Rajasthan Royals (રાજસ્થાન રોયલ્સ) : રાજસ્થાન રોયલ્સ 2023માં ચેમ્પિયન બનવા સજ્જ છે. ગત વર્ષની ઉપવિજેતા રોયલ્સ IPL 2023માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 2 એપ્રિલે અભિયાનની શરૂઆત કરશે. રાજસ્થાન રોયલ્સ તેમના સુકાની સંજુ સેમસન જેવા ખેલાડીઓ પર ગર્વ કરે છે જે વર્ષોથી IPLમાં ભરોસાપાત્ર ખેલાડી તરીકે ઉભરી આવ્યા છે. 2013માં જોડાયો ત્યારથી સતત સાતત્યપૂર્ણ પ્રદર્શનથી સંજુ તેમની ટીમમાં નિર્ણાયક ખેલાડી બની ગયો છે. ઉપરાંત ટીમે IPL 2022ની હરાજી દરમિયાન કુલ 21 ખેલાડીઓને સામેલ કર્યા હતા. દેવદત્ત પડિક્કલ, યુઝવેન્દ્ર ચહલ, નવદીપ સૈની, ટ્રેન્ટ બોલ્ટ, ડેરિલ મિશેલ જેવા નામો તેમની ટીમમાં આવ્યા છે. IPL 2022ની ફાઇનલમાં રાજસ્થાન રોયલ્સનો ગુજરાત જાયન્ટ્સ સામે સાત વિકેટે પરાજય થયો હતો. રાજસ્થાન રોયલ્સ 2008માં આઈપીએલની પ્રથમ સિઝનમાં જ ચેમ્પિયન બનવા સફળ રહ્યું હતું. જોકે આ પછી ફરી ક્યારેય ટાઇટલ જીતવામાં સફળ રહી નથી. 2022માં ફાઇનલમાં પહોંચવા સિવાય તે અન્ય કોઇ સિઝનમાં ફાઇનલમાં પણ પહોંચી શકી નથી. 13 સિઝનમાંથી રાજસ્થાન 5 વખત પ્લેઓફમાં પહોંચ્યું છે. IPL 2016 અને IPL 2017માં ટીમને ટૂર્નામેન્ટમાંથી પ્રતિબંધિત કરવામાં આવી હતી.Read More