DC vs GT Playing 11: ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જંગ, કેન વિલિયમસનના સ્થાને કોણ? જાણો સંભવિત ટીમ

IPL 2023 DC vs GT: આઇપીએલ 2023 મહા જંગમાં દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે ટક્કર થશે.

Written by Ajay Saroya
Updated : April 04, 2023 14:26 IST
DC vs GT Playing 11: ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે જંગ, કેન વિલિયમસનના સ્થાને કોણ? જાણો સંભવિત ટીમ
IPL 2023 : ગુજરાત ટાઇટન્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે ટક્કર

IPL 2023 DC vs GT: આઇપીએલ 2023 ની સાતમી અને દિલ્હીની પહેલી મેચ માટે દિલ્હીનું અરૂણ જેટલી સ્ટેડિયમ તૈયાર છે. દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અહીં મંગળવારે ટક્કર થશે. અમદાવાદ ખાતે રમાયેલી પ્રથમ મેચ જીત્યા બાદ ગુજરાત ટાઇટન્સ ફોર્મમાં છે જ્યારે દિલ્હી પોતાની પહેલી મેચ હારી ચુક્યું છે. મંગળવારે સાંજે રમાનાર મેચને લઇને બંને ટીમો એકબીજાને ટક્કર આપવા માટે સજ્જ છે.

આઇપીએલ 2022 ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ ટીમે આઇપીએલ 2023 ના પ્રારંભે પણ હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં ચેન્નઇ સુપર કિંગ્સને હરાવી પોતાનો ડંકો વગાડ્યો છે. ગુજરાત ટાઇટન્સની ટીમ હાલમાં જોરદાર ફોર્મમાં જોવા મળી રહી છે જ્યારે દિલ્હીની ટીમ એક મેચ હારી ચુક્યું છે. લખનૌ સુપર જાયન્ટ્સ સામેની પ્રથમ મેચમાં દિલ્હીનો પરાજય થયો હતો.

ડેવિડ વોર્નર એન્ડ કંપની આજે ગુજરાતને હરાવવા માટે પોતાના હોમ ગ્રાઉન્ડ પર મેદાને ઉતરશે. દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતેની આઇપીએલ 2023 સિઝનની આ પહેલી મેચ હશે. ચેન્નઇને હરાવ્યા બાદ ગુજરાત ફોર્મમાં છે પરંતુ ચેન્નઇ સામેની મેચ બાદ ગુજરાતને એક મોટા ખેલાડીની ખોટ પડી છે.

કેન વિલિયમસન ઇજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થયો છે. બાઉન્ડ્રી પર કેચ પકડવા જતાં વિલિયમસન ઇજાગ્રસ્ત થયો હતો. વિલિયમસનની ગેરહાજરીને લીધે ગુજરાત ટાઇટન્સમાં પ્લેઇંગ ઇલેવનમાં ફેરબદલ થશે. કહેવાઇ રહ્યું છે કે, વિલિયમસનને સ્થાને ડેવિડ મિલર ટીમમાં આવી શકે છે.

ગુજરાત ટાઇટન્સ ટીમ

શુભમન ગિલ, રિધ્ધિમાન સાહા, વિજય શંકર, હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવટીયા, રાશિદ ખાન, અલ્જારી જોસેફ, જોશ લિટિલ, મોહમ્મદ શમી, યશ દયાલ કે સાઇ સિદર્શન

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ