Punjab Kings vs Mumbai Indians Live Cricket Score, IPL 2024, આઈપીએલ 2024 મુંબઈ વિ. પંજાબ લાઇવ સ્કોર : સૂર્યકુમાર યાદવની અડધી સદી (78) પછી જસપ્રીત બુમરાહ અને ગેરાલ્ડ કોત્ઝેની 3-3 વિકેટની મદદથી મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલ 2024માં પંજાબ કિંગ્સ સામે 9 રને વિજય મેળવ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં 7 વિકેટે 192 રન બનાવ્યા હતા. જવાબમાં પંજાબ 19.1 ઓવરમાં 183 રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. એકસમયે મેચમાં મુંબઈની આસાન જીત જણાવી હતી. જોકે આશુતોષ શર્માએ 28 બોલમાં 61 રને ફટકારી મેચને રોમાંચક બનાવી દીધી હતી.
બન્ને ટીમો આ પ્રમાણે છે
પંજાબ કિંગ્સ : રિલી રોસોવ, પ્રભસિમરન સિંહ, સેમ કરન (કેપ્ટન), જિતેશ શર્મા, લિયામ લિવિંગસ્ટોન, શશાંક સિંહ, આશુતોષ શર્મા, હરપ્રીત બ્રાર, હર્ષલ પટેલ, કાગિસો રબાડા, અર્શદીપ સિંહ.
મુંબઈ ઈન્ડિયન્સ : રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), ટીમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, મોહમ્મદ નબી, ગેરાલ્ડ કોએત્ઝી, શ્રેયસ ગોપાલ, જસપ્રીત બુમરાહ.





