્યા છે. 2008થી 2012 સુધી મુંબઈ ઇન્ડિયન્સ માત્ર એક IPL ફાઇનલમાં પ્રવેશી હતી, જ્યાં ધોનીની આગેવાની હેઠળની CSK સામે પરાજય થયો હતો. જોકે આ પછી રોહિત શર્માએ સુકાની તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને 2013થી 2020 સુધી રેકોર્ડ બ્રેક 5 IPL ટાઇટલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. વર્ષોથી મુંબઈ ઈન્ડિયન્સ મજબૂત વિદેશી ખેલાડીઓને લાવવા અને તેમને ફેવરિટ બનાવવા માટે જાણીતું છે. પરંપરાને ચાલુ રાખીને મેનેજમેન્ટે આ વર્ષની હરાજીમાં ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડી કેમેરુન ગ્રીન અને ઝાય રિચાર્ડસનને ખરીદ્યા હતા.Read More