IPL 2024 : ઋષભ પંત સહિત આ 5 ભારતીય ખેલાડીઓની થશે વાપસી, ગત સિઝનમાં 3 કેપ્ટન મેદાન બહાર થયા હતા

IPL 2024 : આઈપીએલ 2024 ઘણી ખાસ રહેવાની છે. રિષભ પંત, જસપ્રિત બુમરાહ, શ્રેયસ અય્યર અને રજત પાટીદાર આઇપીએલ 2023માં રમ્યા ન હતા. તો કેએલ રાહુલ 9 મેચ બાદ ઈજાગ્રસ્ત થયો હતો.

Written by Ajay Saroya
March 13, 2024 21:18 IST
IPL 2024 : ઋષભ પંત સહિત આ 5 ભારતીય ખેલાડીઓની થશે વાપસી, ગત સિઝનમાં 3 કેપ્ટન મેદાન બહાર થયા હતા
આઈપીએલ 2024 સિઝનથી ઋષણ પંત લાંબા સમય બાદ ક્રિકેટ મેચ રમશે. (Photo - @rishabpant)

IPL 2024 : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) ભારતીય ખેલાડીઓની વાપસી માટે યાદ કરવામાં આવશે. આઇપીએલ 2023માં ભારતના 4 દિગ્ગજ ખેલાડીઓ એક પણ મેચ રમી શક્યા નહતા. અડધી ટુર્નામેન્ટ બાદ એકને બહાર કરી દેવામાં આવ્યો હતો. રિષભ પંત સહિત 3 કેપ્ટન ઈજાના કારણે આઈપીએલમાંથી બહાર થઇ ગયા હતા. રિષભ પંત ઉપરાંત જસપ્રિત બુમરાહ, શ્રેયસ અય્યર, અને રજત પાટીદાર આઇપીએલ 2023માં રમ્યા ન હતા. સાથે જ કેએલ રાહુલ અડધી ટૂર્નામેન્ટ બાદ બાહર થઇ ગયો હતો. આ તમામ ખેલાડીઓ પર આ સિઝનમાં નજર રહેશે.

ઋષભ પંત (Rishabh Pant)

ઋષભ પંત ડિસેમ્બર 2022માં રોડ અકસ્માતમાં માંડ માંડ જીવ બચ્યા બાદ દિલ્હી કેપિટલ્સ ટીમનો વિકેટકીપર બેટ્સમેન 14 મહિના બાદ મેદાન પર પરત ફરવા માટે તૈયાર છે. ઋષભ પંત ને દિલ્હી કેપિટલ્સ તરફથી વિકેટકિપર બેટ્સમેન તરીકે રમવા માટે ભારતીય ક્રિકેટ બોર્ડની મંજૂરી મળી ગઈ છે.

જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah)

ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની મુંબઈ ઈન્ડિયન્સની ખોટ સાલતી હતી. પીઠની સમસ્યાને કારણે તે ગત સિઝનમાં રમ્યો ન હતો. જો કે, તેણે ઈજામાંથી શાનદાર રિકવરી કરી છે. વન-ડે વર્લ્ડકપમાં તેણે શાનદાર બોલિંગ કરી હતી. તાજેતરમાં જ તેણે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહ આ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સના નવા કેપ્ટન હાર્દિક પંડયાની આગેવાનીમાં રમતો જોવા મળશે.

શ્રેયસ અય્યર (Shreyas Iyer)

શ્રેયસ અય્યર પણ પાછલા વર્ષે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પીઠની સમસ્યાને કારણે નહોતો રમ્યો. નીતિશ રાણાએ કોલકાતા નાઇટ રાઇડર્સની કેપ્ટનશિપ કરી હતી. આ વર્ષે શ્રેયસ કેપ્ટનશીપ કરશે. તાજેતરમાં જ ડોમેસ્ટિક ક્રિકેટને નજર અંદાજ કરવાને કારણે બીસીસીઆઇએ તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી પડતો મૂક્યો.

રજત પાટીદાર (Rajat Patidar)

રજત પાટીદારે તાજેતરમાં જ ભારત માટે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. ગયા વર્ષે તે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (આરસીબી) તરફથી રમી શક્યો ન હતો. આઇપીએલ 2022માં આ ખેલાડીએ 8 મેચમાં 55.50ની એવરેજથી 333 રન બનાવ્યા હતા. તેણે 1 સદી અને 2 અડધી સદી ફટકારી હતી. તેનો સ્ટ્રાઇક રેટ 152.75નો હતો.

આ પણ વાંચો | IPL 2024 પછી એમએસ ધોનીનો ઉત્તરાધિકારી કોણ હશે? કાશી વિશ્વનાથને જણાવ્યું શું ઇચ્છે છે એન શ્રીનિવાસન

કેએલ રાહુલ (KL Rahul)

કેએલ રાહુલ આઈપીએલ 2024ની શરૂઆત થાય તેની પહેલા અનફિટ છે. ગયા વર્ષે તેણે લખનઉ સુપર જાયન્ટ્સને મુશ્કેલીમાં મૂકી દીધી હતી. 2023માં તેણે 9 મેચ રમી હતી. તેણે 34.25ની એવરેજ અને 113.22ની સ્ટ્રાઇક રેટથી 274 રન બનાવ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ