IPL Playoffs 2024: આઈપીએલ 2024 ટુર્નામેન્ટ અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે. લીગ મેચના રોમાંચ બાદ કોલકત્તા નાઈટ રાઇડર્સ, સનરાઇઝ હૈદરાબાદ, રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર ટીમ પ્લે ઓફમાં પહોંચી છે. આ ચાર ટીમ વચ્ચે ક્વોલિફાયર વન, એલિમિનેટર અને ક્વોલિફાયર ટુ મેચ રમાશે. છેલ્લે ક્વોલિફાયર વન અને ક્વોલિફાયર ટુ ની વિજેતા ટીમ વચ્ચે ફાઇનલ મેચ 26 મેના રોજ ચેન્નાઈ ખાતે રમાશે. ક્વોલિફાયર વન 21 મેના રોજ કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચે રમાશે. 22 મેના રોજ બેંગલોર અને રાજસ્થાન વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ બંનેની વિજેતા ટીમ ક્વોલિફાયર વનની હારેલી ટીમ સાથે 24 મેના રોજ ક્વોલિફાયર ટુ મેચ રમશે.
IPL 2024 ચેમ્પિયન બનવા માટે હવે ખરાખરીનો જંગ શરુ થયો છે. 14 મેચની લીગ મેચના અંતે ચાર ટીમ પ્લે ઓફમાં આવી છે. પ્લે ઓફમાં ચોથા સ્થાન માટે બેંગલોર અને ચેન્નાઇ વચ્ચે શનિવારે ભારે રોમાંચક મુકાબલો થયો હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોર આ મુકાબલો 27 રનથી જીતી ગયું હતું અને પ્લે ઓફમાં પહોંચ્યુ હતું. આ હાર સાથે ચેન્નાઈ પ્લે ઓફ ચુકી ગયું હતું.
IPL 2024 Qualifier, Eliminator and Final Match Schedule
| મેચ | તારીખ | ટીમ | સ્થળ |
| ક્વોલિફાયર વન | 21 મે 2024 | KKR અને SRH | અમદાવાદ |
| એલિમિનેટર | 22 મે 2024 | RCB અને RR | અમદાવાદ |
| ક્વોલિફાયર ટુ | 24 મે 2024 | ક્વોલિફાયર વન હારેલી અને એલિમિનેટર વિજેતા વચ્ચે | ચેન્નાઈ |
| ફાઇનલ | 26 મે 2024 | ક્વોલિફાયર વન અને ક્વોલિફાયર ટુ વિજેતા ટીમ વચ્ચે | ચેન્નાઈ |
IPL 2024 પોઇન્ટસ ટેબલમાં કોલકત્તા નાઇટ રાઇડર્સ 20 પોઇન્ટ સાથે સૌથી ઉપર છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ 17 પોઇન્ટ સાથે બીજા ક્રમે છે. રાજસ્થાન રોયલ્સ પણ 17 પોઇન્ટ ધરાવે છે પરંતુ નેટ રનરેટ ઓછી હોવાને લીધે રાજસ્થાન ત્રીજા સ્થાને છે. પોઇન્ટ ટેબલમાં મોખરાની બે ટીમો કોલકત્તા અને હૈદરાબાદ વચ્ચે ક્વોલિફાયર વન મેચ રમાશે. જેમાં વિજેતા થનાર ટીમ સીધી ફાઇનલમાં પહોંચી જશે અને હારનાર ટીમને ક્વોલિફાયર ટુ રમવાની તક મળશે.
આઇપીએલ પોઇન્ટ ટેબલમાં ત્રીજા અને ચોથા સ્થાને રહેલી રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે એલિમિનિટેર મેચ 22 મેના રોજ અમદાવાદ ખાતે રમાશે. આ મેચમાં વિજેતા થનાર ટીમ 24 મેના રોજ ક્વોલિફાયર વનની હારેલી ટીમ સાથે ક્વોલિફાયર ટુ મેચ રમશે. જેમાં વિજેતા થનાર ટીમ ફાઇનલમાં પહોંચશે. જ્યારે એલિમિનેટર મેચમાં હારનાર ટીમ આઈપીએલ 2024 જંગમાંથી બહાર થઇ જશે.
IPL 2024 Points Table: આઈપીએલ 2024 પોઈન્ટ્સ ટેબલ
| ટીમ | મેચ | જીત | હાર | અનિર્ણિત | પોઈન્ટ | રનરેટ |
| કોલકાતા | 14 | 9 | 3 | 2 | 20 | 1.428 |
| હૈદરાબાદ | 14 | 8 | 5 | 1 | 17 | 0.414 |
| રાજસ્થાન | 14 | 8 | 5 | 1 | 17 | 0.273 |
| બેંગાલુરુ | 14 | 7 | 7 | 0 | 14 | 0.459 |
| ચેન્નાઈ | 14 | 7 | 7 | 0 | 14 | 0.392 |
| દિલ્હી | 14 | 7 | 7 | 0 | 14 | -0.377 |
| લખનઉ | 14 | 7 | 7 | 0 | 14 | -0.667 |
| ગુજરાત | 14 | 5 | 7 | 2 | 12 | -1.063 |
| પંજાબ | 14 | 5 | 9 | 0 | 10 | -0.353 |
| મુંબઈ | 14 | 4 | 10 | 0 | 8 | -0.318 |
અહીં નોંધનિય છે કે, આઇપીએલ 2024 ક્વોલિફાયર વન અને એલિમિનેટર મેચ અમદાવાદ સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તેમજ ક્વોલિફાયર ટુ અને ફાઇનલ મેચ ચેન્નાઈ સ્થિત સ્ટેડિયમ ખાતે રમાશે. આ તમામ મેચ સાંજે 7-30 કલાક થી રમાશે.





