hardik pandya : વર્લ્ડ કપ 2023માં ઈજાના કારણે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ ગયેલો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આઈપીએલ 2024માં પોતાની જૂની ટીમ મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોવા મળશે. છેલ્લા 4 મહિનાથી ક્રિકેટથી દૂર રહેલા હાર્દિક પંડ્યાએ તાજેતરમાં જ ડીવાય પાટીલ ટી-20 કપથી મેદાન પર વાપસી કરવામાં સફળ રહ્યો હતો. જ્યાં હાર્દિકે બોલથી સારું પ્રદર્શન કર્યું હતું. હાર્દિકે પ્રથમ મેચમાં જ 2 વિકેટ ઝડપીને બતાવી દીધું કે તે વાપસી માટે તૈયાર છે.
હાર્દિક પંડ્યાએ આપ્યો આવો જવાબ
આ દરમિયાન હાર્દિક પંડ્યાએ સ્ટાર સ્પોર્ટસના કાર્યક્રમમાં તેના પર્ફોમન્સ અંગે ઉઠેલા સવાલોના જવાબ આપ્યા હતા. તેણે સ્ટાર સ્પોર્ટ્સ ના એક શો મુંબઇ ઇન્ડિયન્સ સાથે સીધા જનતા સાથેની વાતચીતમાં ભાગ લીધો હતો. આ દરમિયાન પ્રશંસકોએ હાર્દિકને ઘણા રસપ્રદ સવાલો પૂછ્યા હતા. આ દરમિયાન હાર્દિકને આઈપીએલમાં તેની કુલ અડધી સદી વિશે એક સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં તેણે કહ્યું હતું કે સદી અને અડધી સદી તેના માટે માત્ર એક સંખ્યા છે.
આ પણ વાંચો – આઈપીએલમાં કોહલી સાથે થયેલી લડાઇમાં નવીન ઉલ હકે ખોલ્યું રહસ્ય, જણાવ્યું કેવી રીતે થઇ હતી ઝઘડાની શરૂઆત
આંકડા માત્ર એક નંબર છેઃ હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ આ સવાલના જવાબમાં કહ્યું કે હું 50 કે 100માં વિશ્વાસ કરતો નથી, મારા માટે આંકડા માત્ર એક નંબર છે અને તે સમયની બર્બાદી છે. હાર્દિકને આઈપીએલમાં તેની ફેવરિટ અડધી સદી વિશે પૂછવામાં આવ્યું હતું. જેના જવાબમાં હાર્દિક પંડયાએ કહ્યું હતુ કે મને મારી તે ઈનિંગ્સ પસંદ નથી જ્યાં અમે હારી ગયા હતા. એક ચાહકે 2020માં રાજસ્થાન રોયલ્સ સામે હાર્દિકના 21 બોલમાં 60 રનનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ પંડ્યાએ તેને પણ ફગાવી દીધી હતી.
આઈપીએલમાં 2000થી વધુ રન અને 53 વિકેટ
આઈપીએલમાં હાર્દિક પંડ્યાએ કુલ 123 મેચ રમી છે જેમાં તેણે 30.38ની એવરેજ અને 145થી વધુની સ્ટ્રાઇક રેટથી 2309 રન બનાવ્યા છે. આ ઉપરાંત હાર્દિકના નામે 53 વિકેટ પણ છે. વળી, રોહિતની કેપ્ટનશીપમાં ટીમ ચેમ્પિયન બની ત્યારે હાર્દિક પંડ્યા પાંચ વખત મુંબઈ ઈન્ડિયન્સની ટીમનો ભાગ બની ચૂક્યો છે.





