IPL 2025 Eliminator Gujarat Titans vs Mumbai Indians Head To Head Records : આઈપીએલ 2025ની એલિમિનેટર મેચમાં ગુજરાત ટાઇટન્સ અને મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મુકાબલો થશે. આ મેચ 30 મે ના રોજ ચંદીગઢના મુલ્લાનપુર સ્ટેડિયમમાં રમાશે. બન્ને ટીમ માટે કરો યા મરોનો જંગ છે. જે ટીમ હારશે તેના અભિયાનનો અંત આવશે. જ્યારે વિજેતા ટીમ ક્વોલિફાયર-2 માં પંજાબ કિંગ્સ સામે ટકરાશે.
આઈપીએલ 2025માં બન્ને ટીમનું કેવું છે પ્રદર્શન
આઈપીએલ 2025માં ગુજરાત ટાઇટન્સે શાનદાર પ્રદર્શન કરતા 18 પોઇન્ટ સાથે ત્રીજા નંબરે રહ્યું હતું. ગુજરાત 14 મેચ રમ્યું છે. જેમાં 9 મેચમાં વિજય થયો છે અને 5 મેચમાં પરાજય થયો છે. બીજી તરફ મુંબઈ 16 પોઇન્ટ સાથે ચોથા સ્થાને રહ્યું હતું. મુંબઈ 14 મેચ રમ્યું છે. જેમાં 8 મેચમાં વિજય થયો છે અને 6 મેચમાં પરાજય થયો છે.
ગુજરાત ટાઇટન્સ વિ મુંબઈ ઇન્ડિયન્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં બન્ને વચ્ચે અત્યાર સુધીમાં હેડ ટુ હેડ મેચની વાત કરીએ તો ગુજરાતનું પલડું ભારે છે. આઈપીએલમાં ગુજરાત અને મુંબઈ વચ્ચે અત્યાર સુધીમાં 7 મુકાબલા થયા છે. જેમાંથી 5 મેચમાં ગુજરાતનો વિજય થયો છે જ્યારે 2 મેચમાં મુંબઈરનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં ગુજરાતનો હાઈએસ્ટ સ્કોર 233 રન અને લોએસ્ટ સ્કોર 172 રન છે. જ્યારે મુંબઈનો હાઇએસ્ટ સ્કોર 218 અને લોએસ્ટ સ્કોર 152 રન છે.
આઇપીએલ 2025માં ગુજરાત વિ મુંબઈ હેડ ટુ હેડ
આઈપીએલમાં 2025માં ગુજરાત અને મુંબઈ વચ્ચે 2 મુકાબલા થયા છે અને બન્ને મેચમાં ગુજરાતનો વિજય થયો છે. બન્ને આ સિઝનમાં ત્રીજી વખત ટકરાશે.એટલે કે ગુજરાત આ સિઝનમાં હોટ ફેવરિટ તરીકે મેદાનમાં ઉતરશે.
આ પણ વાંચો – આઈપીએલ 2025, આરસીબી ફાઇનલમાં, પંજાબ કિંગ્સને હજુ એક તક મળશે
બન્ને સંભવિત ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, શેરફેન રધરફર્ડ, શાહરૂખ ખાન, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, ગેરાલ્ડ કોએટ્ઝ, આર સાઈ કિશોર, મોહમ્મદ સિરાજ, પ્રસિદ કૃષ્ણા.
મુંબઈ ઈન્ડિયન્સ : જોની બેરિસ્ટો રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, ચરિત અસાલંકા, હાર્દિક પંડયા (કેપ્ટન), નમન ધીર, મિચેલ સેન્ટનર, દીપક ચાહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ