આઈપીએલ 2025 : રોહિત શર્માની થશે છુટ્ટી? મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સહિત આ ખેલાડીઓને કરી શકે છે રિટેન

IPL 2025 : આઇપીએલની પાંચ વખત ચેમ્પિયન બની ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ મેગા હરાજીમાં ઉતરશે, ત્યારે મજબુત ટીમ બનાવવાનો પ્રયાસ કરશે. 2013, 2015, 2017, 2019 અને 2020માં રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બની હતી.

Written by Ashish Goyal
August 25, 2024 15:17 IST
આઈપીએલ 2025 : રોહિત શર્માની થશે છુટ્ટી? મુંબઈ ઈન્ડિયન્સ હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સહિત આ ખેલાડીઓને કરી શકે છે રિટેન
મુંબઈ ઇન્ડિયન્સ પ્લેયર રોહિત શર્મા (તસવીર - રોહિત શર્મા ટ્વિટર)

IPL 2025: આઇપીએલની પાંચ વખત ચેમ્પિયન બની ચૂકેલી મુંબઈ ઈન્ડિયન્સ મેગા હરાજીમાં ઉતરશે, ત્યારે મજબુત ટીમ બનાવવાનો પ્રયાસ કરશે. 2013, 2015, 2017, 2019 અને 2020માં રોહિત શર્માની આગેવાનીમાં ટીમ ચેમ્પિયન બની હતી. મેગા હરાજી 2022માં થઈ હતી. આ પછી ટીમે 3 સિઝનમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું હતું.

રોહિત શર્માની કેપ્ટનશિપમાં ટીમ 2022માં 10માં નંબર પર હતી. 2023માં ટીમ પ્લેઓફમાં પહોંચી હતી. હાર્દિક પંડ્યા 2024માં ટીમમાં પરત ફર્યો હતો. રોહિત શર્માની જગ્યાએ તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, પરંતુ મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન ઘણું જ કંગાળ રહ્યું હતું. ટીમ પોઈન્ટ ટેબલમાં 10માં સ્થાને રહી હતી. 2025માં ટીમ ફરી એકવાર શાનદાર પ્રદર્શન કરવા માંગશે. તેના માટે તેણે એક સારી ટીમ બનાવવાની જરૂર છે.

મુંબઈ ઈન્ડિયન્સે ભાગ્યે જ 6 ખેલાડીઓને રિટેન કરે

હાલ મુંબઈ ઈન્ડિયન્સની ટીમની વાત કરીએ તો એ ખાસ ખેલાડીઓની વાત કરીએ જેમને રિટેન કરી શકાય છે. મેગા હરાજી પહેલા ફ્રેન્ચાઈઝીઓને 6 ખેલાડીઓને રિટેન કરવાનો વિકલ્પ મળી શકે છે તેવા અહેવાલો મળી રહ્યા છે. મુંબઈ ઈન્ડિયન્સે ભાગ્યે જ 6 ખેલાડીઓને રિટેન કરે. વિદેશી ખેલાડીઓમાં ટિમ ડેવિડ સિવાય કોઈ નામ નથી જેને રિટેન કરી શકાય.

હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવ સિવાય કોણ થઇ શકે છે રિટેન ?

તેમાં કોઈ શંકા નથી કે મુંબઈ ઇન્ડિયન્સની ફ્રેન્ચાઇઝી હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહને જાળવી રાખવા માંગશે. કેપ્ટનશિપમાંથી હટાવ્યા બાદ સ્પષ્ટ છે કે મુંબઈ ઈન્ડિયન્સ રોહિત શર્માથી આગળ નીકળી ગઈ છે. હાર્દિક પંડ્યાને આઇપીએલ 2024માં કેપ્ટન બનાવવામાં આવ્યા બાદ એવા અહેવાલો વહેતા થયા હતા કે રોહિત આ નિર્ણયથી ખુશ નથી. આવી સ્થિતિમાં રોહિત શર્માને ભાગ્યે જ રિટેન કરવામાં આવશે. તેણે ભારતીય ટીમને ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનાવ્યું છે. આવી સ્થિતિમાં બીજી ઘણી ફ્રેન્ચાઈઝીઓ તેને કેપ્ટન બનાવી શકે છે.

આ પણ વાંચો – વિરાટ કોહલી MI કે CSK ને નહીં, આ ટીમને માને છે આઈપીએલમાં પોતાની સૌથી મોટી હરિફ

શું ઇશાન કિશનને જાળવી રાખવામાં આવશે?

હાર્દિક પંડયા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ ઉપરાંત મુંબઈ ઈન્ડિયન્સ તિલક વર્માને રિટેન કરી શકે છે. મુંબઈ ઈન્ડિયન્સના યુવા ખેલાડીઓમાં તિલક વર્મા શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. ઇશાન કિશનને ટીમે 2022ની હરાજીમાં 15.25 કરોડમાં ખરીદ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં તેનું પ્રદર્શન કંઇ ખાસ રહ્યું નથી. આવી સ્થિતિમાં ટીમ ભાગ્યે જ તેમને જાળવી રાખે છે. જો ફ્રેન્ચાઈઝી છ ખેલાડીઓને રિટેન કરવાનો નિર્ણય લે તો તેમાં ઈશાનનું નામ હોઈ શકે છે. હાર્દિક પંડ્યા, સૂર્યકુમાર યાદવ અને જસપ્રીત બુમરાહ બાદ જ ટીમ કોઈને પસંદ કરશે.

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ

ઇશાન કિશન, વિષ્ણુ વિનોદ, રોહિત શર્મા, ટિમ ડેવિડ (ઓસ્ટ્રેલિયા), સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ડેવાલ્ડ બ્રેવિસ (દક્ષિણ આફ્રિકા), હાર્દિક પંડ્યા, રોમારિયો શેફર્ડ (વેસ્ટ ઇન્ડીઝ), નેહલ વાઢેરા, શમ્સ મુલાની, ગેરાલ્ડ કોટઝી (દક્ષિણ આફ્રિકા), મોહમ્મદ નબી (અફઘાનિસ્તાન), શિવાલિક શર્મા, નમન ધીર, જસપ્રત બુમરાહ, જેસન બેહરેન્ડોર્ફ (ઓસ્ટ્રેલિયા), કુમાર કાર્તિકેય, આકાશ માધવલ, અર્જુન તેંડુલકર, પિયુષ ચાવલા, દિલશાન મદુશંકા (શ્રીલંકા), નુવાન થુશારા (શ્રીલંકા) અંશુલ કંબોજ, શ્રેયસ ગોપાલ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ