IPL Flashback RCB vs DC : આઈપીએલ 2024ની 62મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 12 મે ના રોજ સાંજે 7.30 કલાકે બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે. દિલ્હી કેપિટલ્સે આ સિઝનમાં 12 મેચમાંથી 6 મેચમાં વિજય મેળવ્યો છે અને 6 મેચમાં પરાજય થયો છે. જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો 12 મેચમાંથી 5 માં વિજય થયો છે અને 7 માં પરાજય થયો છે. આઈપીએલમાં બેંગ્લોર અને દિલ્હી વચ્ચે રમાયેલા અત્યાર સુધીના મુકાબલાની વાત કરવામાં આવે બેંગ્લોરનો દબદબો જોવા મળે છે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હેડ ટુ હેડ
આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે અત્યાર સુધીમાં 30 મુકાબલા થયા છે. જેમાં 18 મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરનો વિજય થયો છે. જ્યારે 11 મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી હતી. બન્ને વચ્ચેના મુકાબલામાં બેંગ્લોરનો હાઈએસ્ટ સ્કોર 215 અને લોએસ્ટ સ્કોર 137 રન છે. જ્યારે દિલ્હીનો હાઇએસ્ટ સ્કોર 196 અને લોએસ્ટ સ્કોર 95 રન છે. આઈપીએલ 2023માં બન્ને વચ્ચે 2 મેચો રમાઇ હતી. જેમાં બન્નેનો 1-1 મેચમાં વિજય થયો હતો.
આ પણ વાંચો – શુભમન ગિલ અને સાઇ સુદર્શને 210 રનની પાર્ટનરશિપ નોંધાવી, જાણો આઈપીએલની ટોપ 10 ભાગીદારી
હોમગ્રાઉન્ડમાં આરસીબી અને દિલ્હીનો રેકોર્ડ
બેંગ્લોરના હોમગ્રાઉન્ડ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બન્ને ટીમોના રેકોર્ડની વાત કરવામાં આવે આ મેદાન પર બેંગ્લોર અને દિલ્હી વચ્ચે 11 મેચ રમાઇ છે. જેમાં 6 મેચમાં આરસીબીનો અને 4 મેચમાં દિલ્હીનો વિજય થયો છે. એક મેચ અનિર્ણિત રહી છે. બીજી તરફ દિલ્હીના હોમગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં બન્ને વચ્ચે 10 મેચો રમાઇ છે. જેમાં 6 મેચમાં આરસીબીનો અને 4 મેચમાં દિલ્હીનો વિજય થયો છે.
તટસ્થ સ્થળની વાત કરવામાં આવે તો બન્ને વચ્ચે 9 મેચો રમાઇ છે. જેમાં દિલ્હીનો 3 મેચમાં અને આરસીબીનો 6 મેચમાં વિજય થયો છે.





