LSG vs RR, IPL 2024 Highlights | રાજસ્થાન વિ લખનઉ : રાજસ્થાનની સાત વિકેટે જીત

Rajasthan Royals vs Lucknow Super Giants Highlights : રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે લઉનઉમાં મેચ રમવામાં આવી હતી. બંને ટીમ મજબૂત હોવાથી રસાકસીનો જંગ રહ્યો, પરંતુ રાજસ્થાન રોયલ્સે 7 વિકેટે મેચ જીતી લીધી

Written by Kiran Mehta
Updated : April 28, 2024 00:43 IST
LSG vs RR, IPL 2024 Highlights | રાજસ્થાન વિ લખનઉ : રાજસ્થાનની સાત વિકેટે જીત
રાજસ્થાનની સાત વિકેટે જીત

Rajasthan Royals vs Lucknow Super Giants Live Update : રાજસ્થાન રોયલ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે આઈપીએલ 2024 ની 44 મી મેચ ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપાયી એકતા ક્રિકેટ સ્ટેડિયમ, લખનઉમાં રમવામાં આવી રહી છે. જેમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, જ્યારે લખનઉ સુપર જાયન્ટ્સની પ્રથમ બેટીંગ શરૂ કરી છે. હાલમાં લખનઉ 20 ઓવરમાં 05 વિકેટના નુકશાને 196 રન બનાવ્યા હતા અને રાજસ્થાનને મેચ જીતવા 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. તો રાજસ્થાન રોયલ્સે 19 ઓવરમાં 03 વિકેટના નુકશાને 199 રન બનાવી સાત વિકેટે શાનદાર જીત મેળવી છે.

રાજસ્થાન રોયલ્સ વિ લખનઉ સુપર જાયન્ટ્સ હાઈલાઈટ્સ

રાજસ્થાને લખનૌને 7 વિકેટે હરાવ્યું

રાજસ્થાને લખનૌને 7 વિકેટે હરાવ્યું. સંજુ સેમસને સિક્સર સાથે મેચ પૂરી કરી હતી. રાજસ્થાને 19 ઓવરમાં 197 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો. સંજુ સેમસને 33 બોલમાં 71 રન અને ધ્રુવ જુરેલે 34 બોલમાં 52 રન બનાવ્યા હતા. લખનૌ તરફથી યશ ઠાકુર, માર્કસ સ્ટોઈનિસ અને અમિત મિશ્રાએ 1-1 વિકેટ લીધી હતી. રાજસ્થાનની ટીમ 9માંથી 8 મેચ જીતીને 16 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. રાજસ્થાને સતત ચોથી મેચ જીતી હતી. તેણે તેની આગામી મેચ 2જી મેના રોજ સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમવાની છે. લખનૌની ટીમ 9 મેચમાં 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાન પર છે. તેણે તેની આગામી મેચ 30 એપ્રિલે મુંબઈ ઈન્ડિયન્સ સામે રમવાની છે.

સંજુ સેમસને છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી

સંજુ સેમસને છગ્ગા સાથે પોતાની અડધી સદી પૂરી કરી હતી. તે 28 બોલમાં 53 રન બનાવીને ક્રિઝ પર હતો. ધ્રુવ જુરેલે પણ અડધી સદી ફટકારી હતી. રાજસ્થાનનો સ્કોર 17.4 ઓવરમાં 3 વિકેટે 180 રન છે. જીતવા માટે 13 બોલમાં 17 રનની જરૂર હતી

સેમસન-જુરેલની શાનદાર બેટિંગ

રાજસ્થાને 16 ઓવરમાં 3 વિકેટે 160 રન બનાવ્યા છે. જીતવા માટે 24 બોલમાં 37 રનની જરૂર છે. સંજુ સેમસન 44 અને ધ્રુવ જુરેલ 40 રન બનાવીને ક્રીઝ પર છે. બંને વચ્ચે 44 બોલમાં 82 રનની પાર્ટનરશિપ થઈ હતી.

ક્રિઝ પર સેમસન-જુરેલ

રાજસ્થાને 14 ઓવરમાં 3 વિકેટે 135 રન બનાવ્યા છે. જીતવા માટે 36 બોલમાં 62 રનની જરૂર છે. સંજુ સેમસન 23 અને ધ્રુવ જુરેલ 36 રન બનાવીને ક્રીઝ પર છે. બંને વચ્ચે 32 બોલમાં 57 રનની ભાગીદારી થઈ હતી.

અમિત મિશ્રાએ રિયાન પરાગને પેવેલિયન મોકલ્યો

અમિત મિશ્રા ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં આવ્યા હતા. રેયાન પરાગને પેવેલિયનમાં મોકલવામાં આવ્યો હતો. તેણે 11 બોલમાં 14 રન બનાવ્યા હતા. રાજસ્થાનનો સ્કોર 8.4 ઓવરમાં 3 વિકેટે 78 રન છે. જીતવા માટે 68 બોલમાં 119 રનની જરૂર છે.

યશ ઠાકુરે જોસ બટલરને પેવેલિયન મોકલ્યો હતો

યશ ઠાકુરે જોસ બટલરને પેવેલિયન મોકલ્યો હતો. તેણે 18 બોલમાં 34 રન બનાવ્યા હતા. 4 ચોગ્ગા અને 1 છગ્ગો માર્યો. યશસ્વી જયસ્વાલ 24 રન બનાવીને ક્રિઝ પર છે. રાજસ્થાન રોયલ્સે 5.5 ઓવરમાં 1 વિકેટે 60 રન બનાવ્યા હતા. જીતવા માટે 85 બોલમાં 137 રનની જરૂર હતી

બટલર-યશસ્વીની સારી બેટિંગ

રાજસ્થાને 4 ઓવરમાં વિના વિકેટે 37 રન બનાવ્યા છે. જીતવા માટે 160 રનની જરૂર છે. જોસ બટલર 17 રન અને યશસ્વી જયસ્વાલ 19 રન બનાવીને ક્રિઝ પર છે.

રાજસ્થાન રોયલ્સની બેટિંગ શરૂ

રાજસ્થાન રોયલ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ક્રિઝ પર યશસ્વી જયસ્વાલ અને જો બટલર. લખનૌ માટે મેટ હેનરીએ બોલિંગની શરૂઆત કરી હતી. યશસ્વી 5 બોલમાં 12 અને બટલર ખાતું ખોલાવ્યા વિના ક્રિઝ પર છે. રાજસ્થાનનો સ્કોર 1 ઓવરમાં વિના વિકેટે 13 રન છે. જીતવા માટે 184 રનની જરૂર છે.

લખનૌએ રાજસ્થાનને 197 રનનો ટાર્ગેટ આપ્યો

લખનૌએ 20 ઓવરમાં 5 વિકેટે 196 રન બનાવ્યા હતા. આયુષ બદોની 18 રન અને કૃણાલ પંડ્યા 15 રન બનાવીને અણનમ રહ્યા હતા. કેએલ રાહુલે 48 બોલમાં 76 રન અને દીપક હુડ્ડાએ 31 બોલમાં 50 રનની ભાગીદારી કરી હતી. રાજસ્થાન તરફથી સંદીપ શર્માએ 2 વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન અને રવિચંદ્રન અશ્વિને 1-1 વિકેટ લીધી હતી.

અવેશ ખાને કેએલ રાહુલને પેવેલિયન મોકલ્યો હતો

અવેશ ખાને કેએલ રાહુલને પેવેલિયન મોકલ્યો હતો. તેણે 48 બોલમાં 76 રન બનાવ્યા હતા. આયુષ બદોની 12 રન બનાવીને ક્રિઝ પર છે. લખનૌનો સ્કોર 17.2 ઓવરમાં 5 વિકેટે 173 રન છે.

સંદીપ શર્માએ નિકોલસ પુરનને પેવેલિયન મોકલ્યો હતો

નિકોલસ પૂરનને સંદીપ શર્માએ પેવેલિયન મોકલ્યો છે. તેણે 11 રન બનાવ્યા હતા. કેએલ રાહુલ 43 બોલમાં 71 રન બનાવીને ક્રીઝ પર છે. લખનૌનો સ્કોર 15.1 ઓવરમાં 4 વિકેટે 150 રન છે.

દીપક હુડા અડધી સદી ફટકારીને આઉટ થયો હતો

દીપક હુડ્ડાએ 30 બોલમાં અડધી સદી ફટકારી હતી અને આઉટ થયો હતો. તે 31 બોલમાં 50 રન બનાવીને આઉટ થયો હતો. રવિચંદ્રન અશ્વિનને વિકેટ મળી હતી. કેએલ રાહુલ 36 બોલમાં 60 રન બનાવીને ક્રિઝ પર છે. બંને વચ્ચે 62 બોલમાં 115 રનની પાર્ટનરશિપ થઈ હતી. લખનૌનો સ્કોર 12.1 ઓવરમાં 3 વિકેટે 126 રન છે.

કેએલ રાહુલે 31 બોલમાં અડધી સદી ફટકારી હતી

કેએલ રાહુલે 31 બોલમાં અડધી સદી ફટકારી હતી. તે 32 બોલમાં 52 રન બનાવીને ક્રિઝ પર છે. 31 રન બનાવીને ક્રિઝ પર દીપક હુડા. લખનૌનો સ્કોર 10 ઓવરમાં 2 વિકેટે 94 રન છે.

કેએલ રાહુલ અડધી સદીની નજીક

લખનૌ સુપર જાયન્ટ્સે 8 ઓવરમાં 2 વિકેટે 75 રન બનાવ્યા છે. કેએલ રાહુલે 28 બોલમાં 45 રન બનાવ્યા હતા. 21 રન બનાવીને ક્રિઝ પર દીપક હુડા. બંને વચ્ચે 37 બોલમાં 64 રનની પાર્ટનરશિપ થઈ હતી.

ક્રિઝ પર રાહુલ-હુડા

લખનૌએ 5 ઓવરમાં 2 વિકેટે 36 રન બનાવ્યા છે. 15 રન બનાવીને ક્રીઝ પર કેએલ રાહુલ અને 13 રન બનાવ્યા બાદ દીપક હુડા. રવિચંદ્રન અશ્વિનની ઓવરમાં 10 રન થયા હતા.

માર્કસ સ્ટોઇનિસ આઉટ

સંદીપ શર્માએ માર્કસ સ્ટોઈનિસને પેવેલિયન મોકલ્યો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. નવો બેટ્સમેન દીપક હુડ્ડા છે. કેએલ રાહુલ 3 રન બનાવીને ક્રીઝ પર છે. લખનૌનો સ્કોર 2 ઓવરમાં 2 વિકેટે 11 રન છે.

ક્વિન્ટન ડેકોક આઉટ

લખનૌ સુપર જાયન્ટ્સની બેટિંગ શરૂ થઈ ગઈ છે. ક્વિન્ટન ડી કોક અને કેએલ રાહુલ ક્રિઝ પર આવ્યા હતા. રાજસ્થાન તરફથી બોલિંગની શરૂઆત ટ્રેન્ટ બોલ્ટે કરી હતી. પ્રથમ બે બોલ પર ચોગ્ગા ફટકાર્યા બાદ ત્રીજા બોલ પર ડી કોક બોલ્ડ થયો હતો. લખનૌનો સ્કોર 3 બોલમાં 1 વિકેટે 8 રન છે.

રાજસ્થાને ટોસ જીત્યો હતો

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સ પ્રથમ બેટિંગ કરશે.

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ 11

યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, સંજુ સેમસન (c&wk), રોવમેન પોવેલ, શિમરોન હેટમાયર, ધ્રુવ જુરેલ, રવિચંદ્રન અશ્વિન, ટ્રેન્ટ બોલ્ટ, અવેશ ખાન, સંદીપ શર્મા, યુઝવેન્દ્ર ચહલ

લખનઉ સુપર જાયન્ટ્સ પ્લેઈંગ 11

ક્વિન્ટન ડી કોક, કેએલ રાહુલ (સી એન્ડ ડબલ્યુકે), માર્કસ સ્ટોઇનિસ, દીપક હુડા, નિકોલસ પૂરન, આયુષ બદોની, કૃણાલ પંડ્યા, મેટ હેનરી, રવિ બિશ્નોઈ, મોહસીન ખાન, યશ ઠાકુર

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ