IPO 2025: વિપરાજ નિગમ કોણ છે? વિરાટ કોહલીને આઉટ કરતા ચર્ચામાં આવ્યો, જાણો દિલ્હી કેપિટલ્સે કેટલામાં ખરીદ્યો

Vipraj Nigam Out Virat Kohli In RCB vs DC IPL 2025 Match : વિપરાજ નિગમ વિરાટ કોહલીને પહેલીવાર આઉટ કરી ચર્ચામાં આવ્યો છે. મૂળ ઉત્તરપ્રદેશનો 20 વર્ષનો યુવા ક્રિકેટ લેગસ્પિનર છે સાથે સાથે સારી બેટિંગ પણ કરે છે. જાણો કઇ આઈપીએલ ટીમે કેટલા રૂપિયામાં ખરીદ્યો છે.

Written by Ajay Saroya
April 11, 2025 13:32 IST
IPO 2025: વિપરાજ નિગમ કોણ છે? વિરાટ કોહલીને આઉટ કરતા ચર્ચામાં આવ્યો, જાણો દિલ્હી કેપિટલ્સે કેટલામાં ખરીદ્યો
Vipraj Nigam IPL 2025: વિપરાજ નિગમ પ્રથમ વાર આઈપીએલ 2025 સીઝનમાં રમી રહ્યો છે. (Photo: @viprajnigam28)

Vipraj Nigam Out Virat Kohli In RCB vs DC IPL 2025 Match : આઈપીએલ 2025ની 24મી મેચમાં દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ આરસીબીના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી શાનદાર બેટિંગ કરે તેની પહેલા જ વિપ્રરાજ નિગમની બોલ પર આઉટ થઇ થયો અને ત્યાર પછી ટીમ સંપૂર્ણ દબાણમાં આવી ગઈ હતી. આ મેચમાં આરસીબીની બેટિંગ બહુ સારી નહોતી અને ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 163 રન જ બનાવી શકી હતી. ટિમ ડેવિડની મહેનતે છેલ્લી ઘડીએ અણનમ 37 રનની ઈનિંગ રમીને આરસીબીના સ્કોરને સન્માનજનક સ્થિતિમાં પહોંચાડ્યો હતો.

વિપ્રરાજ નિગમ કોણ છે?

20 વર્ષનો વિપ્રરાજ નિગમ પહેલીવાર આઇપીએલમાં રમી રહ્યો છે. વિપરાજ નિગમ ઉત્તર પ્રદેશનો લેગ સ્પિન ઓલરાઉન્ડર છે અને તેણે UPT20 લીગમાં પોતાના પ્રદર્શનથી સૌને પ્રભાવિત કર્યા હતા. આ કારણે તેને યુપીની ટીમ વતી ડેબ્યૂ કરવાની તક મળી હતી. આ લીગમાં તે લખનઉ ફાલ્કન્સ તરફથી રમ્યો હતો, જેમાં તેણે 11 ઇનિંગ્સમાં 11.15ના સ્ટ્રાઇક રેટથી 20 વિકેટ અને 7.45ની ઇકોનોમીથી 20 વિકેટ ઝડપી હતી. વિપરાજ નિગમે 2024-25ની સિઝનમાં યુપી માટે ત્રણ ફર્સ્ટ ક્લાસ, પાંચ લિસ્ટ-એ અને સાત ટી-20 મેચ રમી છે. જોકે તે મુખ્યત્વે લેગસ્પિનર છે, પરંતુ તે સારી બેટિંગ પણ કરે છે.

સૈયદ મુસ્તાક અલી ટ્રોફી 2024માં નિગમે માત્ર 8 બોલમાં 8 રન ફટકારતાં આંધ્ર સામે યુપીને જીત તરફ અગ્રેસર કર્યું હતુ. જ્યારે તેણે સૈયદ મુસ્તાક અલી ટુર્નામેન્ટ 2024માં 7 મેચમાં 8 વિકેટ ઝડપી હતી. વિપરાજ નિગમને આઈપીએલ 2025 પહેલા મેગા ઓક્શન દરમિયાન દિલ્હી કેપિટલ્સે 50 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તેણે વિઝાગમાં લખનઉ સુપર જાયન્ટ્સ સામે આઈપીએલમાં પદાર્પણ કર્યું હતું અને તેણે 2 ઓવરમાં 35 રન આપીને 1 વિકેટ ઝડપી હતી અને 15 બોલમાં 39 રન ફટકાર્યા હતા. આરસીબી સામે વિપરાજ નગમે 4 ઓવરમાં 18 રન આપીને 2 વિકેટ ઝડપી હતી અને કોહલી ઉપરાંત કૃણાલ પંડ્યાને આઉટ કર્યો હતો. તેણે આઈપીએલમાં કોહલીને પ્રથમ વખત આઉટ કર્યો હતો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ