GT vs RR IPL 2025 Updates, Gujarat Titans vs Rajasthan Royals Highlights : સાઇ સુદર્શનની અડધી સદી (82) બાદ બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ સામે 58 રને વિજય મેળવ્યો છે. ગુજરાતે 20 ઓવરમાં 6 વિકેટે 217 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાન 19.2 ઓવરમાં 159 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. આ જીત સાથે ગુજરાત ટાઇટન્સે પોઇન્ટ ટેબલમાં નંબર વનનું સ્થાન મેળવી લીધું છે.
બન્ને ટીમો આ પ્રમાણે છે
ગુજરાત ટાઇટન્સ : શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર, સાઇ સુદર્શન, રુધરફોર્ડ, રાહુલ તેવટિયા, શાહરુખ ખાન, રાશિદ ખાન, સાંઇ કિશોર, ઇશાંત શર્મા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), નીતિશ રાણા, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, શિમરોન હેટમાયર, જોફ્રા આર્ચર, મહેશ તિક્ષાના, ફઝલક ફારુકી, સંદીપ શર્મા, તુષાર દેશપાંડે.





