Virat Kohli : ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ 18 ઓગસ્ટ 2024 ને રવિવારના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16 વર્ષ પૂરા કર્યા છે. 2008માં 19 વર્ષના કોહલીએ પહેલી વખત ભારતીય જર્સી પહેરી હતી. કોહલી ટીમ ઈન્ડિયાના લેજન્ડરી બેટ્સમેનોમાંથી એક છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16 વર્ષના કાર્યકાળની ઉજવણી કરતી વખતે તેણે સ્ટાર સ્પોર્ટસ સાથે વાતચીત કરી હતી અને ઘણી બાબતો વિશે ખુલાસા કર્યા હતા.
કેકેઆર કોહલીની ફેવરિટ હરીફ ટીમ છે
આ ઇન્ટરવ્યૂ દરમિયાન વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે મુંબઇ ઇન્ડિયન્સ, સીએસકે અથવા કેકેઆર માંથી તેની ફેવરિટ આઇપીએલ હરીફ ટીમ કઇ છે. આ માટે તેણે મુંબઈ ઇન્ડિયન્સ તે કે સીએસકેનું નામ લીધું ન હતું પણ કેકેઆરનું નામ લીધું હતું. કોહલીએ કેકેઆરની પસંદગી કરીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા કારણ કે એવું માનવામાં આવતું હતું કે તે મુંબઇ અથવા સીએસકેની પસંદગી કરી શકે છે, જે આ લીગની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી છે.
આ પણ વાંચો – આઇપીએલ 2025માં વધી જશે 14% મેચ? ઘરેલું ટી 20 ટૂર્નામેન્ટમાં પણ થઇ શકે છે મોટો ફેરફાર
આરસીબી અને કેકેઆર વચ્ચેની હરીફાઈ કોઈનાથી છુપાયેલી નથી. કેકેઆરએ આઈપીએલ 2024ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ત્રીજી વખત આઈપીએલમાં ચેમ્પિયન બન્યું હતું. આઈપીએલમાં અત્યાર સુધી કેકેઆર અને આરસીબી વચ્ચે 34 મેચ રમાઈ ચૂકી છે, જેમાંથી કેકેઆરએ 20 મેચ જીતી છે, જ્યારે આરસીબીને 14 મેચોમાં જીત મેળવી છે.
કોહલી કેકેઆર સામે પ્રથમ મેચ રમ્યો હતો
કોહલીએ 2008માં આઇપીએલ કારકિર્દીની શરૂઆત કરી ત્યારે તે કેકેઆર સામે પ્રથમ મેચ રમ્યો હતો. વર્ષ 2019માં તેણે કેકેઆર સામે સદી પણ ફટકારી હતી, જ્યારે 2016માં તેની ટીમ આરસીબી કોલકાતામાં કેકેઆર સામે માત્ર 49 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી, જે આઇપીએલના ઇતિહાસનો સૌથી ઓછો સ્કોર હતો.





