Rajasthan Royals vs Kolkata Knight Riders Highlights, IPL 2024, આઈપીએલ 2024, રાજસ્થાન વિ. કોલકાતા સ્કોર : આઈપીએલ 2024માં રાજસ્થાન રોયલ્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે લીગ તબક્કાની અંતિમ મેચ વરસાદના કારણે રદ થઇ છે. બન્ને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. વરસાદના કારણે મેચમાં એકપણ બોલ ફેંકાઇ શક્યો ન હતો. 10.30ની આસપાસ ટોસ થયો હતો અને કોલકાતા નાઈટ રાઇડર્સના કેપ્ટન શ્રેયસ ઐયર ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. 7-7 ઓવરની મેચ રમાડવાનો નિર્ણય કર્યો હતો. જોકે ફરી વરસાદ શરૂ થતા મેચ રદ જાહેર કરવામાં આવી હતી.
આ મેચમાં 1 પોઇન્ટ મળતા રાજસ્થાનને નુકસાન થયું છે. રાજસ્થાન રોયલ્સ 17 પોઇન્ટ સાથે ત્રીજા સ્થાને સરકી ગયું છે. કારણ કે તેની રનરેટ સનરાઇઝર્સ હૈદરાબાદ કરતા ખરાબ છે. હૈદરાબાદને પણ 17 પોઇન્ટ છે.
પ્લેઓફ કાર્યક્રમ
21 મે – ક્વોલિફાયર – 1 – કોલકાતા નાઇટ રાઇડર્સ વિ. સનરાઇઝર્સ હૈદરાબાદ, અમદાવાદ
22 મે – એલિમિનેટર – રાજસ્થાન રોયલ્સ વિ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, અમદાવાદ
24 મે – ક્વોલિફાયર – 2 – ક્વોલિફાયર -1 હારનાર ટીમ વિ. એલિમિનેટર વિજેતા ટીમ, ચેન્નાઈ
26 મે – ફાઈનલ, ચેન્નાઈ
આ પણ વાંચો – આઈપીએલ 2024, હૈદરાબાદનો પંજાબ સામે 4 વિકેેટે વિજય
બન્ને ટીમો આ પ્રમાણે છે
રાજસ્થાન રોયલ્સ : યશસ્વી જયસ્વાલ, ટોમ કોહલર-કેડમોર, સંજુ સેમસન (કેપ્ટન), રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, રોવમેન પોવેલ, રવિ અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, અવેશ ખાન, નંદ્રે બર્ગર.
કોલકાતા નાઈટ રાઇડર્સ : રહેમાનુલ્લા ગુરબાઝ, વેંકટેશ ઐયર, શ્રેયસ ઐયર (કેપ્ટન), રિંકુ સિંહ, સુનિલ નારાયણ, આન્દ્રે રસેલ, રમનદીપ સિંહ, મિશેલ સ્ટાર્ક, અનુકુલ રોય, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી.





