IPL 2024, MI vs SRH : ખરાબ કેપ્ટનશિપ, સ્લો બેટિંગ, હૈદરાબાદની જીતમાં પંડ્યાનું ‘હાર્દિક યોગદાન’

IPL 2024, MI vs SRH : હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સ ટીમના કેપ્ટન બન્યા બાદ મુંબઇની ટીમ આઇપીએલ 2024ની બંને મેચોમાંથી એક પણ મેચ જીતવામાં સફળ રહ્યું નથી. મુંબઈ ઇન્ડિયન્સની હારનું મુખ્ય કારણ હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપ ગણી શકાય.

Written by Ankit Patel
Updated : March 28, 2024 07:37 IST
IPL 2024, MI vs SRH : ખરાબ કેપ્ટનશિપ, સ્લો બેટિંગ, હૈદરાબાદની જીતમાં પંડ્યાનું ‘હાર્દિક યોગદાન’
મુંબઈ ઇન્ડિયન્સ કેપ્ટન હાર્દિક પંડ્યા - photo - X @mipaltan

IPL 2024, MI vs SRH : ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 (IPL 2024) માં બુધવારે (27 માર્ચ) ના રોજ સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) મુંબઇ ઇન્ડિયન્સ (MI) ને 31 રનથી હરાવ્યું હતું. સનરાઇઝર્સ હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 20 ઓવરમાં 5 વિકેટે 246 રન જ બનાવી શકી હતી. આ રીતે મુંબઈ તેની બંને મેચ હારી ગયું છે. હવે મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા દબાણમાં છે. તેની કેપ્ટનશીપ પર ચોક્કસપણે સવાલો ઊભા થયા છે. હાર્દિક પંડ્યા બેટિંગ અને બોલિંગમાં પણ સારો દેખાવ કરી રહ્યો નથી.

MI vs SRH : જસપ્રિત બુમરાહ મામલે હાર્દિક પંડ્યાની ટીકા

ગુજરાત ટાઇટન્સ (GT) સામેની મેચમાં જસપ્રિત બુમરાહનો ઉપયોગ કરવા બદલ હાર્દિક પંડ્યાની ટીકા થઈ હતી. હૈદરાબાદ સામેની મેચમાં પણ તેણે આ ભૂલ કરી હતી. તે ફરી એકવાર જસપ્રિત બુમરાહનો યોગ્ય રીતે ઉપયોગ કરી શક્યો નહીં. આ માટે તેની ઘણી ટીકા થઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સની દરેક બોલિંગ કચડી રહી હતી. જસપ્રીત બુમરાહે ચોથી ઓવર પછી 12 ઓવર ફેંકી. ત્યાં સુધીમાં સનરાઇઝર્સે પહાડ જેવો સ્કોર નોંધાવ્યો હતો.

MI vs SRH : પંડ્યા બોલરોનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતો નથી

સૌથી પહેલા ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માએ મુંબઈ ઈન્ડિયન્સના બોલરોને ધોઈ નાખ્યા હતા. જે બાદ એઈડન માર્કરામ અને હેનરિક ક્લાસને પણ બોલરોને રનોથી નવડાવ્યા હતા. આ દરમિયાન બુમરાહનો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો. હેડ જેવા બેટ્સમેનને જીવનદાન આપવું પણ મુંબઈ ઈન્ડિયન્સ માટે ઘાતક સાબિત થયું. પંડ્યા બોલરોનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતો નથી. આનું સૌથી મોટું ઉદાહરણ સનરાઇઝર્સની ઇનિંગ્સની 20મી ઓવર છે, જે શમ્સ મુલાનીએ ફેંકી હતી. તેણે 21 રન આપ્યા હતા.

Chennai super kings vs Royal challengers bangalore Playing 11 Prediction: મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલ આઠમી મેચ
મુંબઈ અને હૈદરાબાદ વચ્ચે આઈપીએલ આઠમી મેચ Photo – X @SunRisers, @mipaltan

MI vs SRH : પેટ કમિન્સે બોલરોને શાનદાર રીતે ફેરવ્યા

પેટ કમિન્સે બોલરોને ખૂબ સારી રીતે ફેરવ્યા. ઉમરાન મલિક સામે રન સરળતાથી બની રહ્યા હતા. તેની ગતિ સામે મોટા શોટ મારવા સરળ હતા. આવી સ્થિતિમાં, તેણે 1 ઓવર પછી પણ ઉમરાનને બોલ આપ્યો ન હતો. જ્યારે પંડ્યાએ ક્વિના મફાકાને ધોવાઈ જવાં છતાં પણ 4 ઓવર નંખાવડાવી હતી. સામાન્ય રીતે આવી સ્થિતિમાં કેપ્ટન અન્ય વિકલ્પોનો સહારો લે છે, પરંતુ પંડ્યાએ તેમ કર્યું નથી. તેઓ તિલક વર્માનો ઉપયોગ કરી શક્યા હોત.

આ પણ વાંચોઃ- સનરાઇઝર્સ હૈદરાબાદે ઇતિહાસ રચ્યો, આઈપીએલમાં હાઇએસ્ટ સ્કોરનો રેકોર્ડ બનાવ્યો

બેટિંગમાં પણ નિષ્ફળ

MI vs SRH મેચમાં સનરાઇઝર્સની ઇનિંગ્સની 5મી ઓવરમાં આઉટ થયેલા મયંક અગ્રવાલને બાદ કરતાં કોઇ પણ બેટ્સમેન 100થી ઓછી સ્ટ્રાઇક રેટથી રન બનાવી શક્યા નહોતા. છેલ્લી મેચમાં ટિમ ડેવિડ બાદ બેટિંગ કરવા આવેલો હાર્દિક પંડ્યા આ મેચમાં 11મી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો, પરંતુ તે સંઘર્ષ કરતો જોવા મળ્યો હતો. તેણે 20 બોલમાં 24 રન બનાવ્યા હતા. 278 રનના ટાર્ગેટના જવાબમાં હાર્દિક પંડ્યાની આ ઈનિંગ મુંબઈ ઈન્ડિયન્સને નુકસાન પહોંચાડશે. જો તેણે 20 બોલમાં 40 રન બનાવ્યા હોત તો મેચનું પરિણામ અલગ આવી શક્યું હોત.

શરૂઆતમાં બોલિંગ સમજની બહાર છે

MI vs SRHની બુધવારની મેચમાં મુંબઈ ઇન્ડિયન્સની બોલિંગમાં હાર્દિક પંડ્યાએ પોતે બીજી ઓવર નાખી. તે સમજની બહાર છે કે તે શા માટે શરૂઆતમાં જસપ્રિત બુમરાહને બોલિંગ આપતો ન્હોતો. બુમરાહ એવો બોલર છે જે વહેલી વિકેટ લઈને વિરોધી ટીમને બેકફૂટ પર લાવી શકે છે. આ માટે તેને પિચની મદદની જરૂર નથી. તેના બદલે હાર્દિક પંડ્યા પોતે બોલિંગ કરી રહ્યો છે અને તેની સામે ઘણા રન બની રહ્યા છે. પંડ્યાએ આ મેચમાં 46 રન આપ્યા અને 1 વિકેટ લીધી. અગાઉની મેચમાં પણ હાર્દિકે ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં 3 ઓવરમાં 30 રન આપ્યા હતા.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ